શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2024

આજની સગવડ, કાલની નિષ્ફળતા

 નવી લેખમાળાના પ્રારંભે

પ્રોગ્રામિંગના વ્યવસાયથી શરૂ થયેલી શ્રી ઉત્પલ વૈશ્નવની કારકિર્દી પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ સુધી વિકસતી રહી. ત્યાર બાદ તેઓએ પોતાનાં કૌશલ્ય્નું સુકાન સોફ્ટવેર ઉદ્યોગમાં નવાં સાહસ ચાલુ કરવામાં અને એંજલ ઈન્વેસ્ટમેન્ટનાં ક્ષ્ત્ર તરફ વાળ્યું. ૨૦૧૨થી તેમણે Upsquare® Technologiesની સ્થાપના કરી. આ બધી વ્યવસાયિક વ્યસ્તતા સાથે ઉત્પલ વૈશ્નવ પોતાના આ અનુભવોમાંથી તારવીને બધાંને ઉપયોગી થાય એવી વાતો વિશે લખવાનો શોખ પણ ધરાવે છે. તેઓ સક્રિય બ્લૉગ્ગર તો છે જ. તે સાથે તેમણે ઘણાં વર્ષો સુધી તેમણે  Self Help Zen શીર્ષક હેઠળ સ્વવિકાસ સંબધિત લેખો પણ લખતા રહ્યા. હવે #DhandheKaFunda શીર્ષક હેઠળ તેઓ નવાં ઉદ્યોગ-સાહસના પ્રારંભના તેમના અનુભવોમાંથી તેમણે તારવેલા બોધપાઠો વિષે લખે છે.


ઉત્પલ વૈશ્નવ

સાચી બનેલી આ વાત મારી ટીમના સભ્ય મનિષની છે. એક સમય હતો જ્યારે એક સોફ્ટવેર ડેવલેપમેન્ટ  કંપનીમાં છૂટક ફ્રીલાન્સ કામ કરવા માટે મને પ્રોજેક્ટ મેનેજર તરીકે મળતા પગાર કરતાં તેને વધારે આવક થતી હતી. પ્રમાણમાં ઓછો સમય કામ કરવું અને છતાં વધારે આવક મળતી હોવાથી તેની જીંદગી મજામાં વીતવા લાગી. થોડાં વર્ષો બાદ તેના આ નિર્ણયનાં અવળાં પરિણામો દેખાવા લાગ્યાં.

આજનો વિષય આવા નિર્ણયો બાબતે છે જે તમારી હસતી રમતી જીંદગીને જોતજોતામાં ખુદાબક્ષ મુસાફરોની કક્ષામાં ધકેલી દઈ શકે છે. 

જાન્યુઆરીમાં શિકાગોના ઑ'હૅર એરપોર્ટ પર, ત્રણ મહિનાથી એરપોર્ટ પર જ રહેતા હોવાનું જણાવાથી૩૯ વર્ષના આદિત્ય સિંઘની ધરપકડ કરવામાં આવી. 

જોકે આજની વાત આ આદિત્ય સિંધ વિશે નહીં પણ મારી સાથે મનિષની છે. ૧૪ વર્ષ પહેલાં, એક સોફ્ટવેર ડેવલેપમેંટ ટીમમાં મનિષ મારી સાથે કામ કરતો હતો.⌛️

હું પ્રોજેક્ટ મૅનેજર હતો અને મનિષ સોફ્ટવેર એન્જિનિયર હતો. એ સમયે મનિષે લીધેલા નિર્ણયનો સંબંધ શિકાગો એરપોર્ટ પર ધરપકડવાળી ઘટના સાથે છે !

એ સમયે મનિષનો માસિક પગાર $ ૧૦૦૦ હતો અને મારો માસિક પગાર $ ૧૫૦૦ હતો.

મનિષને લાંબા ગાળાના કરાર હેઠળ, ફ્રીંલાસ તરીકે છ્ટક કામોના હિસાબે, મહિને $ ૨૦૦૦  મળવાના હતા, તેથી તેણે નોકરી છોડી દીધી.🏃‍♂️

મેં જોકે એને સુચવ્યું હતું કે ,' ટીમમાં બીજં એક્બે સભ્યો ઉમેર, અને નવા પ્રોજેક્ટ્સ શોધવા લાગ."🤞

જોકે એ સમયના મારા કરતાં વધારે પગારને કારણે એ તો  $૨૦૦૦ ની માસિક આવકથી એ તો અતિઉત્સાહિત હતો.

પહેલાં પહેલાં તો બધું સારૂં ચાલ્યું. તેની માસિક આવક પણ વધી હતી.

મહિને $૨૫૦૦ સુધીની આવક સુધી તે બે વર્ષમાં પહોંચી ગયો. મનિષને લાગ્યું કે હવે તેને સફળતાની કેડી મળી ગઈ છે. પોતાની જીવનશૈલીનું સ્તર તેણે સુધાર્યું, વેકેશન લઈને પરદેશની બેત્રણ સફરો પણ કરી. ✈️ 🏝

એ સમયમાં મારા વર્તમાન કામમાં મારૂં શક્ય એટલું શ્રેષ્ઠ યોગદાન આપવાની સાથે  મારાં કૌશલ્યોને સુધારવામાં અને વિકસાવવા પ્રત્યે ધ્યાન આપ્યું. સમય જતાં, મે મારૂં પોતાનું નવું ઔદ્યોગિક એક્મ શરૂ કર્યું, અને તેને બરાબર ચલ્લાવ્યું. 📲

(મારૂં પહેલું સાહસ તો નિષ્ર્ફળ નીવડ્યું હતું, પણ મારે તો જીવનનની સફળતા માટે નવાં સાહસની સફળતા પર જ ખીલો ઠોકીને રહેવું હતું. પણ, એ વળી  અલગ જ વિષય છે. તેના વિશે, યોગ્ય સમાયે, વાત કરીશું. 🤫)

આખરે, એક દિવસે, સાદિત્ય સિંઘની ધરપકડ જેવો, ઝાટકો વાગ્યો.  મનિષ જે કંપની માટે કામ કરતો હતો તે બીજી કંપનીએ ખરીદી લીધી. નવી  કંપનીને હવે મનિષનાં હાલનાં કૌશલ્યની જરૂર નહોતી.

છૂટક કામ કરતાં કરતાં મનિષે પોતાનાં કૌશલ્યોનો કિલ્લો મજબૂત કરવા પાછળ કોઈ રોકાણ નહોતું કર્યું.  

મનિષને એમ હતું કે ફ્રિલાંસ કામ કરીને એ વધારે કમાતો રહી શકશે. પણ એમ થઈ ન શક્યું. કારણ બહુ સીધું હતું - મનિષને જે 'કામ' સોંપવામાં આવે તે કરવામાં તે માહેર હતો, પણ લોકોએ તે નવા નવા પ્રકારનાં કામો પોતાની તરફ 'ખેંચી ' લાવીને આવકની નવી સરવાણીઓ નહોતો વિકસાવી રહ્યો. એની જિંદગી બીજાં લોકોની જરૂરિયાતો પર નિર્ભર બની ગઈ હતી 🙃

ક્ષણિક સગવડોનાં કોચલાંમાં બંધ થઈને બેસી રહેવું ભવિષ માટે મોટું જોખમ નોતરી શકે છે. 

વર્તમાન જીવન ગમે તેટલી આરામદાયક રીતે વીતતું હોય, પણ સતત પ્રતિભાવો મેળવતા રહેવું અને નવું નવું શીખતાં રહેવું જેવી અસગવડોને તો આવકારવી જ રહી.

તમારાં કૌશલ્યોને વિના દયા ભાવે ચકાસણીને ચાકડે ચડાવતાં રહો. તમારી, અને તમારાં કુટુંબની, સુખ સગવડ ભવિષ્યનો પાયાનૂં ઘડતર  પડકારોને ખમી શકે એવાં તમારાં કૌશલ્યો પર કરો. ટુંકા ગાળાની આરામની જીંદગીના મોહપાશમાં તમારાં વર્તમાનને વ્યસ્ત ન થઈ જાય એ માટે વિશેષ સચેત બનો. 

હવે એરપોર્ટ પર ધરપકડનો સંદર્ભ સાંકળીએ.

એરપોર્ટ એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આવનજાવન માટેનું માધ્યમ છે. પણ કેટલાંક લોકો ત્યાં ધામા નાખીને....લાંબા સમય સુધી રહી પડે છે. ત્યાં મળતી રહેવાની સગવડો, ખાવાપીવાનું વગેરેને એ લોકો કાયમી આશ્યસ્થાન બનાવી બેસે છે.

ગમે તેટલું વધારે સગવડો ધરાવતું હોય પણ આવનજાવન માટે જ બનતી કોઈ પણ વ્યવસ્થા એ આપણું ઘર ન બની શકે. ત્યાં ડેરા નાખીને રહી ન પડાય. મુસાફરીનું લક્ષ્ય નિર્ધારિત ગંતવ્યો સુધી પહોંચવાનું છે અને એ માટે આવનજાવનને કાર્યક્ષમ રીતે શક્ય બનાવવા માટે રચાતાં સ્થાનકોને અને પરિવહનના વિકલ્પો શોધવાં, તેનો બરાબર ઉપયોગ કરી શકવો વગેરે એ બધી જરૂરી આવડતો છે. 

ફ્રીલાંસ રાહે મળતાં છૂટક કામ કાયમી ન હોઈ શકે.   એ સમયે આકર્ષક લાગતાં આવાં છૂટક કામ એ તો ઝાંઝવાનાં જળ સમાન છે. કાયમની તરસ એ છીપાવી ન શકે એ માટે તો નવાં નવાં ગ્રાહકો શોધવાં, તેમની સાથે અસરકારક સંવાદનો સેતું બનાવ્યે રાખવો, તેમને વધારે એને વધારે મૂલ્ય મળતું રહે તેમ તેમની જરૂરિયાતો અને આવશકતાઓ પુરી કરવી અને એ માટે પોષણક્ષમ વળતર મેળવવું એ મીઠાં પાણીની વીરડી ખોદવા જેવું - મુશ્કેલ પણ કાયમી ઉપાયનું-  કામ છે.  એ માટેની આવડતો વિકસાવતાં રહેવું એ જ ખરી સફર છે.

તા. ક.:  અહીં 'ફ્રીલાંસ' અર્થ માત્ર છૂટક કામ કરતી વ્યક્તિઓ પુરતો જ મર્યાદિત નથી.; કેટલી એજંસીઓ પણ ફ્રિંલાંસ કામના વ્યવસાયમાં હોય છે. જે વવ્યવસાયને પોતાની આવક અને નફો રળવા માટે નવા નવા ગ્રાહકોનો સતત આવરો જોઇએ એ 'ફ્રીલાંસ' વ્યવસ્યાઓ જ છે.!

નોંધઃ

  1.  'મનિષ' બદલાવેલું નામ છે
  2.  મનિષ બાહોશ તો હતો જ. એણે આગળ જતાં પોતાની જીંદગી સવારી લીધી, પણ એ પહેલાં ભુતકાળના નિર્ણયોની કિંમત તો એણે ચુકાવવી જ પડી.
  3.  "How some people can end up living at airports for months – even years – at a time"  વિશે વધારે theconversation.com, પર વાંચી શકાય છે.

 ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના લેખોના અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો