શીખતાં રહેવાની બાબતે દરેક વ્યક્તિને
વળગણ હોય છે..
તે, તેણી, પેલું. તમે,
તેઓ, કે હું.
પરંતુ, ૯૦%
લોકો અર્થ વગરનું શીખવામાં સમય વેડફતાં હોય છે.
બધાં "માહિતગાર" થવા માટે શીખે
છે.
મોટે ભાગે, માહિતગાર થવાથી ખોટો વિશ્વાસ ઘડાય
છે - એ વિશ્વાસને કારણે તમારે કરવાનાં કામોમાંથી કેટલાંક કરી નાખી શકાતાં હોય છે,
પણ તેનાથી કંઈ વધારે નથી કરી શકાતું.
માહિતગાર હોવાથી સારી કારકિર્દી બનશે કે વધુ સારૂં જીવન બનશે એવું જરૂરી નથી.
→ તમે જે શીખ્યાં છો તેને વ્યવહારમાં મુકી શકો તો જમવાનાં ટેબલ પર સફળતા લાવી શકો.
અને સફળતા એકલી નથી આવતી. સમૃદ્ધિ પણ સાથે સાથે લાવે છે.
વધારે સારી કારકિર્દી અને બહેતર જીવનને પણ સાથે લાવે ✌️
માહિતી મેળવવા શીખવું જૉઇએ = ના.
નાનામાં નાનું કર્મ કરવા શીખવું જોઈએ = હા.
તમે શા માટે શીખવા માગો છો?
- ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, Why do you learn?નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૭ જૂન્, ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો