શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - સતત એકસૂત્રમાં સંકળાયેલાં રહેવા અને નવું નવું શીખતાં રહેવા માટેની શાસ્ત્રોક્તવિધિઓ સમાન પ્રક્રિયાઓ

તન્મય વોરા

 જ્યારે આપણે મોટા પાયા પ્રોજેક્ટ્સના અમલીકરણ, ચીજવસ્તુઓ, સેવાઓ કે સોફ્ટવેર એપ્લીકેશનોના સમયે સમયે નક્કી કરેલ અંશોને ગ્રાહકને લાંબા ગાળાની દૃષ્ટિએ પહોચાડવાની કે જટિલ પરિવર્તન પહેલ પર કામ કરી રહ્યાં હોઈએ છીએ - ત્યારે આપણાંએ કામોને, વ્યવસ્થિતપણે, નાના ભાગોમાં વહેંચી નાખીએ છીએ. ટેક્નોલોજિના યુવા ઉત્સાહઘેલાઓ આ તકનીકને "મોડ્યુલરાઇઝેશન" તરીકે ઓળખે છે. આ  નાનાં નાનાં કામોને  ઉદ્દેશ્ય હાંસલ કરવાનાં જૂદા જૂદા તબક્કાનાં લક્ષ્યો મટેનાં સમયપત્રકનાં પૂર્વનિશ્ચિત સીમાચિહ્નો સાથે સાંકળી ળેવામાં આવે છે.

આવી પરિયોજનાઓની શરૂઆત  મહા-આયોજન સાથે થાય છે અને પછી આપણે અમલીકરણનાં કામો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ટીમના તમામ સભ્યો પોતપોતાની ભૂમિકા અનુસારનો તેમનો ભાગ ભજવતાં રહે છે. પરંતુ અચુકપણે જોવા મળે છે કે આ પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક, આપણે પહેલમાં સમગ્રતઃ ચિત્ર સાથે જોડાણ ગુમાવીએ છીએ. લોકો કાર્યોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ સમગ્ર ચિત્ર સાથેના સંદર્ભમાં, તેમની ભુમિકા અનુસારનું કામ એકંદર ઉદ્દેશ્યમાં કેવી રીતે ફાળો આપે છે તે સાંકળતા રહેવાનૂં ચૂકી જાય છે,

શું તમે એવી પરિસ્થિતિઓ જોઈ છે કે જ્યાં તમે બધાં લક્ષ્યોને પુરા કરવા છતાં પણ સમગ્ર પહેલનું ખરૂં ઇચ્છિત ધ્યેય પૂર્ણ નથી કરી શકતાં? મને ખાતરી છે કે એવી પરિસ્થિતિ તમે પણ અનુભવી જ હશે!

આવી પરિસ્થિતિઓથી દૂર રહેવામાં શાસ્ત્રોક્તવિધિઓ સમાન ત્રણ પ્રક્રિયાઓ મદદ કરી શકે છે:

કિકઓફ: પ્રોજેક્ટ એવી વ્યક્તિ સાથે શરૂ થાય જે કામના "શા માટે" ભાગને બરાબર સમજે છે. કિકઓફ આવી સમજણને ટીમના તમામ સભ્યોને પણ સમજાવવાની તક છે. જ્યાં સુધી દરેક વ્યક્તિ હેતુને સ્પષ્ટ રીતે સમજી શકશે નહીં, ત્યાં સુધી તે પોતાનું સમગ્ર યોગદાન કરી શકવા માટે સક્ષમ બની ન શકે.
સમીક્ષાઓ: દરેકને ધ્યેય સાથે સમ્ગ્ર ચિત્રનાં ઉદ્દેશ્ય સાથે એકસૂત્રમાં આંકળી રાખવા માટે સમીક્ષાઓનો ઉપયોગ શાત્રોક્ત વિધિઓની પવિત્રતા જાળવવાની જેમ જ થવો જોઈએ. મોટાભાગના લોકો સમીક્ષાઓ દરમિયાન કાર્યોની પ્રગતિની જાણ કરે છે. તેમની ક્રિયાઓ પરિણામ સિદ્ધિનાં કારણને કેવી રીતે મદદ કરી રહી છે અને તેઓ શું મૂલ્ય ઉમેરી રહ્યા છે તેની પણ તેમને જાણ કરવા દો. સમીક્ષા વહેલાં વહેલી તકે કરો અને નિયમિત સમયસર, વારંવાર, સમીક્ષા કરો.

પૂર્વાવલોકન: આ છેલ્લો તબક્કો છે જે નિશ્ચિત કરે છે કે એક ટીમ તરીકેની તમામ સમજણ એકીકૃત થાયદસ્તાવેજીકરણ થાય અને ભાવિ સોંપણીઓના અમલમાં મુકાય.

સતત શીખતી રહેતી સંસ્થાઓ, સતત શીખતી રહેતી ટીમો (અને વ્યક્તિઓ)થી બને છે. ઉપરોક્ત ત્રણ વિધિઓ કમસે કમ એટલું તો સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ,ટીમ અને સમગ્ર સંસ્થા સમગ્ર ચિત્રનાં તેમને લગતાં  ધ્યેયો સાથે એકસૂત્રમાં સંકળાઈ રહેવા માટેની તેમની વ્યક્તિગત તેમજ સામૂહિક ક્ષમતામાં વધારો કરતાં રહે..

 સતત શીખતી રહેતી સંસ્થાનાં ઘડતર અંગેના કેટલાક  વિચારો તેમ જ જ્યારે આવું થાય છે, ત્યારે શી રીતે ટીમો મૂલ્ય ઉમેરવાનું શરૂ કરે છે, સતત શીખે છે અને સતત સુધારો કરે છે એ અંગે હવે પછીના મણકાઓમાં વાત કરીશું.


સ્ત્રોત સંદર્ભ:: Three Rituals For Constant Alignment And Learning

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો