બુધવાર, 5 જૂન, 2024

ધર્મનિરપેક્ષ જાતિઓનાં પ્રતિકો - દેવદત્ત પટ્ટનાઈક

ગુડગાંવનું પુનઃ નામકરણ ગુરુગ્રામ કરવામાં આવ્યું  મહાભારતમાં પાંડવોના રાજકુમારોના શિક્ષક ગુરુ દ્રોણ-આચાર્યના નામ પરથી. જોકે, આ તદ્દન નામકરણ નથી કારણ કે તે સંસ્કૃતી કરણ અથવા ભારતીય સૌમ્યીકરણ છે. 'શિક્ષકનું ગામ' કહેવાની સ્થાનિક હરિયાણવી રીતને હવે પોલિશ્ડ શહેરના રહેવાસીઓના સ્વાદને અનુરૂપ બનાવવામાં આવી છે. ભારત પર ઇંન્ડીયાનો વિજય! બંગાળીમાં કહે છે તેમભોદ્રલોક’ (ઉચ્ચ વર્ગ)ચોટલોક’ (નીમન વર્ગ) ની ભાષાને નકારી કાઢે છે.

 એક ખૂબ જ આદરણીય કલા વિદ્વાને, તેમની બિનસાંપ્રદાયિક ઓળખાણ સાબિત કરવા માટે ઉત્સુકતાથી ટ્વિટ કરે છે કે કેવી રીતે આ 'ગુરુ' (આ અવતરણ ચિહ્નો તેમનાં છે)  તેના રાજવંશી વિદ્યાર્થીઓના જાતિ વિશેષાધિકારોને જાળવી રાખવા માટે એક આદિવાસી યુવક,એકલવ્ય,નો જમણો અંગૂઠો છીનવી લેવા માટે જવાબદાર છે. આમ, અચાનક નામ બદલવાની વાતને જ્ઞાતિસાથે સંકળાયેલો વળાંક આપવામાં આવી રહ્યો છે. ગુડગાંવથી ગુરુગ્રામ સુધીની હિલચાલને હવે સૌમ્યીકરણ (જે તે ખરેખર તો છે)ને બદલે બ્રાહ્મણીકરણ તરીકે જોવામાં આવી રહ્યું છે (જે તે નથી, કારણ કે તે હંમેશા સ્થાનિક રહેવાસીઓ માટે ગુરુનું ગામ હતું). મહાકાવ્યના નાયકોની અને ધાર્મિક ચિહ્નોની ઘણી અપૂર્ણતાઓ માટે આ પ્રકારનો ઉપહાસ - અને જો એમ કરવાનું એક વાર નક્કી કરો તો ઘણા મળી રહેશે - એ 'તર્કસંગત વિચાર' ની શ્રેષ્ઠતા સાબિત કરવા અને 'ધર્મનિરપેક્ષ ઓળખપત્ર' સ્થાપિત કરવા માટે વધુને વધુ વ્યાપક બનતું જોવા મળતું વર્તન છે.

તેમના મસ્તિષ્કમાં સંભળાતા અવાજથી પ્રેરાઈને પોતાના બાળકોની હત્યા કરવા માગતા પયગંબરો, અનાથ યુવતીઓને લગ્ન કરીને 'બચાવતા' પ્રબોધકો, ફ્રોક પહેરીને ફરતા ધાર્મિક નેતાઓ અને ત્રાસ ગુજારવામાં વપરાતાં, વધસ્થંભ, ખીલાઓ જેવાં સાધનોની પૂજા કરતી ધાર્મિક સંસ્થાઓ વિશે ટુચકાઓથી ઈન્ટરનેટ છલકાઈ ગયું છે. જે લોકો પોતાના લગ્નવિચ્છેદ પછીથી 'પ્રબુદ્ધ' બને ​​છે, પવિત્ર પુરુષો તરીકે પૂજવામાં આવે છે એવા નગ્નવાદીઓ, અનેક હાથ, પગ અને માથાવાળા વિકૃત પુરુષો અને સ્ત્રીઓ કે જેઓને દૈવી તરીકે જોવામાં આવે છે, ધૂમ્રપાન કરનારા યોદ્ધાઓ જેઓનાં દર્શન કરે છે. યુદ્ધભૂમિ પર ભગવાન, ભક્તો કે જેઓ લૈંગિક સ્વરૂપ દેખાતી વસ્તુઓની પૂજા કરે છે એ બધાં આ ટુચકાઓમાં ઉમેરો કરે છે.

શું આ સારી રમૂજ છે? અથવા શું આ માત્ર અતિસંવેદનશીલ રૂઢિચુસ્ત ઉગ્રવાદીઓને ઉશ્કેરવાનો કે તેમના ખર્ચે થોડી મજા  માણી લેવાનો, એક માર્ગ છે? શું આ બૌદ્ધિક પજવણી કે મનોવૈજ્ઞાનિક ગુંડાગીરી છે? કે પહેલાં બીજાની મજાક કરવી અને પછી 'વાણી સ્વાતંત્ર્ય'ની દલીલ કરવાની સત્તાની રમત છે? પશ્ચિમમાં, કોઈની બિનસાંપ્રદાયિક ઓળખાણ સાબિત કરવા માટે, કોઈપણ કિંમતે ઈસ્લામનો બચાવ કરવો જરૂરી છે, આતંકવાદને ખરાબ રાજકારણ અને અર્થશાસ્ત્રના એવાં પરિણામ તરીકે જુઓ જેમાં કોઈ પણ ધાર્મિક વિચારધારાનો કોઈ પ્રભાવ નથી. જાણીતા અમેરિકન વિદ્વાન સેમ હેરિસનું કહેવું હતું કે ઇસ્લામને પણ ખ્રિસ્તી સુધારણાની તર્જ પર સુધારણાની જરૂર છે, એટલે તેમના સાથી 'તર્કવાદીઓ (રેશનાલિસ્ટ્સ)' દ્વારા દમદાટી ભરાવવામાં આવતી હતી.

ભારતમાં, કોઈની બિનસાંપ્રદાયિક ઓળખાણ સાબિત કરવા માટે, તે હંમેશા હિન્દુ ધર્મની ટીકા કરતા જોવામાં આવે તે જરૂરી છે. તેથી હિંદુ પૌરાણિક કથાઓ પરના મારા લખાણની તરત જસોફ્ટ હિંદુત્વતરીકે ઠેકડી ઉડાવવામાં આવે છે, જે કોઈપણ સ્વાભિમાની તર્કવાદી, ઉદારવાદી ધર્મનિરપેક્ષ વ્યક્તિ માટે અજુગતી છે. અમુક ધર્મોની આવી પસંદગીયુક્ત - ક્યારેક ઇસ્લામ પ્રત્યે તો ક્યારેક હિંદુત્વ પ્રત્યે તીવ્ર અણગમાયુક્ત - ટીકા  એ બિનસાંપ્રદાયિકતાનો આધુનિક આચારસંહિતા છે.

આદિવાસીઓની જેમ, મોટાભાગના ધર્મોમાં ઓળખની બાહ્ય ભૌતિક સંજ્ઞાઓ છે: જેમકે હિન્દુત્વનો ભગવો રંગ, રૂઢિચુસ્ત મુસ્લિમો માટે મૂછ વિનાની દાઢી, ખ્રિસ્તી મિશનરીઓ માટે ગળામાં વધસ્થંભ, રૂઢિચુસ્ત યહૂદીઓ માટે ટોપી અને વાંકડિયા વાળ. જો કે, બિનસાંપ્રદાયિકતાનું કોઈ 'પ્રતીક' નથી. માત્ર વાણી છે. અને તેથી 'જુલમી' ગણાતા એક ધર્મને ઠેસ પહોંચાડવી અથવા 'દલિત' ગણાતા બીજા ધર્મનો બચાવ કરવો એ પોતાની શ્રદ્ધા સાબિત કરવાની ચાવી છે. બિનસાંપ્રદાયિકતાએ પોતાને આ રીતે વૈશ્વિક વિવેચનને અંકુશમાં લેવા માગતી  અને એ રીતે'વિશ્વને બચાવવા' માંગતી અનેક લડાયક જાતિઓમાંની એક બનાવી છે.

  • મિડ – ડે માં ૧૭  એપ્રિલ , ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Symbols for the secular tribe નો અનુવાદ પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા

·       અનુવાદકઃ અશોક વૈષ્ણવઅમદાવાદ ‖  ૫ જૂન ૨૦૨૪ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો