બુધવાર, 17 એપ્રિલ, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ - જ્યોર્જ ઑર્વેલ [૪]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iના આંશિક અનુવાદ  મારી દૃષ્ટિએ (૧૯૪૩ - ૧૯૪૪) : ભાગ ૧ ના અંશ (૩)થી આગળ

ટ્રિબ્યુન૧૯૪૪ 

૫ મે, ૧૯૪૪



જે કોઈને ભર પેટ હસવાનું જોઈતું હોય તો તેમના માટે હું એક પુસ્તકની ભલામણ કરું છું જે લગભગ એક ડઝન વર્ષ પહેલાં પ્રકાશિત થયું હતું. જોકે મારા હાથમાં તો તે તાજેતરમાં જ આવ્યું છે. એ પુસ્તક છે આઈ. એ. રિચાર્ડ્સનું પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ..

મોટાભાગે સાહિત્યિક વિવેચનના સામાન્ય સિદ્ધાંતો સાથે સંબંધિત હોવા છતાં, તે એક એવા પ્રયોગનું પણ વર્ણન કરે છે જે મિસ્ટર રિચાર્ડ્સે કેમ્બ્રિજ ખાતેના તેમના અંગ્રેજી વિદ્યાર્થીઓ સાથે, અથવા કદાચ એમ કહેવું જોઈએ કે વિદ્યાર્થીઓ પર, કર્યો હતો   વાસ્તવમાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં પણ  જેમને અંગ્રેજી સાહિત્યમાં રસ ધરાવતા હોવાનું માની શકીએ એવા વિવિધ સ્વયંસેવકોએ પણ આ પ્રયોગમાં  ભાગ લીધો. તેઓને તેર કવિતાઓ આપવામાં કરવામાં આવી હતી, અને તેઓને આ કવિતાઓનાં વિવેચન કરવા માટે કહેવામાં આવ્યું હતું. કવિતાઓના લેખક જાહેર કરવામાં આવ્યા ન હતા. કોઈ પણ સરેરાશ વાચક એ કવિતા વાંચીને એ લેખકને ઓળખી જાય તેટલા તેમાંના કોઈ લેખક જાણીતા પણ નહોતા.  આમ, એવા સાહિત્યિક વિવેચનના નમૂનાઓ મળે છે, જે સામાન્ય રીતે કવિનું નામ વગેરે બાબતોથી પ્રભાવિત થઈને મળતું એ રચનાનું મૂલ્યાંકન ન હોય.

આ પ્રયોગ કરવા માટે કોઈ ખૂબ ચઢિયાતું હોવું જોઈએ નહીં. તેમ હોવું જરૂરી પણ નથી, કારણ કે પુસ્તક એ રીતે  ગોઠવાયેલ છે કે તમે તમારા પર પ્રયોગ કરી શકો છો. સહી કર્યા વિનાની, બધી કવિતાઓ પુસ્તકના અંતમાં એક સાથે છે. લેખકોના નામ વાળી કાઢેલ પાના પર છે જેને તમારે કવિતાઓ વાંચી લીધા  સુધી જોવાની જરૂર નથી. કવિતાઓ વાંચતાંવેંત હું બોલી ઊઠ્યો કે મેં ફક્ત બે જ લેખકોને ઓળખી કાઢ્યા છે, જેમાંથી એકને તો હું પહેલેથી જ જાણતો હતો. જો કે હું બીજી કવિતાઓને અમુક દાયકાઓ સુધી અમુક સીમામાંના  સમયકાળમાં મુકી શકવાથી આગળ નહોતો પણ વધી શક્યો. મેં બે સરખા બફાટ પણ કર્યા. એક કિસ્સામાં શેલીએ લખેલી કવિતાને ઓગણીસ-વીસના દાયકાની જાહેર કરી  દીધી. પરંતુ તેમ છતાં, ડૉ. રિચર્ડ્સ દ્વારા નોંધવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ ચોંકાવનારી છે. તેઓ એ દર્શાવવા જાય છે કે ઘણા લોકો કે જેઓ પોતાને કવિતાના પ્રેમીઓ તરીકે વર્ણવે છે તેઓને, જેમ એક કૂતરાને અંકગણિત વિશે કંઈ સમજણ ન હોય તેમ,  સારી કવિતા અને ખરાબ કવિતા વચ્ચે તફાવત કરવાની સમજણ નથી હોતી.

ઉદાહરણ તરીકે, આલ્ફ્રેડ નોયેસ દ્વારા બનાવેલ સંપૂર્ણપણે બનાવટી આડંબરનો ટુકડો ખૂબ વખાણ મેળવે છે. એક વિવેચક તેની સરખામણી કીટ્સ સાથે કરે છે. 'વુડબાઇન વિલી' દ્વારા રફ રાઇમ્સ ઑફ અ પૅડ્રેનું એક લાગણીસભર લોકગીત પણ ખૂબ સારી વાહ વાહ મેળવે છે. બીજી બાજુ, જ્હોન ડોન દ્વારા એક ભવ્ય સૉનેટને એક અલગ જ પ્રકારનો ઠંડો આવકાર મળે છે. ડૉ. રિચાર્ડ્સ માત્ર ત્રણ અનુકૂળ ટીકાઓ અને લગભગ એક ડઝન ઠંડી અથવા પ્રતિકૂળ ટીકાઓની નોંધ લે છે. એક લેખક તિરસ્કારપૂર્વક કહે છે કે કવિતા 'સારું ભજન નીવડી શકે', જ્યારે એક અન્ય ટિપ્પણીમાં કહેવાયું છે કે, 'મને અણગમા સિવાય બીજી કોઈ પ્રતિક્રિયા દેખાતી નથી.' ડોન્ને એ સમયે તેમની પ્રતિષ્ઠાની ટોચ પર હતા અને બેશક આ પ્રયોગમાં ભાગ લેનારાઓ તેમનું નામ સાંભળીણે ભોંઠા પડ્યા હશે.  ડી.એચ. લોરેન્સની કવિતાધ પિયાનોની બહુ  હાંસી ઉડી છે, જોકે એક નાની લઘુમતી દ્વારા એ કાવ્યને વખાણવામાં પણ આવેલ છે. તો ગેરાર્ડ મેનલી હોપકિન્સની એક ટૂંકી કવિતા સાથે પણ એવું જ થયું છે.  એક લેખક તેનેમેં વાંચેલી સૌથી ખરાબ કવિતાજાહેર કરે છે  , જ્યારે બીજાની ટીકા ફક્તસુષ્ઠુ-સુષ્ઠુછે.

જો કે, આ યુવા વિદ્યાર્થીઓને તેમના ખરાબ નિર્ણય માટે દોષિત ઠેરવતા પહેલા, એ યાદ રાખવું જોઈએ કે જ્યારે થોડા સમય પહેલા કોઈએ અઢારમી સદીની ડાયરીની ખૂબ જ અવિશ્વસનીય નકલ પ્રકાશિત કરી હતી, ત્યારે, હાઉસ ઓફ લોર્ડ્સના ગ્રંથપાલ, વૃદ્ધ વિવેચક, સર એડમન્ડ ગોસે તરત જ તેની તરફેણમાં આવી ગયા હતા. જોકે એ કઈ 'શાખા'નો છે એ ભુલાઈ ગયું છે પણ પેરિસના કલા વિવેચકોનો પણ એક કિસ્સો હતો, જેમાં એવાં એક ચિત્ર પર એ વિવેચકો ઓળઘોળ થઈ ગયા હતા હતો જે પછીથી ગધેડાની પૂંછડી સાથે પેઇન્ટ-બ્રશ બાંધીને  દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

'આપણે આપણને બચાવતા પક્ષીઓનો નાશ કરી રહ્યા છીએ' શીર્ષક હેઠળ, ન્યૂઝ ક્રોનિકલ નોંધે છે કે 'લાભકારી પક્ષીઓને માનવ અજ્ઞાનથી નુકસાન થાય છે. કેસ્ટ્રેલ (એક જાતનું નાનું બાજ પક્ષી) અને ખળાંનાં ઘુવડની અર્થવિહિન સતાવણી થાય છે. પક્ષીઓની કોઈ બે પ્રજાતિ આપણા માટે વધુ આનાથી સારું કામ કરી શકતી નથી.

કમનસીબે આવું અજ્ઞાન માત્રથી પણ નથી થઈ રહ્યું. ઇંગ્લેન્ડના દુશ્મન, તેતર,ની ખાતર મોટાભાગના શિકારી પક્ષીઓને મારી નાખવામાં આવે છે. પેટ્રિજથી વિપરીત, તેતર ઇંગ્લેન્ડમાં મોટે પાયે ફાળતું ફૂલતું  નથી, અને તેમ છતાં ઉપેક્ષિત જંગલો અને તેના માટે જવાબદાર એવા અધમ ગેરકાનુની કાયદાઓ ઉપરાંત, તેના ઇંડા અથવા બચ્ચાઓને ખાઈ જવાની શંકા ધરાવતા તમામ પક્ષીઓ અથવા પ્રાણીઓનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવે છે. યુદ્ધ પહેલાં, હર્ટફોર્ડશાયરમાં મારા ગામની નજીક, હું વાડના પટમાંથી પસાર થતો હતો જ્યાં પક્ષીઓનો રખેવાળ તેનાં ખાદ્ય પક્ષીઓનો 'કોઠારરાખતો હતો.  સ્ટોટ્સ (નોળિયાની જાતનું એક રુંવાટીવાળું પ્રાણી ખાસ કરીને અર્મિન પ્રાણી), વીઝલ (નોળિયાને મળતું એક નાનું પાતળું ચપળ માંસાહારી પ્રાણી), ઉંદરો, શાહુડી, જે (રંગબેરંગી પીંછાવાળું નિલકંઠ જેવું પંખી), ઘુવડ, કેસ્ટ્રેલ અને સ્પેરો-હોક્સ (નાનું બાજ પક્ષી)ના મૃતદેહો વાયર પરથી લટકતા. ઉંદરો અને કદાચ જે સિવાય, આ તમામ પ્રાણીઓ ખેતી માટે ફાયદાકારક છે. સ્ટૉટ્સ સસલાને નિયંત્રણમાં રાખે છે, શાહુડી છછુંદર ખાય છે, અને તે જ રીતે કેસ્ટ્રલ અને સ્પેરો-હોક્સ પણ છછુંદર ખાય  છે, જ્યારે ઘુવડ તો વધારામાં ઉડર પણ ખાય છે. એવી ગણતરી કરવામાં આવી છે કે એક ખળાંનું ઘુવડ એક વર્ષમાં ૧,૦૦૦ થી ૨,૦૦૦ ઉંદરો અને છછુંદરોનો નાશ કરે છે.  જેને રુડયાર્ડ કિપલિંગે યોગ્યપણે જ જેનેઘણા પરગણાંઓના સ્વામીતરીકે વર્ણવ્યું છે એવાં નકામાં પક્ષી માટે કરીને તેને ખાતર ખળાંના ઘુવડને મારી નાખવું પડશે.

+                 +                      +                      +

Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947" – Paul Anderson - The Orwell Society


જાણીતા પત્રકાર અને વ્યાખ્યાતા, પૉલ એન્ડર્સન, 'ટ્રિબ્યુન' સાથે તંત્રી સહિતની વિવિધ ભુમિકાઓમાં ૧૯૮૬થી ૨૦૧૪ સુધી સંકળાયેલ હતા. 

૧૧ ડિસેમ્બર, ૧૯૨૨ના રોજ તેમણે ઑર્વેલ સોસાયટીના ઉપક્રમે આપેલ પ્રસ્તુત વ્યાખ્યાન તેમનાં પુસ્તક, Orwell in Tribune, As I Please and Other Writings 1943-1947, ના સંદર્ભમાં છે.


+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part Iનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો