બુધવાર, 17 જાન્યુઆરી, 2024

પુરાણ વિદ્યાની તપાસ સૂચિ - તમે ડાબેરી છો કે જમણેરી? - દેવદત્ત પટ્ટનાઈક

 એકવાર એક સંપાદકે મને પૂછ્યું કે તમે તમારા ટ્વીટ્સ અને કૉલમ્સમાં ડાબેરી અને જમણેરી જેવા શબ્દોનો ઉપયોગ કયા આધારે કરો છો. મારા માટે, ડાબેરી અને જમણેરી બે પ્રકારના ઉગ્રવાદની માટેની સંજ્ઞાઓ છે. બંને પોતપોતાની રીતે એક પ્રકારની નૈતિક નિશ્ચિત માન્યતા દર્શાવે છે. બેમાંથી કોઈ પણ વૈવિધ્યને સાંખી શકતું નથી, તેથી તે એક બીજામાં ફાટફૂટ દ્વારા એક બીજાને દૂર કરવા માંગે છે. જો બંનેનો ઉપયોગ સમતોલપણે થાય તો બંનેનાં પોતાનાં મૂલ્યો સમાજને ફાયદાકારક નીવડી શકે છે.  આ પ્રકારની  લોકો દરેક વ્યક્તિ પૌરાણિક કથાઓ વિશે અમુક ચોક્કસ ધારણાઓ ધરાવે છે, એટલે તેઓનાં  મંતવ્યોનાં વલણને ઓળખવા માટે એક સરળ પૌરાણિક તપાસ સૂચિનો હું ઉપયોગ કરું છું. એ તપાસ સૂચિ નીચે મુજબ  છેઃ 

પૌરાણિક કથાઓ પર ડાબેરી વિચારધારા

{ઓછામાં ઓછું એક પસંદ કરો)

પૌરાણિક કથાઓ પર જમણેરી વિચારધારા

{ઓછામાં ઓછું એક પસંદ કરો)

પૌરાણિક કથાઓ જૂઠાણાં છે .

પરંપરાગત પૌરાણિક કથાઓ એ ઇતિહાસ છે.

ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ, સૂફીવાદ, બૌદ્ધ ધર્મ, રાષ્ટ્રવાદ એ બધા પૌરાણિક કથાઓ નથી.

હિંદુ ધર્મ પૌરાણિક કથાઓ નથી. વાસ્તવિક હિંદુ ધર્મ અને રાષ્ટ્રવાદ એક સમાન છે

આર્યોએ ભારત પર આક્રમણ કર્યું અને આદીવાસી દ્રવિડોને વિસ્થાપિત કર્યા.

આર્યો ભારતમાંથી ઉદ્ભવ્યા અને પછી સમગ્ર વિશ્વમાં ફેલાયા છે.

રામ સ્ત્રી વિરોધી અને પિતૃસત્તાક વિચારધારા ધરાવતા હતા.

રામ એક સંપૂર્ણ પુત્ર અને રાજા છે.

રાવણ સ્ત્રીઓનો આદર કરતો હતો.

રાવણ દુષ્ટ હતો.

કૃષ્ણ અનૈતિક કહી શકાય એવી નખરેબાજ પ્રણય ચેષ્ટાઓ કરતા.

કૃષ્ણના પ્રેમમાં કોઈ કામુકતાઓ નહોતી. એ તો વિશુદ્ધ પ્રેમ હતો.

હિંસાને વ્યાજબી ઠરાવવા કૃષ્ણ જટિલ દલીલોનો ઉપયોગ કરે છે

કૃષ્ણએ ન્યાયનો સાથ આપવાના ધર્મ માટે યુદ્ધમાં હત્યા કરવા પ્રેર્યો.

શિવ બળવાખોર હતા અને નશીલાં દ્રવ્યોનું ધુમ્રપાન કરતા હતા.

શિવ દિલેરીથી દુષ્ટતાનો નાશ કરનાર હતા.

દુર્ગા ગૌરવર્ણી હતાં અને આર્યો વતી નીચી જાતિના (બીનગૌરવર્ણી) આગેવાનોનો સંહાર કરતાં હતાં.

દુર્ગા વૈદિક શક્તિ હતાં જે અભદ્ર પુરૂષો સાથે યુદ્ધો કરતાં હતાં.

૧૦

અસુરો દ્રવિડો/આદિવાસી હતા.

૧૦

અસુરો દુષ્ટ હતા.

૧૧

મનુસ્મૃતિ પવિત્ર હિન્દુ ગ્રંથ છે. 

૧૧

ગીતા પવિત્ર હિન્દુ ગ્રંથ છે

૧૨

હિંદુ ધર્મ જાતિ વ્યવસ્થાને સમર્થન આપે છે.

૧૨

વૈદિક કાળમાં કોઈ જાતિ વ્યવસ્થા ન હતી.

૧૩

ભારત હવે તત્ત્વતઃ બ્રાહમણવાદ બની ચુકેલ  એવામાત્ર, હિંદુ ધર્મને અનુસરતો દેશ નથી રહ્યો.

૧૩

હિંદુ ધર્મ એક સમયે દક્ષિણ અશિયા અને દક્ષિણપૂર્વ એશિયામાં બહુ પ્રચલિત હતો.

૧૪

બ્રાહ્મણ ચાણક્ય પ્રંપચયુક્ત ચાલાકી કરતા હતા, જ્યારે બૌદ્ધ અશોક બિનસાંપ્રદાયિક હતા.

૧૪

બ્રાહ્મણ ચાણક્ય વાસ્તવદર્શી હતા જ્યારે બૌદ્ધ અશોક પ્રચારક હતા.

૧૫

બુદ્ધે સમાનતા અને બિનસાંપ્રદાયિકતાનો ઉપદેશ આપ્યો હતો.

૧૫

બુદ્ધ વિષ્ણુનો જ અવતાર છે

૧૬

જૈન, બૌદ્ધ અને શીખ ધર્મો હિંદુ વિરોધી ધર્મો છે.

૧૬

જૈન, બૌદ્ધ અને શીખ ધર્મોના આધ્યાત્મિક મૂળિયાં તો હિંદુ ધર્મમાં છે.

૧૭

મુસ્લિમોએ ભારતમાં ધર્મના આધારે મંદિરો તોડ્યાં નથી.  

૧૭

મુસ્લિમોએ તેમની ધાર્મિક આસ્થા ઠોકી બેસાડવા મંદિરો તોડ્યાં અને હિંદુ ધર્મનો નાશ કર્યો..

૧૮

ખ્રિસ્તી મિશનરીઓ દલિતોનું ગ્રાહ્મણો સામે સશક્તિકરણ કરે છે.

૧૮

ખ્રિસ્તી મિશનરીઓ દલિતોનું ધર્માંતરણ કરીને હિંદુ ધર્મ નષ્ટ કરવા માગે છે.

૧૯

હિંદુ ધર્મ ઊંચનીચનાં સ્તરીકરણ ધરાવતો દમનકારી ધર્મ છે. 

૧૯

હિંદુ ધર્મ સર્વસમાવેશક અને અહિંસક જીવન પદ્ધતિ છે.

૨૦

ગૌ માંસ દરેક જગ્યાએ મળવું જોઈએ. 

૨૦

ગાય અમારી માતા છે.

૨૧

ડુક્કરનું માંસ ખાવું? આપણે લઘુમતી ધર્મો અનુસરનારાઓની આસ્થાનું સન્માન કરવું જોઈએ.

૨૧

ડુક્કરનું માંસ ગંદુ છે. તેને અસ્પૃશ્યો ખાય છે.

નોંધ:

આમાનાં એક પણ ખાનાને તાળું નથી માર્યું. બન્ને બાજુનાં ખાનાંઓમાં ખાલી જગ્તા પણ ઘણી છે. એટલે, સંદર્ભ કે પછી તે સમયનાં પ્રેક્ષકગણના મિજાજ સુદ્ધાં,ને ધ્યાનમાં લઈને લોકો ઘણીવાર એકથી બીજાં ખાનામાં આવતાં જતાં હોય છે. જે લોકો આમ કુદંકુદી નથી કરતા એ લોકો પોતાને શુદ્ધતાવાદી તરીકે જુએ છે.  બાકીના લોકો દુધ અને દહીંમાં પગ રાખનારા તકવાદી છે એવો એ લોકો આક્ષેપ કરે છે. પોતાનાં મંતવ્યોને હઠીલાં તરીકે, કે પોતે મગજ બંધ કરીને બેઠાં છે એમ, સ્વીકારવાનો તેઓ ધરાર ઇનકાર કરે છે. પરિણામે, તેઓ બીજાંને સાંભળવાનું બંધ કરીને પોતાનો વિકાસ કુંઠિત કરે છે.

સ્ક્રોલ.ઈનમાં ૧ માર્ચ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ

દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A mythology checklist: Are you Left or Right? નો અનુવાદ પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૧૭ જાન્યુઆરી ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો