બુધવાર, 3 એપ્રિલ, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : # ૬ એટલી જ નિશ્ચિતતા છે કે કાયમ તો કંઈ નિશ્ચિત નથી

 

અમેરિકાનાં બંધારણને બહાલી મળી ગયા બાદ બેન્જામીન ફ્રેંકલીને પોતાના મિત્રને લખેલું કે:આપણું નવું બંધારણ પ્રસ્થાપિત થઈ ચુક્યું છે, બધું એવું જણાય છે કે તે ટકાઊ નીવડશે, પણ આ દુનિયામાં મૃત્યુ અને કરવેરા સિવાય કશું જ નિશ્ચિત નથી. જોકે મૃત્યુ પણ ક્યારે અને કેમ આવશે એ ક્યાં ખબર છે. કરવેરાઓનું પણ એવું જ છે.

માનવ જાત, સતત, નિયમિતપણે બદલતી રહેતીકુદરતનો એક સાવ નાનો સરખો ભાગ છે. આ પરિવર્તનોમાં એક ચોક્કસ વલણ જોઈ શકાય - ઉનાળા પછી  ચોમાસું અને તે પછી શિયાળો દર વર્ષે આવે છે. કેટલી ગરમી કે ઠંડી પડશે કે કેટલો વરસાદ થશે એની નિશ્ચિતતા ક્યાં છે

આપણને ખબર છે કે અમુક બાબતો સાચી છે તો અમુક ખોટી છે; અને આ વિશે ઘણું બધું જ્ઞાન હોવા છતાં  એવી હજુ પણ કેટલી બાબતો છે જેનાં સાચાં કે ખોટાંપણાંની આપણને ખબર નથી. આપણે પણ કહીએ જ છીએ કે ભવિષ્યની બધી બાબતો વિશે આપણે ઓછે વત્તે અંશે અનિશ્ચિત છીએ, ભૂતકાળનું ઘણું બધું આપણાથી સંતાયેલું પડ્યું છે. તો વળી વર્તમાનની કેટલીય બાબતો વિષે આપણે પૂરી ખબર નથી. ચારે બાજુ અનિશ્ચિતતા છે અને તેનાથી કોઈ છૂટકારો પણ નથી. 

Dennis Lindley, અનિશ્ચિતતાની સમજણ Understanding Uncertainty (૨૦૦૬)[1]

અનિશ્ચિતતાને, મોટા મોટી, દેવાધીન, જ્ઞાનગત અને સત્ત્ત્વ મીમાંસા સંબંધિત, એમ ત્રણ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે. 

જ્ઞાનગત અનિશ્ચિતતા આપણને જેમાં રસ છે એવા વિષય કે તંત્ર વ્યવસ્થાનાં જ્ઞાનના અભાવમાંથી ઉદ્ભવે છે. 

દેવાધીન અનિશ્ચિતતા સામાન રીતે કુદરતની ઘટનાઓની સહજ અનિયમિતતામાથી પેદા થાય છે..

સત્ત્ત્વની મીમાંસા સ્વરૂપ અનિશ્ચિતતા કાર્યપદ્ધાતિઓ કે માન્યતાઓના અનુચિત ઉપયોગમાંથી પરિણમે છે.

જોખમ અને અનિશ્ચિતતાની સરખામણી 

·        જો ઉચિત પગલાંઓ લેવાયાં હોય તો, જોખમ સાથે કામ પાડવુ પ્રમાણમાં સરળ અને સહેલું છે.. જ્યારે સામાન્યપણે જાણીએ છીએ તેમ, અનિશ્ચિતતા ભવિષ્યની ઘટનાઓ વિશે અજાણ હોવાને કારણે છે.

·        અમેરિકન અર્થશાસ્ત્રી, ફ્રેન્ક નાઈટના કહેવા મુજબ, જોખમ માપી શકાય અને એથી તેની સંખ્યાત્મક માત્રા ગણી શકાય છે, તેની સામેભવિષ્યની ઘટનાઓની આગાહી કરવી શક્ય નથી એટલે અનિશ્ચિતતા બાબતે આવું કંઈ નથી કરી શકાતું.

·        જોખમ તો લઈ શકાય કે ટાળી શકાય, પણ અનિશ્ચિતતા તો એવી પરિસ્થિતિ છે જેનો સામનો કર્યે જ છૂટકો થાય. 

·        સંભવિત પરિણામો જાણી શકાય એમ હોય એટલે જોખમ ઉઠાવવાથી ફાયદો કે નુકસાન, કંઈ પણ, થઈ શકે, જ્યારે અનિશ્ચિતતાનાં પરિણામોની સંભાવનાઓની ખબર જ નથી પડતી.

નિશ્ચિતતા અને અનિશ્ચિતતાની આટલી અમથી ચર્ચાથી જ એટલું તો નિશ્ચિતપણે ફલિત થાય છે ક આ બાબતોનાં અનેક પાસાં છે અને દરેક પાસાંને ખાસ્સાં ઊંડાણમાં ગયે જ સમજાય તેમ છે. એટલે, હાલ પુરતું તો વધારાનાં વાંચનની યાદી બનાવીને અટકવું જોઈશે.

  • Heisenberg Uncertainty Principle


પ્રોફેસર બ્રાયન સ્ક્મિડ્ટ વ્યવાહારૂ જીવનમાં અનિશ્ચિતતા શી રીતે કામ કરે છે તેનું જીવંત અને વ્યવહારૂ નિદર્શન રજુ કરે છે. 

  • Uncertainty is the only certainty | Mark Goh | TEDxYouth@Toronto

પોતાની કારકિર્દીના લક્ષ્યોની વાત આવે ત્યારે લોકો પાસે એક સમગ્રદર્શી આયોજનની રૂપરેખા તૈયાર હોય છે. માર્ક ગોહ અહીં બતાવે છે કે કારકિર્દીની બાબતમં કેમ હંમેશાં અનિશ્ચિતતા હોય જ છે, જોકે જરૂરી નથી કે તે હંમેશાં નુકસાનકારક જ હોય. તેની સાથે કેમ કામ લેવું તે સમજાવવા માટે તેઓ પોતાની અને આસપાસનાં લોકોની જીંદગીમાંથી જ ઉદાહરણો લે છે. તેમનું કહેવું છે કે અનિશ્ચિતતા પર ભલે આપણો કાબુ ન હોય, પણ તેના પર કેમ પ્રતિભાવ આપવો એ તો આપણા હાથમાં છે. 

  • Uncertainty: The Best Gift You Never Wanted | Dave Prakash | TEDxSanLuisObispo


  • Risk -- the anatomy of chance and uncertainty: Grant Statham at TEDxCanmore

દરરોજ આપણે બધાં અનિશ્ચિતતાનાં વાતાવરણમાં જ પસાંદગીઓ અને નિર્ણયો કરતાં રહીએ છીએ. અનિશ્ચિતતાનાં ડહોળાં પાણીમાંથી આપણે થોડા તર્ક અને થોડી સૂઝની મદદથી માર્ગ કાઢતાં રહીએ છીએ. ૦ અને ૧ વચેની આ જગ્યા એ જોખમનું ક્ષેત્ર છે, જેની સાથે આપણો રોજનો પનારો છે. પણ એ જોખમની નીચે છુપાયેલી તેની રચનાને કેટલાં સમજતં હશે? જોખમ શું છે અને આપણે જે નિર્ણયો લેવાના છે તે સંદર્ભમાં કેટલાં તેનું વિશ્લેષણ કરતાં હશે? આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેમાં સંભાવનાઓ, પરિણામો, તેના તાપ કે છાયમાં ઉઘાડા ફરવું કે તેની સામે આપણી નિર્બળતાની શું ભૂમિકા છે અને શું તેનાં ફળ આવે છે? જકડી રાખતી આ રજૂઆતમાં, ગ્રાંટ સ્ટૅસ્થમ પોતાના જીવનકાળમાં વરિષ્ઠ જગ્યાઓએ અનુભવેલી જુદી જુદી કહાનીઓ, વિચારબીજો અને વિભાવનાઓને ચકાચૌંધ કરતી તસ્વીરો સાથે ગુંથીને આપણને જોખમનાં કેન્દ્ર સુધીની સફર કરાવે છે 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો