બુધવાર, 10 જાન્યુઆરી, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : #૩ જેમ જેમ આપણું જ્ઞાન વિસ્તરતું જાય છે તેમ તેમ સમજાય છે કે આપણે હજુ કેટલું બધું નથી જાણતાં

 

'જે જાણીએ છીએ' તેટલું જ જાણીને સંતુષ્ટ થઈને કે એટલી જ મર્યાદાની અંદર બેસી રહેવું એ ટુંકી દૃષ્ટિની બુદ્ધિ છે. કદાચ વિરોધાભાસ લાગે તો પણ એ મ સમજવું જ જોઈએ કે જ્ઞાનનો મૂળભૂત હેતુ 'જે જાણીએ છીએ' તેને સ્વીકારી લેવાનો નહીં પણ તેના વિષે કેવી રીતે, શા માટે, ક્યારે, શું, ક્યાં જેવા પ્રશ્નો ઉભા કરવાની સક્ષમતા ઊભી કરવાનો છે. શું જાણીએ છીએ  તે જાણવામાં બુદ્ધિમાની નથી, પણ શું નથી જાણતા તે જાણવામાં છે. અને એટલું જાણ્યા પછી પણ આપણે શું નથી જ જાણતા એ તો હજુ અજાણ જ રહે છે.

આર્ડાલિસ (સ્ટીવ સ્મિથ)એ પોતાના લેખ, The More You Know The More You Realize You Don't Know માં આ વિષયને એટલી સરસ વિગતોમાં રજૂ કર્યો છે કે અહીં તે લેખની સામગ્રીનો સીધો ઉપયોગ કરેલ છે:



ઉપરોક્ત ચિત્રમાં, જોઈ શકાય છે કે જેમ જેમ વ્યક્તિનો અનુભવ વધતો જાય તેમ તેમ આત્મવિશ્વાસ પર તેની શું અસર થાય છે. શરૂઆતમાં, આત્મવિશ્વાસ ઓછો છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે હજુ બિનઅનુભવી છીએ. જો કે, થોડા સમય પછી, જેમ જેમ અનુભવ મળતો જાય તેમ તેમ આપણા (માની લીધેલા) 'આત્મવિશ્વાસનું સુરક્ષા વર્તુળ' વધતું જાય છે. આસપાસનાં વાતાવરણની આપણા એ આત્મવિશ્વાસ પર માંગનું કેટલું દબાણ છે  તેના પર આધાર રહે છે ન્કે ત્યાં કેટલો સમય રહી શકાશે. પણ જેવું એક વાર દબાણ વધવા લાગે છે તેમ તેમ ખબર પડવા લાગે છે કે હજુ તો ગણું બધું  જાણવાનું બાકી છે અને જે જાણીએ છીએ તેનો અનુભવ પણ ઘણો ઓછો છે, અને તેમ તેમ 'આત્મવિશ્વાસનું સુરક્ષા વર્તુળ' (અસલામતીમાંથી જન્મતી) 'નિરાશાની ખાઈ'માં બદલવા લાગી શકે છે.  આ તબક્કા પછી જેમ જેમ અનુભવ વધતો જાય તેમ ધીમે ધીમે આત્મવિશ્વાસ ફરીથી વધવાનું શરૂ થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ડનિંગ-ક્રુગર અસર (Dunning-Kruger effect) તરીકે ઓળખાય છે.

બન્નેને એક જ આલેખમાં બાજુ બાજુ માં ગોઠવવાથી વ્યક્તિના અનુભવના પ્રમાણમાં આત્મવિશ્વાસ ઘણો ઓછો હોય એ 'છલના લક્ષણસમૂહ' (Imposter Syndrome) ને ડનિંગ ક્રુગર અસરની સરખાવવામાં સરળતા રહેશે:

ચિત સ્ત્રોત

ડનિંગ-ક્રુગર મુખ્યત્વે ત્યારે જ લાગુ પડે છે જ્યારે મર્યાદિત અનુભવ હોય અને વધુ પડતો આત્મવિશ્વાસ હોય. ઇમ્પોસ્ટર સિન્ડોમ ત્યારે પેદા થાય છે જ્યારે તમારી પાસે અનુભવ અને કૌશલ્ય હોય, પરંતુ એવું લાગે કે તમે અન્યની તુલનામાં અપૂરતા છો. આ બન્ને એક જ સિક્કાની બે બાજુઓ છે. આ બન્નેનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વિવિધ અનુભવના  સ્તરોના સાથીદારો સાથે સંપર્ક વધારો અને તમારી જાતને એવી પરિસ્થિતિઓમાં મૂકો જ્યાં તમારી ક્ષમતાને કોઈને કોઈ સ્વરૂપમાં માપી શકાય અને પોતાની અર્ધજાગ્રત મનોદશાને વશ થયા વિના પરિસ્થિતિનો વાસ્તવિક પ્રતિસાદ આપી શકાય.
મેં કોઈ પાસેથી વિસ્તરતા વર્તુળના રૂપક દ્વારા અનુભવ અને આત્મવિશ્વાસ વચ્ચેના સંબંધનું વર્ણન સાંભળ્યું છે. આપણું જ્ઞાન વર્તુળના અંદરના ભાગ દ્વારા રજૂ થાય છે, અને આપણે હજી સુધી જે જાણતા નથી તે બધું વર્તુળની બહાર છે. જેમ જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ  વર્તુળ બહારની તરફ ધકેલાઈને તેનો વિસ્તાર વધતો રહે છે. તે સાથે  વર્તુળનો પરિઘને પણ વધશે. આમ આપણે હજુ સુધી જાણતા નથી તેવી વસ્તુઓ/ બાબતો સાથે આપણો સંપર્ક વધશે. આ વિચાર દર્શાવવા માટે એક સ્કેચ અહીં મૂક્યો છે:


જાણીતું અને અજાણ


આ રેખાકૃતિને આગળ વધારીને હજુ સુધી જે અજાણ તે અજાણ જ રહેવા વિશે રમ્સફેલ્ડના પ્રખ્યાત અવતરણને લાગુ કરી શકાય. જેટલો વધુ અનુભવ, તેટલી વધુ બાબતોને જાણીએ છીએ તેમ સમજાય છે. તે સાથે એ પણ સમજાય છે કે હજુ એવી ઘણી બાબતો છે આપણે જાણતા નથી. અને શૂં જાણીએ છીએ અને શું નથી જાણતાં એ ભલે ગમે તેટલી મોટી સંખ્યામાં હોય પણ જે અજ્ઞાત બાબતો હજી પણ અજાણ છે તે સંખ્યા તેનાથી અનેક ગણી વધારે (કદાચ અનંત) જ રહેશે.

ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસ કહે છે કે, "માત્ર જે એક જ વસ્તુ જે સતત છે તે પરિવર્તન છે." જેમ જેમ વિશ્વ વધુ જટિલ બની રહ્યું છે તેમ તેમ વધુ આ અજાણ અજ્ઞાતનાં બ્લેક બોક્સ ઉભાં થતાં જશે. આપણી નજર પહોંચે ત્યાં સુધી આ વર્તુળ વિસ્તરતું રહે છે. પણ તેથી કરીને આપણે વધુ સમજદાર બનતા નથી કારણ કે આપણે આજે જે હકીકત તરીકે જોઈએ છીએ તે આવતીકાલે જ્ઞાનની હદની પારની ભૂલ તરીકે જોવામાં આવશે. નિષ્ણાતો આપણા જેવા જ માનવી છે, અને માણસ માત્ર ભૂલને પાત્ર જ રહે છે. હું આ બ્લોગના વાચકોને જે પાઠ આપવા માંગુ છું તે એ છે કે તમે તમારા પોતાના માટે વિચારો અને જીવનમાં તમારા પોતાના નિષ્ણાત બનો. "કઠોર પરિવર્તનના સમયમાં, જે શીખનારાઓ છે તેઓ જ ભવિષ્યનો વારસો મેળવે છે" (હોફર, ૧૯૭૩). માત્ર કંપનીઓએ ખતમ ન થઈ જવા માટે ઝડપથી બદલતી રહેતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન કરતાં રહેવું પડે છે, પણ દરેક વ્યક્તિએ પણ એ અનુકૂલન સાધવું જ પડશે. આજે હવે શીખવું એ જીવનનો ભાગ નથી, પણ શીખવું એ જ જીવન છે. [1]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો