ઉત્પલ
વૈશ્નવ
એક વાર, સદા ધમધમતી રહેતી એક સોફ્ટવેર કંપનીનાં શિરમોર ઉત્પાદનનાં એક રીલીઝના
થોડા દિવસો પહેલાં જ એક મહત્ત્વનું બગ ધ્યાન પર આવ્યું.
આખી ટીમમાં દાવાનળ પેઠે ગભરાટ ફેલાઈ ગયો. બગ ઘણો જટિલ હતો અને સમય ઝડપથી
સરી રહ્યો હતો.
ધડાધડ ડીબગીંગ અને થાગડથીગડ કરવાના બધા ઉપાયો કામે લગાડી જોવામાં
આવ્યા.
પણ હઠયોગીની જેમ બગ ફરી ફરીને આવતો જ રહેતો હતો. જેમ જેમ સમયમર્યાદા
નજદીક આવવા લાગી તેમ તેમ ટીમમાં હતાશાનો પારો ચડવા લાગ્યો.
તાકડે એ જ સમયે વરિષ્ઠ ડેવલપરોમાંની, જયાં આવી
પહોંચી. વ્યવસ્થિત સમસ્યા સમાધાન અપનાવવાનો નવો અભિગમ
અપનાવવાનું તેણે સુચન કર્યું. તેણે ટીમને એકઠી કરી અને પોતાની યોજના બધાંને
સમજાવી.
૦૧. સમસ્યાની સ્પષ્ટ વ્યાખ્યા : ટીમે બગ સાથે સંકળાયેલા
કોડ્સનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ક્યારે
ક્યારે એ બગ દેખા દેતો હતો તે પણ ખોળી કાઢ્યું, આ બન્ને અભ્યાસના પરિણામોને સાંકળીને સમસ્યાને
સ્પષ્ટ કરી.
૦૨. માહિતી સામગ્રીનું એકત્રીકરણ અને આકલન : જે જે
પ્રસંગોએ બગ દેખા દેતો હતો તેનું વર્ગીકરણ કરાયું, એ દરેક
પ્રસંગે કયાં કારણોથી બગ દેખા દેતો હતો અને તે તે સમયે મૂળ ઍપ અને વપરાશકારની
સમગ્ર તંત્રવ્યવસ્થાની પરિસ્થિતિ શું શું હતી એ બધી માહિંતી સામગ્રીને સાંકળીને સંભવિત
કારણોની યાદી બનાવાઈ.
૦૩. પૂર્વધારણાઓનું ગઠન : એકત્ર કરાયેલી અસરો અને
સભવિત કારણો પર ટીંમે વિચારમંથન કર્યું અને અમુક પૂર્વધારણાઓ તારવી
૦૪. પૂર્વધારણાઓની ચકાસણી : દરેક ચલ પરિબળોને અલગ અલગ
કરીને તે મુજબ એક એક પૂર્વધારણાઓની વ્યવસ્થિતપણે ચકાસણી કરાઈ અને તેના પરથી હજુ
વધારે માહિતી સામગ્રી એકઠી કરાઈ.
૦૫. તારણો
માટેની નિર્ણય પ્રક્રિયા : જેટલી પણ માહિતી સામગ્રી એકઠી કરાઈ હતી અને જે અભ્યાસો
કરાયા હતા તેનું હવે આકલન કરાયું અને જે પૂર્વધારણાઓ સાધાર કારણભૂત નહોતી જણાતી
તેને બાજુએ કરી દેવાઈ.
૦૬.
ઉપાયોનું અમલીકરણ : આ બધી 'ગડમથલ'ને
અંતે ટીમ મૂળભૂત કારણ વિશે સહમત થઈ, અને તેને લગતાં સુધારણા
પગલાંઓ માટે સમયબદ્ધ આયોજન ગોઠવાયું. દરેકને ફાળે આવતું કામ કરવામાં ટીમના સભ્યો
લાગી ગયા..
બગ બરાબર સાફ થઈ ગયો અને રીલીઝ પણ કોઈ જ પ્રકારની ગૂંચ
વિના પાર પડી શક્યું. જે ભારે નીચાજોણું અને બહુ
મોટી, મોંઘી પડે
એવી, નિષ્ફળતા
બની શકે તેમ હતું તે હવે એક મૂલ્યવાન પદાર્થપાઠ બની ગયું હતું.
પદ્ધતિસરની સમાસ્યા સમાધન પ્રક્રિયાએ બધું સમુંસુતરૂં
પાર પાડવા માં બહુ મોટી
મદદ કરી !
→ જ્યારે કોઈ નાહિમ્મત
કરી દે તેવો પડકાર સામે આવી ઊભે, ત્યારે જે હાથમાં હોય તે હથિયાર ગણીને એ ઉપાય લાગુ કરવાની ઉતાવળ ન કરવી. પદ્ધતિસરની
વિચારણાનો અભિગમ અપનાવવો.
- ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, The Case of the Costly Errorનો અનુવાદ
પાદ નોંધ : સમસ્યા સામે આવી ઊભી હોય ત્યારે તમે
એ બાબતે લાગણીવશ ન બની ગયાં હો તો વ્યવસ્થિત
સમસ્યા સમાધાન પ્રક્રિયાનો ઉપયોગ તમે જાતે જ કરી શકો. પણ લાગણીવશ થવાને કારણે તમને નિષ્પક્ષ તાર્કિકતા સાથે સમાધાન થવાની
સંભાવના લાગે તો બીજી વ્યક્તિની મદદ
લેવી સારી. બીજી વ્યક્તિની પસંદગીમાં પણ વ્યવસ્થિત સમાધાન પ્રક્રિયાનો જ દૃષ્ટિકોણ રહેવો જોઈએ એમ કહેવું હવે અપ્રસ્તુત જ
લાગવું જોઈએ 😊
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૭ જૂન્, ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો