જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૪)થી આગળ
આજે હવે જ્યોર્જ ઑર્વેલ 'અંતર નાબૂદ કરવું' અને 'સરહદ અદૃશ્ય થવી' એ બે શબો મોટા ભાગે આજે હવે વાસ્તવિક
વપરાશમાં કેટલા અપ્રસ્તુત બની ગયા છે રેની સ - રસ છણાવટ કરે છે.
+ + + +
ટ્રિબ્યુન, ૧૯૪૪
૧૨ મે, ૧૯૪૪
જે ૧૯૧૪ પહેલાં ફેશનેબલ હતા એવા અમુક શબ્દસમૂહોનું
પુનરાવર્તન થતા હોય એવાં છીછરા આશાવાદી 'પ્રગતિશીલ' પુસ્તકોની એવા સમુહને તાજેતરમાં વાંચીને મને આપોઆપ જ
આશ્ચર્ય થયું . એવા બે બહુપસંદ શબ્દો છે 'અંતર નાબૂદ કરવું' અને 'સરહદ અદૃશ્ય થવી.' મને ખબર નથી કે 'વિમાન અને રેડિયોએ
અંતર નાબૂદ કરી દીધું છે'
અને 'વિશ્વના તમામ ભાગો
હવે પરસ્પર નિર્ભર છે' એવા નિવેદનો સાથે મારે કેટલી વાર ભેટો થયો હશે.
વાસ્તવમાં, આધુનિક આવિષ્કારોની અસરને કારણે રાષ્ટ્રવાદમાં વધારો, વધુ મુશ્કેલ મુસાફરીઓ, એક દેશ અને બીજા
વચ્ચેના સંદેશાવ્યવહારના માધ્યમોમાં ઘટાડો અને અનાજ અને ઉત્પાદિત માલ માટે વિશ્વના વિવિધ
ભાગોને એક બીજા પર વધુ નિર્ભર થતા જોવા મળે છે. આ યુદ્ધનું પરિણામ નથી. આ જ
વૃત્તિઓ ૧૯૧૮ થી જ કાર્યરત હતી, જોકે તે વૈશ્વિક
મંદી પછી તે વધુ તીવ્ર બની છે.
મુસાફરીનો જ દાખલો
લો. ઓગણીસમી સદીમાં વિશ્વના કેટલાક ભાગો વણશોધાયેલા હતા, પરંતુ મુસાફરી પર લગભગ કોઈ પ્રતિબંધ ન હતો. ૧૯૧૪ સુધી તમારે
રશિયા સિવાય કોઈપણ દેશ માટે પાસપોર્ટની જરૂર નહોતી. યુરોપનો દેશાંતરકાર, જો તે સફર માટે થોડા પાઉન્ડ એકઠા કરી શકે, તો આસાનીથી અમેરિકા અથવા ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ શકે, અને જ્યારે ત્યાં પહોંચે ત્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં ન આવે.
અઢારમી સદીમાં જે દેશમાં તમારા પોતાનો દેશ સાથે યુદ્ધમાં હોય ત્યાં મુસાફરી કરવી
એકદમ સામાન્ય અને સલામત હતી.
જો કે, આપણા આજના સમયમાં મુસાફરી વધુ મુશ્કેલ બની રહી છે. યુદ્ધ
શરૂ થયા પહેલા પહેલાથી જ જે દુર્ગમ હતા તેવા વિશ્વના પ્રદેશોની યાદી કંઈક આવી
બને..
સૌ પ્રથમ, સમગ્ર મધ્ય એશિયા. કદાચ બહુ ઓછા પ્રયત્નશીલ સામ્યવાદીઓ
સિવાય, છેલ્લા ઘણા વર્ષોથી કોઈ વિદેશી સોવિયેત એશિયામાં પ્રવેશ્યો
નથી. એંગ્લો-રશિયન ઈર્ષ્યાને પ્રતાપે, લગભગ ૧૯૧૨ થી
તિબેટ એક બંધ દેશ છે. સૈદ્ધાંતિક રીતે ચીનનો ભાગ એવાં સિંકિયાંગ સામાન્ય રીતે
પહોંચાતું નહોતું. વળી, જાપાન સિવાયના સમગ્ર જાપાની સામ્રાજ્યને વ્યવહારીક રીતે
વિદેશીઓ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ભારત પણ ૧૯૧૮ પછીથી ખૂબ સુલભ રહ્યું
નથી. ઘણીવાર બ્રિટિશ પ્રજાજનો માટે, અને કેટલીકવાર ભારતીયોને પણ, પાસપોર્ટ નકારવામાં આવતા હતા.-
યુરોપમાં પણ
મુસાફરીની મર્યાદા સતત સાંકડી થતી હતી. જેમ ઘણા ફાસીવાદ વિરોધી કંગાળ શરણાર્થીઓએ
અનુભવ્યું હતું તેમ ટૂંકી મુલાકાત સિવાય બ્રિટનમાં પ્રવેશવું ખૂબ જ મુશ્કેલ હતું, લગભગ ૧૯૩૫ થી યુ.એસ.એસ.આર. માટે વિઝા ખૂબ જ કડકાઈથી અપાતા
આવ્યા છે. ફાસીવાદ વિરોધી જાહેર ભૂતકાળ ધરાવતા કોઈ પણને બધા ફાશીવાદી
દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારો ફક્ત ત્યારે જ ઓળંગી શકાય
જો તમે ટ્રેનમાંથી બહાર ન નીકળવાનું નક્કી કરો. તમામ સરહદો પર
કાંટાળા તાર, મશીન-ગન અને વારંવાર ગેસથી બચવા માટેના મુખવટા પહેરતા રહેતા
પહેરો ભરતા સંત્રીઓ જોવા મળશે..
દેશાંતરને લાગે
વળગે છે ત્યાં સુધી, ઓગણીસ-વીસના દાયકાથી તે વ્યવહારીક રીતે સુકાઈ ગયું હતું. જો
પોતાની સાથે માતબર દ્રવ્ય ન લઈ આવતા હોય તો નવ્યવિશ્વના તમામ દેશોએ દેશાંતરકારોને
બહાર રાખવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. અમેરિકામાં જાપાની અને ચીની
દેશાંતર સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. યુરોપના યહૂદીઓએ રહેવા માટે સામુહિક હત્યા વેઠવી પડી હતી કારણ કે તેમની પાસે બીજે
ક્યાંય જવા ઠેકાણું નહોતું,
તેની સામે ચાળીસ વર્ષ અગાઉ ત્ઝાર સમયની તબાહી વખતે તેઓ બધી
દિશામાં ભાગી શક્યા હતા. આ બધું જોતાં, કોઈ પણ એમ શી રીતે
કહી શકે કે મુસાફરીની આધુનિક પદ્ધતિઓ વિવિધ દેશો વચ્ચેના આંતરસંચારને પ્રોત્સાહન
આપે છે તે મને સમજાતું નથી.
છેલ્લા ઘણા સમયથી
બૌદ્ધિક સંપર્કો પણ ઘટી રહ્યા છે. રેડિયો લોકોને વિદેશી દેશો સાથે સંપર્કમાં રાખે
છે તે કહેવું વાહિયાત છે. જો આ બાબતે કંઈ પણ કરતો હો, તો એનાથી વિપરીત જ
કરે છે. કોઈ સામાન્ય વ્યક્તિ ક્યારેય વિદેશી રેડિયો સાંભળતો; પરંતુ જો કોઈ પણ દેશમાં મોટી સંખ્યામાં લોકો આમ કરે છે એવા
સંકેતો જોવા મળે, તો સરકાર તેને ઉગ્ર દંડ દ્વારા, અથવા એ શોર્ટ-વેવ રેડિયો સેટ જપ્ત કરીને અથવા જામિંગ
સ્ટેશનો સ્થાપીને અટકાવે છે. પરિણામ એ આવ્યું છે કે દરેક રાષ્ટ્રીય રેડિયોને તેની
પોતાની એક પ્રકારની સર્વાધિકારી દુનિયા છે, જે બીજું કશું
સાંભળી શકતા નથી તેવા લોકો માટે રાત-દિવસ પ્રચાર કરે છે. દરમિયાન, સાહિત્ય ઓછું અને ઓછું આંતરરાષ્ટ્રીય બનતું જતું દેખાય છે.
મોટા ભાગના સર્વાધિકારી દેશો વિદેશી અખબારો પર પ્રતિબંધ મૂકે છે અને માત્ર થોડી
સંખ્યામાં વિદેશી પુસ્તકો મોકલવા દે છે, જે પાછાં
સાવચેતીપૂર્વકની સેન્સરશીપને આધીન છે. કેટલીક વાર તો અમુક
પુસ્તકોનાં વિકૃત સંસ્કરણોમાં બહાર પાડે છે. એક દેશથી બીજા દેશમાં જતા પત્રો
માર્ગમાં અટકાવાય છે. ઘણા દેશોમાં, છેલ્લાં બાર પંદર
વર્ષોમાં, ઇતિહાસનાં પુસ્તકો પહેલાં કરતાં વધુ રાષ્ટ્રવાદી શબ્દોમાં
ફરીથી લખવામાં આવ્યાં છે,
જેથી બાળકો બહારની દુનિયાના શક્ય તેટલા ખોટા ચિત્ર જોઈને
મોટા થાય.
આર્થિક
સ્વ-નિર્ભરતા ('સ્વ - શાસન') તરફનું વલણ જે લગભગ ૧૯૩૦ થી ચાલી રહ્યું છે અને યુદ્ધ
દ્વારા વધુ તીવ્ર બન્યું છે, તે ઉલટાવી શકાય
તેવું હોઈ શકે અથવા ન પણ હોય. ભારત અને દક્ષિણ અમેરિકા જેવા દેશોના ઔદ્યોગિકીકરણથી
તેમની ખરીદશક્તિ વધે છે અને તેથી, સૈદ્ધાંતિક રીતે, વિશ્વ વેપારમાં મદદ થવી જોઈએ. પરંતુ જેઓ હરખપદુડા થઈને કહેતા ફરે છે કે 'વિશ્વના તમામ ભાગો પરસ્પર નિર્ભર છે' તેમને જે સમજાયું નથી તે એ છે કે ખરેખર તો એ બધાએ હવે
પરસ્પર નિર્ભર રહેવાની જરૂર નથી રહી.. એવા યુગમાં જ્યારે દૂધમાંથી ઊન અને તેલમાંથી
રબર બનાવી શકાય છે, જ્યારે આર્કટિક
સર્કલ ઘઉં લગભગ ઉગાડી શકવું શક્ય બનવા લાગ્યું છે, જ્યારે ક્વિનાઇનને બદલે એટેબ્રિન ચાલી જવા લગ્યું છે કે
વિટામિન સીની ગોળીઓ ફળોની ગરજ સારી શકે એવો વિકલ્પ બનવા લાગી છે, ત્યારે આયાતથી હવે બહુ ફરક પડતો નથી. જે દિવસોમાં નેપોલિયનની ગ્રાન્ડ આર્મી, પ્રતિબંધો હોવા છતાં, બ્રિટિશ ઓવરકોટ પહેરીને મોસ્કો તરફ કૂચ કરી શકતું હતું તેને
બદલે હવે કોઈપણ મોટો વિસ્તારને વધુ સંપૂર્ણ રીતે બંધ કરી શકાય છે. જ્યાં સુધી
વિશ્વનું વલણ રાષ્ટ્રવાદ અને સર્વાધિકારવાદ તરફ છે, ત્યાં સુધી વૈજ્ઞાનિક પ્રગતિ વડે તેને મદદ મળતી રહેશે.
અહીં કેટલીક વર્તમાન કિંમતોના દાખલા જોવા જેવા છે.
સ્વિસ નિર્મિત નાની એલાર્મ ઘડિયાળની યુદ્ધ પહેલાની કિંમત, £૫/- કે £૧૦/- હતી તેની
આજની કિંમત, £૩ ૧૫સ થઈ ગઈ છે.
સેકન્ડ હેન્ડ પોર્ટેબલ ટાઈપરાઈટર, યુદ્ધ પહેલાની
કિંમત, £૧૨ હતી આજે નવાંની વર્તમાન કિંમત, £30 છે. ખૂબ જ ખરાબ
ગુણવત્તાવાળા નારીયેળના તારમાંથી બનેલ ઘસીને સાફ કરવાનાં યુદ્ધની પહેલાંની કિંમત, 3d હતી જે આજે 1/9d થઈ ગઈ છે. તે જ રીતે ગેસ લાઇટરની યુદ્ધ પહેલાની લગભગ 1/- કિંમત આજે સાવ 5/9d થઈ ગઈ છે.
અન્ય કિંમતોના આવાં ઉદાહરણો ટાકી શકાય. પણ નોંધપાત્ર બાબત એ
છે કે, ઉપર દર્શાવેલ ઘડિયાળનું નિર્માણ યુદ્ધ
પહેલા જૂના ભાવે કરવામાં આવ્યું હોવું જોઈએ. પરંતુ, એકંદરે, સૌથી ખરાબ તર્કટ
સેકન્ડ હેન્ડ માલસામાનમાં લાગે છે - દાખલા તરીકે, ખુરશીઓ, ટેબલ, કપડાં, ઘડિયાળો, બાબાગાડીઓ, સાયકલ અને પથારી
પરની ચાદરો વગેરે વિશે. પૂછપરછ કરતાં, મને જાણવા મળ્યું કે હવે સેકન્ડ હેન્ડ સામાન પર વધારે ભાવ લેવા સામે કાયદો છે.
જેમ હેબિયસ કોર્પસ વિશે સાંભળીને 18b-ersને દિલાસો મળતો હશે કે બધાં બ્રિટિશ વિષયો કાયદા સમક્ષ સમાન
છે એમ જાણીને ભારતીય કૂલીઓને ધરપત થતી હશે એમ આવું સાંભળીને મને ખૂબ જ દિલાસો મળે છે .
હૂપરની કેમ્પેઈન ઑફ સેડાનમાં ઇન્ટરવ્યુનો એક અહેવાલ જણાવાયું છે કે કેમ જનરલ ડી વિમ્પફેને
પરાજિત ફ્રેન્ચ સૈન્ય માટે શ્રેષ્ઠ સંભવિત શરતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 'રાજકીય દૃષ્ટિકોણથી, અમને સન્માનજનક શરતો પ્રદાન કરવી તે તમારા હિતમાં છે,' તેમણે કહ્યું હતું, ' ... એવી પરિસ્થિતિઓ પર આધારિત શાંતિ ટકાઉ બની શકશે જે સૈન્યના
સ્વમાનને ખુશ કરી શકે. તેની સામે, સખત પગલાં
અનિછ્નિય જુસ્સાને જાગૃત કરશે, અને, કદાચ, ફ્રાંસ અને પ્રુશિયા વચ્ચે અંતહીન યુદ્ધ લાવશે.
અહીં લોખડી
ચાન્સેલર, બિસ્માર્ક, જે ઉમેરણ કરે છે તે તેમનાં સંસ્મરણોમાંથી રેકોર્ડ કરવામાં આવ્યા છે:
મેં
તેને કહ્યું કે આપણે રાજકુમારની કૃતજ્ઞતા પર આધાર કરી શકીએ છીએ, પરંતુ
લોકોની કૃતજ્ઞતા પર ચોક્કસપણે આધાર ન રાખી શકાય, કમસે કમ ફ્રેન્ચ લોકોની કૃતજ્ઞતા પર તો
નહીં જ. ફ્રાન્સમાં ન તો સંસ્થાઓ કે સંજોગો ટકી રહે છે; સરકારો
અને રાજવંશો તો વળી સતત બદલાતા રહે છે તદુપરાંત બીજા લોકો જે કરવા માટે પોતાને
બાંધી બેઠ હતા તે
તો કરવાની સાવ જ જરૂર નથી.... અત્યારના સંજોગોમાં જો આપણે આપણી સફળતાનો પૂરેપુરો
ઉપયોગ ન કરી લઈએ તો તે મૂર્ખાઈ હશે.
‘વાસ્તવવાદ’ માટેનો પૂજ્ય ભાવ, સામાન્યપણે, બિસ્માર્કથી
શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. તે કમઅક્કલ સંભાષણને તે સમયે ભવ્ય રીતે 'વાસ્તવિક' માનવામાં
આવતું હતું, અને
એવું આજે પણ હશે. તેમ છતાં વિમ્પફેનનું જે કહેવું છે કે, જો
કે તે તો ફક્ત શરતો માટે સોદો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે
સંપૂર્ણ રીતે સાચું હતું. જો જર્મનો સામાન્ય ઉદારતા સાથે વર્ત્યા હોત (એટલે કે
તે સમયના ધોરણો દ્વારા) તો ફ્રાન્સમાં પોતાના પ્રદેશને પાછો મેળવવાની ભાવનાને
સચેતન કરવી કદાચ અશક્ય હતું. જો તેને કહેવામાં આવ્યું હોત કે હવે
કઠોર શબ્દોનો અર્થ અડતાલીસ વર્ષ પછી કારમી હાર થશે તો બિસ્માર્કે શું કહ્યું હોત? જવાબ
બાબતે બહુ શંકા નથી: તેણે કહ્યું હોત કે શરતો હજી વધુ સખત હોવી જોઈએ. 'વાસ્તવિકતા' આવી
જ હોય છે - અને તે જ સિદ્ધાંત પર, જ્યારે દવા દર્દીને બીમાર બનાવે છે, ત્યારે
ડૉક્ટર દવાનોના ડોઝ બમણો કરી કાઢવાની પ્રતિક્રિયા આપે છે.
+ + + +
Orwell in Tribune, As I Please and
Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society
જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા.
૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell
in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.
+ + + +
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો