શુક્રવાર, 5 એપ્રિલ, 2024

અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા: અંતથી શરૂઆત કરીએ

 

ઉત્પલ વૈશ્નવ

આંખ સામે ચિત્ર ખડું કરવું, મોટે પાયે વિચારવું વગેરેના ફાયદા આપણને બધાંને ખબર છે.

પરંતુ ૯૦% લોકો સીધી લીટીમાં જ વિચારે છે - એક છેડેથી શરૂ અને બીજે છેડે અંત.

અહીં જ તક છુપાએલી છે. 

અવળેથી કડીઓ જોડવાની શરૂઆત કરવાની નિપુણતા કેળવીએ: અંતથી શરૂઆત કરીએ

અવળેથી કડીઓ જોડવી એ એક જાતનો ભુલભુલામણીના કોયડાનો સહેલોસટ ઉપાય છે. 'અંત' થી શરૂ કરીને રસ્તો ખોળતાં ખોળતાં 'શરૂઆત' સુધી પહોંચી જાઓ. જટિલ સમસ્યાઓને ઉકેલવાનો આ એક શક્તિશાળી ઉપાય છે. 

અવળેથી કડી જોડવાના ૩ આનુષંગિક લાભ:

૧. સમસ્યાઓ ઉકેલવાનાં કૌશલ્યમાં વધારો : અંતના લક્ષ્ય બિંદુ પર ધ્યાન આપવાથી મુશ્કેલ સમસ્યા નીવડી શકે એવાં મોટાં કામને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખવાની કળા આવડવા લાગે છે. બીજા શબ્દોમાં એ સફ થતી અવળી એન્જિનિયરિંગ પ્રક્રિયા છે.
૨. આયોજન પ્રક્રિયા ધારદાર બને છે : પહેલાં 'અંત'ની કલ્પના કરો. તેનાથી કામોની ગોઠવણી સ્પષ્ટ બની જાય છે તેમ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે શું શું જોઈશે તે સમજાઈ જાય છે. પરિણામ ? સુવ્યવસ્થિત, કાર્યદક્ષ આયોજન.
૩. સર્જનાત્મક કલ્પનાશક્તિ ખીલે છે : આ સીધી સટ રીત નથી. એ તો અભિનવ અભિગમ જ છે, જે અવનવા ઉપાયોને ખોળી લાવી શકે છે.

સ્ટીફન કોવીની અનુભવસિદ્ધ વાણી: "અંતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરો."


"The 7 Habits of Highly Effective People"ની આ લગડી જેવી ટકોર અવળેથી કડીઓ જોડવાનું હાર્દ સમજાવી જાય છે. (પુસ્તક ન વાંચ્યું હોય તો હજુ પણ વાંચી જજો. આભાર પછીથી જ માનજો!)

તમારાં લક્ષ્યનું ચિત્રમાં મનમાં દોરો અને પછી તેને પહૉંચવાનાં દરેક પગલાંને એ લક્ષ્ય ભણી કેન્દ્રિત કરો. 

આ પણ અજમાવો: અવળું મનોમંથન 

લક્ષ્ય દખાય છે ને? આટલું કરશો તો લક્ષ્યવેધ નક્કી છે. 

બસ, પછી પુછો: "કયાં પગલાં અહીં સુધી લઈ આવ્યાં?" પગલાંનાં એ નિશાન પર ઊંધી ગણતરી માંડો. જે જે સીમાચિહ્નો અને પગલાંઓ આ કેડીએ મળતાં જાય તેને નોંધતાં જાઓ.

પરંપરાગત આયોજનને આમ ઊંધી બાજુએથી જોવાથી નવી સૂઝ ખુલવા લાગે છે અને સીધી સફર દરમ્યાન ચુકાઈ ગયેલાં પગલાં સ્પષ્ટપણે દેખાવા લાગે છે.

પાદ નોંધ: અવળી ગણતરી માંડતાં માંડતાં સવળી ગણતરીને હાંસિયામાં ન ધકેલી દેતાં. સમજી ગયાંને ! હા, આમ પણ, તમને તો ઈશારો જ બસ છે નેઃ😊

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ | ૫ એપ્રિલ, ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો