બુધવાર, 1 મે, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો - તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક ઉદાહરણો : #૭ પરિવર્તન જ સ્થાયી છે

 

અત્યાર સુધી આપણે તાર્કિક વિરોધાભાસનાં કેટલાં રોજબરોજના સામાન્ય વપરાશમાં જોવા મળતાં ઉદાહરણો જોયાં. આ વિરોધાભાસી કથનો પહેલી નજરે જેટલાં સાવ સાદાં કથનો લાગે, તેટલો જ તેમાં રહેલો વિરોધાભાસ પણ છતો થતો જ હોય. આજનું આ કથન એવું છે કે તેમાં જે વિરોધાભાસ છે તે દરરોજ સામે આવતો હોય છે.

' મારૂં માનવું છે કે હેરાક્લિટસનું કહેવું છે કે બધું જ આવતું જતું રહે છે, કંઈ જ સ્થાયી નથી રહેતું. વર્તમાન સ્થિતિને નદીના પ્રવાહ સાથે સરખાવવી જોઈએ - એક જ નદીમાં એક સરખો પગ બે વાર નથી મુકી શકાતો. -  પ્લેટો.

'સિદ્ધાર્થ'માં હરમન હેસ સમજાવે છે કે બન્ને બાજુના કિનારા ત્યાંને ત્યાં જ ઊભેલા દેખાય છે, પણ તેમને અડીને સતત વહેતા રહેતા પાણીના પ્રવાહને કારણે એક એક ઘડીએ નવા જ રહે છે. સ્થાયી લાગતા કિનારા કે ત્યાં પડી રહેલા પથ્થરને કાળક્રમે ઘસારો લાગે છે અને એટલે અંશે તે પણ બદલાય છે. નદી અને જીવન, બન્નેનો ધર્મ છે કે વહેતાં રહેવું. વચ્ચે કોઈ અંતરાય આવે તો તેમાંથી વહેતા રહેવાનો માર્ગ તો ખોળી જ લેવો  રહ્યો.

હેરાસિલિટસ[1] પરિવર્તનના સાર્વત્રિક નિયમને સતત પરિવર્તનના સિદ્ધાંત તરીકે ઓળખાતી ત્રણ કેંદ્રસ્થ માન્યતાઓ જોડે સાંકળે છે, જે તાર્કિક અસંગતતા તરફ દોરી જાય છે.:

·        દરેક વસ્તુ સતત પરિવર્તન પામે છે. 

·        વિપરિતતામાં એકીકરણ છે (કોઈ વસ્તુનું ઊલટું તો જ ટકી શકે તો મૂળમાં પરિવર્તન થતું રહે.) 

·        બધું જ અસ્તિત્વ ધરાવે છે અને નથી પણ ધરાવતું. (વસ્તુનું સ્વરૂપ બદલાય મે સંદર્ભની સાથે માન્યતા બદલાય, પરંતુ મૂળ તો હતું તેવું રહે છે. નરસિંહ મહેતા કહે છે તેમ 'નામ રૂપ ઝુઝવાં, અંતે તો હેમનું હેમ હોય')

તેમનાં કથનોમાં જે મોટો વિરોધાભાસ છે તે એ છે કે પરિવર્તનની હાજરી, અનુભૂતિ, પરિવર્તન નથી પામતી. મુદ્દો એ છે કે મૂળ વસ્તુ ભલે બદલી ન હોય, પણ (તેના સંદર્ભમાં) અમુક વસ્તુઓ બદલાવાને કારણે અન્ય વસ્તુઓનું અસ્તિત્વ શક્ય બને છે.  બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઘટકોમાં થતું પરિવર્તન ઉચ્ચ સ્તરનાં જગતને સાતત્ય બક્ષે છે. આમ, દુનિયાને મૂળે અસ્થાયી પ્રકૃતિની કોઈ વસ્તુ સાથે સાંકળવાને બદલે પરિવર્તનના નિયમ દ્વારા ચાલતી રહેતી પ્રક્રિયા સાથે સાંકળીને પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જોઈએ. [2]

પ્રકૃતિનો પરિવર્તનનો નિયમ પણ માનવ  નૈતિકતાને અસર કર્યા વિના કેમ રહે! કાબે અર્જુન મારીયો, વહી ધનુષ, વહી બાણ. તો પછી નશ્વર એવા મનુષ્યનાં નૈતિક મૂલ્યો અને ધોરણો બદલાતાં રહે તેમાં આશ્ચર્ય કે દુઃખ શા માટે હોવું જોઈએ? જન્મ થી માંડીને મૂત્યુ સુધી માનવ મન પરિવર્તન પામતું રહે છે. મૂત્યુ પછી, હિંદુ માન્યતા મુજબ, આત્મા પણ એક શરીરને બદલીને બીજું શરીર લે છે. આમ કાલાતીત, અમર, અવિનાશી આત્મા પણ દેખીતી રીતે તો પરિવર્તનમાંથી પસાર થાય છે. આ સમજને જે નથી સ્વીકારી શકતું તે દુઃખી થાય છે.

ડાર્વિનના સિદ્ધાંતનું એક અર્થ એવો પણ કરાતો રહો છે કે સૌથી વધારે સશક્ત કે બુદ્ધિશાળી જાતિ ટકતી નથી, ટકી તો એ જ શકે છે જે સમય સાથે થતાં પરિવર્તન સાથે કદમ મેળવી શકે છે. તાકાતવાળૂ, અક્કડ, વૃક્ષ આંધીની સામે ટકતું નથી, પણ પવનની થાપટ સાથે ઝુકતી રહેતી વેલ /  છોડ ટકી જાય છે. અનુકૂલન સાધવાની વાતના સંદર્ભમાં માણસે કુદરત પાસેથી એ શીખવાનું છે કે બદલતી રહેતી કુદરત પોતાની આગવી ઓળખ, તેની કુદરતી સંરચના નથી બદલતી. સાપ કાંચળી ઉતારે છે, પણ તેથી તે સાપ થવામાંથી બદલી નથી જતો, તેમ અનુકૂલન સાધવાને બહાને વ્યક્તિએ પોતાનાં મૂલ્યો સાથે સમાધાન કરવાની જરૂર નથી.

પરિવર્તનનાં સાતત્ય વિશે નીચે કેટલુંક વધારાનું સાંદર્ભિક સાહિત્ય ટાંક્યું છે, એટલે આ ચર્ચાની સમાપ્તિ બે વિચાર કણીકાઓથી કરીશું.

 'પરિવર્તન જીવનનો નિયમ છે. જે ભૂતકાળ કે વર્તમાન તરફ જ દૃષ્ટિ કરી રાખે છે તે આવી રહેલાં ભવિષ્યને નથી જોઈ શકતુંં'. -અ જોહ્ન એફ કેનેડી

'જીવન સહજ અને સ્વયંસ્ફુરિત પરિવર્તનોની શ્રેણી છે. તેનો વિરોધ કરવાથી તો સામે દુઃખ જ મળશે. જીવનને તેના સ્વાભાવિક ક્રમમાં આગળ વહેવા દો.' - લાઓત્સુ

 

આવો આવો લોકો

જ્યાં પણ ફરતાં કરતાં હો

સ્વીકારો કે પાણી

તમારી આસપાસ વધી રહ્યાં છે

જેટલું જલદી બને એટલું સ્વીકારો

અંદર હાડકાં સુધી પલળી જશો

 

 

Come gather ’round people

Wherever you roam

And admit that the waters

Around you have grown

And accept it that soon

You’ll be drenched to the bone

 

 

તમારો સમય જો

બચાવવા યોગ્ય હોય

તો તરવા લાગો નહીં તો પથ્થરની જેમ ડૂબી જશો

કેમકે સમય બદલતો જ રહે છે

 

 

If your time to you

Is worth savin’

Then you better startswimmin’ or you’ll sink like a stone

For the times they are a-changin’

               બૉબ ડાયલન

- ‘‘The Times They Are A-Changin’’’ (1963)

 

                                     Bob Dylan

    - ‘‘The Times They Are A-Changin’’’ (1963)

 

વધારાનું વાંચન:

When Change is the Only Constant - Kirsten Wolberg

Change: The Only Constant | Arit Mukherjee | TEDxYouth@GEMSModernAcademy

આપણા જીવનમાં પરિવર્તન એ સતત અને સ્વાભાવિક પરિબળ છે. માણસજાત માંડ પરિવર્ત્ન સ્વીકારે છે. પરિવર્તન કેમ સ્વીકારવું વગેરે વિશે અરિત અહીં વાત કરે છે. 

Change is your only constant | Trent Clark | TEDxHBU

માઈક્રોબાયોલોજી અને ઈમ્મ્યુનોલોજીનાં ઉદાહરણો વડે બતાવાયું છે કે પરિવર્તનોને કારણે માનવજાત કેમ ટકી શકી છે અને આગળ વધી શકી છે.

CHANGE IS INSPIRING, INEVITABLE AND THE ONLY CONSTANT | અપૂર્વ ચમરીઆ જૈસે થી માથી ઉદભવતા અસંતોષમાંથી નવો વિચાર  કે સ્ટાર્ટ્અપ જન્મ લે છે તેની વાત કરે છે. નવું વિચારબીજ ધરમૂળથી નવો વિચાર હોઈ શકે કે પછી કોઇ સીધો સાદો સુધારો પણ હોઈ શકે. ઘર્ષણવિહિન અર્થવ્યવસ્થા માટે બન્નેનો ફાળો મહત્ત્વનો છે.

In agriculture, the only constant is change | Bruce Rastetter | TEDxFargo

દુનિયાનો સૌથી જૂનો ઉદ્યોગ હોવા છતાં કૃષિ ક્ષેત્રે, ઉત્પાદકતા અને સંપોષિતાના સંદર્ભે, ઓછાંમાથી વધારે મેળવવાના, ફેરફારો થતા જ રહે  છે. આ ફેરફારો સ્વીકારશે તેને હ દુનિયામાં મોટી સફળતા વરશે

પુસ્તકો:

Thriving Through Uncertainty  - Moving Beyond Fear of the Unknown and Making Change Work for You - Kieves, Tama J,

Real Change - Mindfulness to Heal Ourselves and the World - Salzberg, Sharon,

The Universe Has Your Back - Transform Fear to Faith –

Make Change - How to Fight Injustice, Dismantle Systemic Oppression, and Own Our Future - King, Shaun, 1979

Living Beautifully With Uncertainty and Change - Chödrön, Pema

Change Your Thoughts, Change Your Life - Living the Wisdom of the Tao - Dyer, Wayne W.

Every Time I Find the Meaning of Life, They Change It - Wisdom of the Great Philosophers on How to Live - Klein, Daniel M., 1939-

How Change Happens -  Sunstein, Cass R,

Creative Change - Why We Resist It-- How We Can Embrace It - Mueller, Jennifer, 1972




[1] The Philosopher Of Change & Paradox


[2] Heraclitus (fl. c. 500 B.C.E.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો