જુદા જુદા દૃષ્ટિકોણ બાબતે આપણે કેટલાં ખુલ્લાં મનનાં છીએ તેનો સીધો સંબંધ આપણે કોઈ પણ વિષય વિશે વધારે જાણતાં હઈશું તેની સાથે છે. બર્ટ્રાન્ડ રસેલ તો કહે જ છેઃ આ દુનિયામાં તકઈફ જ મોટી એ છે કે મુર્ખાઓ જડબેસલાકપણે ખાત્રી ધરાવતાં હોય છે, અને સમજુ લોકો શંકાકુશંકામાંથી બહાર જ નથી આવી શકતાં'.
આજના અમને-તો-બધી-ખબર પડે
વાળાં લોકોથી ભરેલી દુનિયામાં, બીજાંને
ખરેખર સાંભળવાની અને જાહેરમાં અજ્ઞાનને સ્વીકારી શકવાની તૈયારી રાખવી એ દાદ આપવા લાયક
વિશેષતાને હવે બૌદ્ધિક નમ્રતા (Intellectual Humility[IH])) કહે છે. એ માત્ર વિકસાવી શકાય એવું જ કૌશલ્ય નથી પણ તે સાંસ્કૃતિક યુદ્ધોને પણ
ખતમ કરી શકે છે.
મિશિગનની હોપ કૉલેજના
મનોવૈજ્ઞાનિક ડેરીલ વૉન તોંગેરન કહે છે કે 'દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંંઈક તો શીખવાનું મળે જ છે'.
લગભગદરેક ધાર્મિક કે
સાંસ્કૃતિક પરંપરામાં જેનાં મૂળિયાં છે એ IH સાવ દેખીતી રીતે સમજાય કે દેખાય અને જીવનનાં રહસ્ય વચ્ચેનો જ્ઞાનની ભરતીઓટનો
કાંઠાળ પ્રદેશ છે.
જ્ઞાન સતત પુનરાવર્તિત થતી
પ્રક્રિયા છે. જો મોટા અક્ષરે લખેલ સત્ય શું એ
ખબર પડી જાય તો પછી 'ખોટાં' અને 'સાચાં'વચ્ચેના આપણા આંટાફેરા બંધ
થઈ જાય છે. બસ, પછી આપણે પછી થોડું ઓછું
ખોટું કે તેનાથી થોડું ઓછું ખોટું કે તેનાથી હજુ થોડું ઓછું ખોટ વચ્ચે અટવાયા કરીએ
છીએ. આપણે સત્યની નજ્દીક પહોંચતાં હોઈએ એમ લાગે, પણ કદી પહોંચતાં નથી..
એટલે, સુખ કે હેતુના દૃષ્ટિકોણના
સંદર્ભમાં, આપણા માટે અંતિમ 'સાચું' સોધવામાં પડવાને બદલે આપણાં આજે જે કંઈ ખોટું છે તેનાં એક એક પડ ઉખેળતાં જઈને
આવતી કાલે ઓછાં ખોટાં હોવાનો માર્ગ ખોલવો જોઈએ.
વધારાનું
વાંચન:
Why
you think you’re right, even when you’re wrong -
Why we are wrong when we think we are right | Chaehan So
Why you think you're right, even if you're wrong | Dave Slomka
You think you're right but you're wrong...
Is It Wrong to Think You're Right?
Even if you are right, doing the wrong thing is wrong: The Game Stop Story
Why do we believe things that aren't true? | Philip Fernbach
Why the majority is always wrong | Paul Rulkens
On being wrong | Kathryn Schulz
The Art Of Being Wrong - How To Be Humble
How to overcome your mistakes
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો