બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૪ જેમ જેમ વધુ જોડાઓ, તેમ તેમ વધુ અળગાં પડતાં જવું અનુભભવવું

તત્ત્વતઃ, માનવી સામાજિક પ્રાણી છે. તેનો ઉછેર જ એકબીજાંની સ્વીકૃતિ માટે, બીજાંની સાથે રહેવાથી મળતી સલામતી અને સુરક્ષિતતા માટે, એકબીજાંથી જોડાએલાં રહેવા શીખવે છે. રો, કપડા અને મકાન પછી એકબીજાંની સાથે જોડાએલાં રહેવું એ તેની મહત્ત્વની જરૂરિયાત રહી છે.

અહીં ભાર 'જોડાણ' શબ્દ પર છે. કોઈની સાથે માનવીય સંપર્ક હોવો એટલે જ્યારે એકલાં હોઈએ ત્યારે પણ એકલતા ન અનુભવવી. માનવીય જોડાણ લોકો સાથેનો એવો ગહન સંપર્ક છે જે આપણને મુક્ત અને જેવાં છીએ તેવાં રહેવામાં મજા અને ગર્વની અનુભૂતિ કરાવે છે.

દુનિયા જેમ જેમ વૈશ્વિક બનતી ગઈ, કુટુંબો નાનાં નનાં એકમો બનતાં ગયાં, તેમ તેમ જેમની સાથે લાગણીઓના સંબધ હોય તેમની સાથે સંપર્ક જાળવી રાખવાનું મુશ્કેલ ને મુશ્કેલ બનતું ગયું. વધતાં જતાં ભૌતિક[1] અને ઉર્મિલ અંતરને કારણે એકલતાની ભાવના વધતી ગઈ.

ઈન્ટરનેટ ટેક્નોલોજિએ ભૌતિ અંતરનો અવરોધનો તો છેદ ઉડાડી દીધો. સ્માર્ટફોન, વિવિધ સામાજિક માધ્યમો અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ્પ્સની ઉપલબ્ધીના અતિરેક, આપણે પહેલાં ક્યારેય નહોતાં એટલાં લોકો સાથે જોડાવા લાગ્યાં.

થોડાં વર્ષોમાં થયેલાં સંશોધન નોંધે છે કે, પહેલાં કરતાં ખુબ વધારે સતત સંપર્કમાં રહેવા છતાં, વિકસિત દુનિયાનો આજનો માનવી, છેલ્લા દાયકાથી, વધારે એકલતા અને ઉદાસીનતા અનુભવે છે.

ઓનલાઈન જોડાણોની વિપુલતાની કિંમત સંપર્ક અને સંબંધની ગુણવતા સાથે સમાધાનનાં સ્વરૂપે ચુકવવી પડે છે. સામાજિક માધ્યમો થતાં ઉપરછલ્લાં લાઈક્સ, ઇમોજી પ્રતિક્રિયાઓ કે ટુંકાક્ષરોમાં થતી એક લીટીની ટીપ્પણીઓ અર્થપૂર્ણ સંબંધનો આભાસ જ પેદા કરે છે. વિજાણુ માધ્યમો પર થતાં વિચારો અને ભાવનાઓનાં આદાનપ્રદાનમાં લાગણીઓનાં ઊડાં બંધન, અનુભવોની વહેંચણી કે સહજ સમાનુભૂતિનો સદંતર અભાવ જોવા મળતો હોય છે. એમ કહી શકાય કે ડિજિટલ ટેટેક્નોલોજિએ એક જ ઝાટકે અનેક સાથે સંવાદને શક્ય બનાવ્યા છતં પણ તે સહજ માનવીય આદાનપ્રદાન અને તાદાત્મ્યની આપણી પાયાની જરૂરિયાત સંતોષવામાં તે નિષ્ફળ રહી છે.[2]

એનો ઉપાય ડિજિટલ ટેક્નોલોજિને તમારા પર હાવી થવા દેવાને બદલે તેના આપણાં નિયમન હોય તેવા સંતુલિત ઉપયોગમાં છે.[3]

વધારાનું વાંચન:

The paradox of loneliness in a connected world

You know you need human connection. Here's how to achieve it - Maggie Wooll

Loneliness and the absence of real connection - Phil McAuliffe

The Digital Declutter Plan: Part 1 and Part 2 - The Dr. CK Bray Show

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો