શુક્રવાર, 14 જૂન, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - જીવનપર્યંત શીખતા રહેવા જરૂરી એવા ૨૦ પદાર્થપાઠ

તન્મય વોરા

ગયા મણકામાં આપણે ''નવું નવું શીખતી રહેતી સંસ્થાના ઘડતર કરવા માટે અગ્રણીએ ધ્યાનમાં રાખવા જેવા ૧૦ પદાર્થપાઠવાત કરી હતી. વધુ વિચાર કરતાં કરતાં જણાયું  કે જો સંસ્થામાંની વ્યક્તિઓ નવુ નવું ન શીકે તો નવું નવું શીખતી સંસ્થાનું ઘડતર  શક્ય નથી. આજીવન શિક્ષણ કેળવવા માટે મેં ટોચના જે ૨૦ પાઠ અનુભવ્યા તે અહીં રજૂ કરેલ છે:

¾    વ્યાવસાયિકો તરીકે, સતત શીખવાની ક્ષમતા (અને ધગશ) એ સ્પર્ધાત્મક લાભ છે.

¾    શીખવું એ એક વખતની ઘટના નથી, પરંતુ જીવનભરની પ્રક્રિયા છે. તે સતત અને સ્વ-નિર્દેશિત હોવું જોઈએ.

¾    જો તમે હંમેશા જે રીતે કર્યું છે તે રીતે કામ કરવાનું ચાલુ રાખો, તો તમે ફક્ત તે જ જાણતાં રહેશો જે તમે હંમેશા જાણો છો.

¾    તમે જેટલા વધુ જોખમો લો છો, તેટલું વધુ તમે શીખો છો. તમામ નોંધપાત્ર શિક્ષણ ત્યારે થાય છે જ્યારે આપણે આપણી જાતને આપણને અનુકૂળ હોય એવી પરિસ્થિતીમાંથી બહાર નીકળવા માટે તૈયાર હોઈએ છીએ.

¾    જ્યારે તમે જોખમ લો છો, ત્યારે નિષ્ફળ થવા માટે તૈયાર રહો અને તે નિષ્ફળતાઓમાંથી શીખો. તમારી નિષ્ફળતાઓને વેડફશો નહીં.

¾    શીખવા માટે તમારી સફળતાઓ, નિષ્ફળતાઓ, હેતુઓ, ધારણાઓ અને ક્રિયાઓનું પ્રમાણિક સ્વ-મનોમંથન અને મૂલ્યાંકન જરૂરી છે.

¾    જિમ રોહ્નનું કહેવું છે કે, "જો તમે વાંચતા નથી, તો જેઓ વાંચી શકતા નથી તેમના કરતાં તમને કોઈ ફાયદો નથી. હું જે પણ મહાન નેતાને મળ્યો છું તે દરેક મહાન વાચક છે." વાંચન આપણી જિજ્ઞાસાનો ખોરાક  છે.

¾    શીખવું  પ્રમાણપત્રો, તાલીમો જેવું કોઈ બાહ્ય પરિબળ નથી.- જ્યારે તમે આંતરિક રીતે શીખવા માટે પ્રતિબદ્ધ હોવ ત્યારે જ બાહ્ય પ્રયાસો મદદ કરે છે. શીખવું એ "બહારની અંદર" પ્રક્રિયા નથી. તે શીખવાની આપણી ઇચ્છાથી શરૂ થાય છે. તેથી, તે "અંદરથી બહાર"ની સહજ પ્રક્રિયા છે.

¾    જો આપણે સાંભળીએ નહીં તો આપણે શીખીશું નહીં. ખુલ્લું મન અને સાંભળવા માટેનું વલણ શીખવા માટેની પૂર્વ-જરૂરીયાત છે. પોતે કરેલ કામ માટે પ્રતિસાદ મેળવવો (અને સ્વીકારવો) એ શીખવાની શ્રેષ્ઠ રીત છે. તેથી ટીકા પર ધ્યાન આપવું રહ્યું.

¾    પુસ્તક વાંચવાં, બ્લોગ્સ કે લેખો વાંચવા, ટીવી જોવાનું બંધ કરવું , દિવસમાં થોડો સમય સક્રિયપણે શીખવા માટે સમર્પિત કરવો જેવાં કોઈ પણ માધ્યમો દ્વારા નવું શીખવા માટે પ્રતિબદ્ધતા અને શિસ્તની જરૂર છે.

¾    ટેકનોલોજી શીખવાનું સરળ (અને સસ્તું) બનાવે છે. ઘણા ઉદાર લોકો તેમના બ્લોગ્સ, પોડકાસ્ટ્સ અને વિડિઓ દ્વારા ઘણું બધું ઉપલબ્ધ  કરે છે. તમારા કાર્યક્ષેત્રમાં આ વિચારોબીજોને ખોળતાં રહેવા માટે  થોડો થોડો સમય ફાળવવાથી મોટો ફરક પડે છે.
સ્મૃતિપત્ર : પુસ્તકો હજુ પણ આપણાં શ્રેષ્ઠ મિત્રો છે.

¾    સ્મૃતિપત્ર પછી :  પુસ્તક વાંચીને તરવાનું  શીખાતું નથી. વાંચ્યા પછી, મનન કરો અને પોતાની વિચારસરણીને ઢંઢોળો. જે શીખવાનું થયું છે તેને  યોગ્ય સંદર્ભમાં પાઠ લાગુ કરો અને વ્યવહારમાં મૂકો. શીખવાની આ એક સૌથી જાણીતી પદ્ધતિ છે.

¾    મિત્રો આપણા શિક્ષણને વેગ આપે છે અને તેથી, જેઓ વિચારે છે (અને આપણને વિચારતા કરે છે), જેઓ શીખે છે (અને આપણને શીખવામાં સક્ષમ કરે છે), જેઓ પ્રેરિત છે (અને આપણને પ્રેરણા આપે છે) એવા મિત્રો હોવા મહત્વપૂર્ણ છે. મિત્રો તમારી શીખવાની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરી શકે છે.

¾    આપણે જ્ઞાન અને અનુભવ જેટલાં વધારે વહેંચીશું તેટલું આપણે તેમાંથી વધારે શીખીશું. અન્યને માર્ગદર્શન આપવું, અન્યને શીખવવામાં વ્યસ્ત રહેવું અથવા ફક્ત પોતે શીખેલા પાઠ વહેંચવાથી આપણી પોતાની તંત્રવ્યવસ્થા મજબૂત બને છે. પાઠોને વહેંચવાની પ્રક્રિયામી મદદથી આપણી શીખવાનું પ્રક્રિયા પણ વધુ આપણી અંદર વણી લઈએ છીએ.

¾    બહુ ઘણું શીખવું એ એક પ્રકારનું અશિક્ષણ પણ છે. શીખવું એ પ્રવાહી છે અને તેથી આપણે આપણા શીખેલા પાઠને કાયમ માટે પકડી રાખી શકતા નથી. આપણા સંદર્ભમાં થતા ફેરફારો અનુસાર એ પાઠોની શીખ બદલાતી રહે છે.

¾    આપણાં કામ આપણાં શિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે - જો તમે અઠવાડિયાના ૪૦ કલાક એક જ વસ્તુઓ વારંવાર કરવામાં પસાર કરતાં હો તો તમારે ચિંતા કરવાનું કારણ છે.

થોડા જટિલ પ્રશ્નો - તમે તાજેતરમાં શું શીખ્યા છો? તમે શું શીખવા માટે આગળ જોઈ રહ્યાં છો? તમારું શિક્ષણ તમને વધુ યોગદાન આપવામાં કેવી રીતે મદદ કરી રહ્યું છે?

છેલ્લું પરંતુ ઓછામાં ઓછું નહીં - સતત નવી વસ્તુઓ શીખવાથી આપણા મનને તાજગી મળે છે અને આપણી ખુશીમાં મોટો ફાળો મળે છે.

સ્ત્રોત સંદર્ભ :: Llifelong-learning-20-lessons

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો