બુધવાર, 12 જૂન, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૬]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ ()થી આગળ

ટ્રિબ્યુન, ૧૯૪૪  

૧૯ મે૧૯૪૪

મિસ વેરા બ્રિટનનું ચોપાનિયું, સીડ ઓફ કેઓસ (અરાજકતાનું બીજ), અંધાધૂંધ અથવા 'વિનાશકારી' બોમ્બવર્ષા પર છટાદાર હુમલો છે. તેઓ કહે છે કે, 'આર. એ . એફ (R.A.F) ના છાપાઓને કારણે, 'જર્મની, ઇટલી અને જર્મની કબજા હેઠળનાં શહેરોમાં હજારો નિઃસહાય અને નિર્દોષ લોકોને જે યાતનાઓ ભોગવવી પડે છે તે  મધ્ય યુગના સૌથી ખરાબ સિતમો સાથે સરખાવી શકાય તેમ છે. 'બોંબમારાના જનરલ ફ્રાન્કો અને મેજર-જનરલ ફુલર જેવા જાણીતા વિરોધીઓ, આના સમર્થનમાં બહાર આવ્યા છે. મિસ બ્રિટન, તેમ છતાં, શાંતિવાદી દૃષ્ટિકોણ લેતી નથી. તે દેખીતી રીતે, યુદ્ધ જીતવા માટે તૈયાર અને બેચેન છે. તે તો માત્ર ઇચ્છે છે કે આપણે યુદ્ધની 'કાયદેસર'ની પદ્ધતિઓને વળગી રહીએ અને નાગરિક વસ્તી પર બોમ્બવર્ષા  કરીએ., તેમને ડર છે કે પછીની પેઢીઓની નજરમાં આપણી પ્રતિષ્ઠાને આવાં કૃત્યોને કારણે  કાલીમા લાગશે. તેમનું ચોપાનિયું એ બોમ્બિંગ પ્રતિબંધક સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેણે એવાં જ શીર્ષકો સાથે અન્ય લોકોનાં ચોપાનિયાંઓ પણ પ્રકાશિત્ કર્યા છે.

હવે, કોઈ પણ સમજુ વ્યક્તિ બોમ્બ વર્ષા કે યુદ્ધના અન્ય કોઈ ઓપરેશન વિશે અણગમા સિવાય કંઈપણ ધ્યાનમાં લેતું નથી. બીજી બાજુ, કોઈ પણ વ્યાવહારિક વ્યક્તિ પછીની પેઢીના અભિપ્રાય માટે કરીને રૂવાડું ફરકવા જેટલી પણ પરવા કરતી નથી.  એક બાજુ યુદ્ધને એક સાધન તરીકે સ્વીકારવામાં અને તે સાથે જ બીજી બાજુ તેની વધુ દેખીતી રીતે અસંસ્કારી લાક્ષણિકતાઓની જવાબદારીથી છટકવાની બાબતે યુદ્ધ ખૂબ જ અપ્રિય છે. શાંતિવાદ એ એક સમર્થનલાયક સ્થિતિ છે, જો તમે તેનાં પરિણામ ભોગવવા તૈયાર હો. પરંતુ 'મર્યાદિત' અથવા 'માનવીય બને તેવાં' યુદ્ધની બધી વાતો નર્યો બકવાસ છે, જે એ હકીકત પર આધારિત છે કે સરેરાશ માનવી ક્યારેય ફેશન તરીકે વપરાતા શબ્દોનાં પરીક્ષણ કરવાની ક્યારેય તસ્દી લેતો નથી.
આ સંદર્ભમાં  ‘નાગરિકોની હત્યા’, ‘મહિલાઓ અને બાળકોની હત્યા’ અને ‘આપણા સાંસ્કૃતિક વારસાનો વિનાશ’ આવા થોડાક ફેશનપરસ્ત શબદપ્રયોગો છે. એવું સ્પષ્ટપણે માની લેવામાં આવે છે કે હવાઈ બોમ્બવર્ષાજમીની યુદ્ધ કરતાં આ પ્રકારનાં નુકસાનો વધુ કરે છે.

જ્યારે તમે જરા નજીકથી જુઓ છો, ત્યારે તમને સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે : સૈનિકો કરતાં નાગરિકોને મારવા શા માટે ખરાબ છે? દેખીતી રીતે, જો કોઈપણ રીતે ટાળી શકાય તેવું હોય તો બાળકોને મારવા જોઈએ નહીં, પરંતુ તે ફક્ત પ્રચાર પત્રિકાઓમાં જ હોય છે કે દરેક બોમ્બ શાળા અથવા અનાથાશ્રમ પર પડે છે. બોમ્બ વસ્તીના દરેક વર્ગને મારી નાખે છે; પરંતુ તેમાં અમુક વર્ગની જ ખાસ પસંદગી કરવી એવું નથી બનતું. સામાન્ય રીતે બાળકો અને સગર્ભા માતાઓ બહાર કાઢી લેવા આવનાર વર્ગમાં સૌ પ્રથમ હોય છે, કેટલાક યુવાનો સેનામાં દૂર દૂર લડવા ગયા હશે. એટલે એમ માની શકાય કે સંભવતઃ અપ્રમાણસર રીતે મોટી સંખ્યામાં બોમ્બ પીડિતો આધેડ વયના હશે. (જોકે, 'અત્યાર સુધી, જર્મન બોમ્બે આ દેશમાં છ થી સાત હજાર બાળકોના મોત નીપજ્યાં છે. હું માનું છું કે, તે જ સમયગાળામાં માર્ગ અકસ્માતોમાં માર્યા ગયેલા આંક કરતાં આ સંખ્યા ઓછી છે.) બીજી બાજુ, 'સામાન્ય' અથવા 'કાયદેસર' 'યુદ્ધ' યુવા પુરૂષ વસ્તીના તમામ સ્વસ્થ અને બહાદુર લોકોને પસંદ કરે છે અને કતલ કરે છે. દર વખતે જ્યારે જર્મન સબમરીન તળિયે જાય છે ત્યારે લગભગ પચાસ જેટલા સુંદર શરીર અને સારી માંસિક સ્થિતિમાં હોય એવા યુવાનો સબમરીનમાં  ગૂંગળામણના શિકાર થાય છે. તેમ છતાં જે લોકો 'નાગરિક બોમ્બિંગ' શબ્દો પર તેમના હાથ રાખી બેઠાં હશે તેઓ  'અમે એટલાન્ટિકનું યુદ્ધ જીતી રહ્યા છીએ' જેવા શબ્દસમૂહોનું સંતોષ સાથે પુનરાવર્તન કરશે. ઈશ્વર જાણે છે કે જર્મની અને કબજે કરેલા દેશો પરના અમારા વીજળીક હુમલાઓએ કેટલા લોકોને મારી નાખ્યા છે અને મારી નાખશે, પરંતુ તમે ચોક્કસ કહી શકો છો કે રશિયન મોરચે જે કતલ થઈ છે તેની નજીક તે ક્યારેય નહીં આવે.
ઈતિહાસના આ તબક્કે યુદ્ધ ટાળી શકાય તેવું નથી, અને તે થવાનું જ હોવાથી તે મને ખરાબ લાગતું નથી કે યુવાનો સિવાય અન્ય લોકો પણ યુદ્ધમાં ખપી જાય. મેં ૧૯૩૭માં લખ્યું હતું કે:ક્યારેક એ વિચારવું મારા માટે દિલાસો છે કે વિમાન યુદ્ધની પરિસ્થિતિઓને બદલી રહ્યું છે. કદાચ જ્યારે આગામી મહાન યુદ્ધ આવશે ત્યારે આપણે, બડાશખોર
દેશભક્તની છાતીમાં ગોળીનાં છિદ્ર જેવાં, એવાં દૃશ્યો જોઈશું જે અત્યાર સુધીના તમામ ઇતિહાસમાં અભૂતપૂર્વ હશે. આપણે હજુ સુધી કદાચ જોયું નથી (જે શબ્દપ્રયોગોનૉ વિરોધાભાસ કહી શકાય) કે આ યુદ્ધમાં છેલ્લા યુદ્ધ કરતાં પીડા સહન કરવાનું વધુ સમાનરૂપે વહેંચાયું  છે.  યુદ્ધને શક્ય બનાવનાર વસ્તુઓમાંથી એક બાબત, નાગરિકની પ્રતિકરક શક્તિ તહસનહસ થઈ ગઈ છે. મિસ બ્રિટનની વિચારસરણીથી વિપરીત, મને તેનો અફસોસ નથી. હું માની શકતો નથી કે યુદ્ધ યુવાનોની કતલ સુધી સીમિત રહે તો  'માનવીયકારક' છે અને જો વૃદ્ધોની પણ હત્યા થાય છે તો તે 'બર્બર' બની જાય છે.
યુદ્ધને 'મર્યાદિત' કરવાના આંતરરાષ્ટ્રીય કરારોની વાત કરીએ તો, જ્યારે તે તેમનો ભંગ કરવામાં ફાયદો હોય ત્યારે ત્યારે એવા કરારો ક્યારેય પળાતાયુદ્ધમા નથી. છેલ્લા યુદ્ધના ઘણા સમય પહેલા રાષ્ટ્રો યુદ્ધમાં ઝેરી ગેસનો ઉપયોગ ન કરવા માટે સંમત થયા હતા, પરંતુ તેઓએ તેનો ધરાર ઉપયોગ કર્યો હતો. આ વખતે તેઓએ એમ કરવાનું માત્ર એટલા માટે ટાળ્યું છે કે ચળવળ પ્રેરિત યુદ્ધમાં ઝેરી ગેસનો ઉપયોગ તુલનાત્મક રીતે બિનઅસરકારક છે, કેમકે નાગરિક વસ્તી સામે તેનો ઉપયોગ નિશ્ચિતપણે બદલો લેવા ઉશ્કેરશે. એબિસિયનો જેવા જે દુશ્મન વળતો પ્રહાર કરી શકે તેમ ન હોય તેમની સામે ઝેરી ગેસ્નો છૂટથી ઉપયોગ કરાય છે. યુદ્ધ તેની પ્રકૃતિથી જ  અસંસ્કારી છે, એ સ્વીકારવું વધુ સારું છે. જો આપણે આપણી જાતને આપણે જેવા છીએ તેવા ક્રૂર તરીકે જોઈએ છીએ, તો થોડો સુધારો શક્ય છે, અથવા તો કમસેકમ, એવું વિચારી તો શકાય એમ છે.

ટ્રિબ્યુનના પત્રવ્યવહારનો નમૂનો:

યહૂદીના નાણાં વડે દોરવાતા સંપાદકને,
ટ્રિબ્યુન,
લંડન. 

પોલિશ આર્મીમાં યહૂદીઓ.
તમે સતત અમારા બહાદુર પોલિશ સાથીઓ પર હુમલા કરતા રહો છો કેમકે કે ઉપદ્રવી યહૂદી જંતુઓની સાથે કેમ કામ લેવું એ એ લોકો બરાબર જાણે છે. તેઓ એ પણ જાણે છે કે બધા યહૂદીના નાણાં વડે દોરવાતા સંપાદકો અને સામ્યવાદી અખબારો સાથે કેવી રીતે વર્તવું. અમે જાણીએ છીએ કે તમે યુરોપના જુનવાણી યહુદીઓ અને સોવિયેટ્સના પગાર ખાઓ છો. તમે બ્રિટનના દુશ્મનોના મિત્ર છો! ગણતરીનો દિવસ નજીકમાં છે. સાવધાન. બધા યહૂદી પિગ હિટલરના માર્ગે ખતમ થશે - યિડ્સથી છૂટકારો મેળવવાનો એ  એકમાત્ર રસ્તો છે. યહુદીઓનો નાશ થાઓ.

રેમિંગ્ટન ટાઈપરાઈટર (પોસ્ટમાર્ક S.W.) પર ટાઈપ કરેલું, અને, જે મારા હિસાબે એક રસપ્રદ વિગત એ છે આ કાર્બન કોપી છે        .

આ પ્રકારનો લોકોથી થોડી પણ પરિચિત વ્યક્તિ જાણે છે કે ગમે તે ખાતરી આપો, ગમે તે દાખલા કે ગમે તેવો સૌથી નક્કર પ્રકારનો કોઈ પુરાવો આપો તો પણ આ લેખકને ક્યારેય ખાતરી આપી શકાશે નહીં કે ટ્રિબ્યુન એ સામ્યવાદી અખબાર નથી અને સોવિયેત સરકારના પગારમાં નથી. ફાશીવાદીઓની એક ખૂબ જ વિચિત્ર લાક્ષણિકતા છે - હું નવા નવા ફાશીવાદીઓ વિશે વાત કરી રહ્યો છું: હું માનું છું કે ગેસ્ટાપો વધુ ચાલાક છે - કે તેઓ એટલું સમજવામાં નિષ્ફળ રહે કે દરેક ડાબેરી પક્ષો એકબીજાથી અલગ છે અને કોઈ પણ રીતે સમાન વસ્તુ પર લક્ષ્ય રાખતા નથી. હંમેશા એવું માનવામાં આવે છે કે, બાહ્ય દેખાવ ગમે તે હોય તેઓ બધા એક જ માળાનાં પંખીઓ છે. મારી પાસે છે એવા મોસ્લી'સ બ્રિટિશ યુનિયન ક્વાર્ટરલીના પહેલા અંકમાં,   (જોગાનુજોગ, તેમાં જેને જરા પણ ઓછા ન આંકી શકાય એવા મેજર વિડકુનનો લેખ છે), હું જોઉં છું કે વિન્ડહામ લેવિસ પણ સ્ટાલિન અને ટ્રોસ્કીને સમકક્ષ વ્યક્તિઓ ગણે છે. તેમના સ્પેનિશ રિહર્સલમાં, આર્નોલ્ડ લુન, તો વળી હકીકતે એવું સૂચન કરે છે કે ટ્રોત્સ્કીએ સ્ટાલિનની સૂચનાઓ પર ફોર્થ ઈંટરનેશનલની શરૂઆત કરી હતી.

એ જ રીતે, મારા અનુભવ પ્રમાણે બહુ ઓછા સામ્યવાદીઓ માનવા તૈયાર છે કે ટ્રોત્સ્કીવાદીઓ હિટલરના પગારમાં નથી. મેં કેટલીકવાર એ દર્શાવવાનો પ્રયોગ અજમાવ્યો છે કે જો ટ્રોટસ્કીવાદીઓ હિટલર અથવા કોઈના પગારમાં હોય, તો તેમની પાસે ક્યારેક-ક્યારેક તો પૈસા હોય. પરંતુ તેનો કોઈ અર્થ નથી, કેમકે આવી નોંધ જ કોઈ લેતું નથી. એ જ રીતે, યહૂદીઓની ચાલબાજીન્ને લગતી માન્યતાની, કે ગમે તે રાજકીય રંગના હોય પણ તમામ અંગ્રેજો એક બીજા સાથે ગુપ્ત કાવતરામાં ભળેલા છે એવી ભારતીય રાષ્ટ્રવાદીઓમાં પ્રવર્તતી વ્યાપક માન્યતાની પણ કોઈ નોંધ લેવા તૈયાર નથી. ક્રાંતિકારી સંગઠન તરીકે ફ્રીમેસન્સમાંની માન્યતા એ બધામાં સૌથી વિચિત્ર છે કે આ દેશમાં બફેલોસની આવી વાત માનવું એટલું જ વ્યાજબી હશે. હમણાં નહી તો એક પેઢી કરતાં પણ ઓછા સમય પહેલાં, કેથોલિક સાધ્વીઓ એમ માનતાં કે મેસોનિક મેળાવડાઓમાં ડેવિલ વ્યક્તિઓ પૂંછડી બહાર આવી માટે ટ્રાઉઝરમાં કાણાં સાથે સંપૂર્ણ સાંજનો ડ્રેસ પહેરેલી જો વામળે  છે. એક અથવા બીજા સ્વરૂપે આ પ્રકારની બાબતો  લગભગ દરેક વ્યક્તિ પર હુમલો કરતી હોય તેવું લાગે છે, જે દેખીતી રીતે આપણા સમયની કેટલીક અસ્પષ્ટ મનોવૈજ્ઞાનિક જરૂરિયાતનો પ્રતિભાવ કહી શકાય તેમ છે.

+                 +                      +                      +

 


Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society

જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.



 

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો