જોહ્ન એફ. કેનેડીનાં ઘણાં કથનો મને આજની
મૅનેજેમૅન્ટ વિચારસરણીના સંદભમાં પણ બહુ પસંદ છે. જે પૈકી એકમાં તેઓ કહે છે કેઃ
"કોઈ
પણ કામના અમલમાં જોખમો હોય જ છે. એ કામોની કંઈને કંઈ કિંમત પણ ચુકવવી પડતી હોય
છે.. પરંતુ , સગવડદાયકક
નિષ્ક્રિયતાનાનાં લાંબા ગાળાના જોખમો અને ચુકવવી પડતી કિંમત કરતાં તે ઘણાં ઓછા
ઓછું નીવડતું હોય છે.”
સગવડદાયક નિષ્ક્રિયતા એવી સ્થિતિ છે
જેમાં તે સમયે પગલાં ન લેવાની કોઇ તાત્કાલિક અસર દેખાતી નથી, પરંતુ
લાંબા ગાળે, તે
મોંધી પડે જ છે. સગવડદાયક નિષ્ક્રિયતા (ખાસ કરીને નેતૃત્વના હોદ્દા પરના
લોકો દ્વારા) સંસ્થાના વિકાસ માટે વાસ્તવિક અર્થમાં પ્લેગ બની શકે છે.
પોતપોતાનાં કાર્યસ્થળોએ લોકો સગવડદાયક નિષ્ક્રિયતાનો ઉપયોગ કેવી કેવી કરે છે તેના
કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે:
¾ તેઓ
તમારી દરખાસ્ત સાથે અસંમત ન હોય, પરંતુ તેના વિશે કંઈ કરતાં નથી.c
¾ તેઓ
દરખાસ્ત સાથે સંપૂર્ણપણે સંમત છે, પરંતુ તેમ છતાં તેના વિશે કંઈ કરતાં
નથી.
¾ તેઓ
જે કંઈ કરે એ બધું નાના નાના, છ્ટાછવાયા, ટુકડાઓમાં
કરે , એટલે
કામ લ્યારેય પુરૂં તો થયું જ ન હોય.
¾ તેઓ
કોઇ પણ પહેલ શરૂ થાય તે પહેલાં જ તેની નિષ્ફળતાની આગાહી કરે છે, અને
પછી એ
પહેલ નિષ્ફળ થવાની રાહ જોતાં બેસી રહે છે.
¾ તેઓ
હવે જે જરૂરી છે તે ન કરવા માટેનાં એક કારણ તરીકે કોઈ બીજાં બીજાં કારણો રજૂ કર્યા
કરશે. કેટલીક વાર, તેઓ
કામ કરશે તો નહીં પણ તે માટે કોઈપણ કારણો આપવા માટે તસ્દી
પણ લેશે નહીં.
¾ તેઓ
યથાસ્થિતિ જાળવી રાખવા માટે ઉલટભેર કામ કરશે.
¾ તેઓ
સમસ્યાઓ ઉકેલવા કરતાં વાતચીત કરવામાં વધુ સમય વિતાવે છે.
¾ તેઓ
આયોજન કરવામાં, પરિણામનાં
અનુમાનો લગાવવામાં અને વિશ્લેષણ કર્યા કરવામાં ઘણો સમય વિતાવી નાખતાં હોય છે.
¾ તેઓ
વાસ્તવિક સમસ્યાનો સામનો કરતા નથી, પરંતુ સમસ્યાની આસપાસ કામ કરતાં હોય એવો
દેખાડો કરે છે.
કહેવાનો ભાવાર્થ તમે સમજી જ ગયાં હશો.
જ્યારે પણ બાબતો પૂર્ણ થતી નથી, જ્યારે ખરેખરનાં કામ
થતાં નથી, જ્યારે સમસ્યાઓ વધતી
રહે છે, ત્યારે સંસ્થાએ તો
એ બધાંની મોટી કિંમત ચૂકવવી પદે છે. તે ન મેળવી શકાયેલ સોદો હોઈ શકે છે, વિલંબને કારણે ખર્ચમાં થયેલો વધારો કે
ઉત્પાદકતામાં ઘટાડો હોઈ શકે છે. ઘણી વાર પ્રત્યક્ષપણે કે ટુંકે ગાળે ભલે કંઈ અસર
કરતું ન દેખાય, પણ સગવડદાયક
નિષ્ક્રિયતા કંઈને કંઈ કિંમત તો લઈ જ જાય છે.
અને
છેલ્લેઃ
અગ્રણીઓ (અને વ્યાવસાયિકો) નું મહત્ત્વ
અને મૂલ્ય તેઓ
જે પરિણામો મેળવી આપી શકે છે તેના પરથી નક્કી થતું હોય છે
- અને તેથી જ, તેઓએ
તેમનામાં કે તેમની આસપાસ સગવડદાયક નિષ્ક્રિયતાની હાજરીની નિશાનીઓ વિશે સતત સભાન
રહેવાની જરૂર રહે છે. એ પરિસ્થિતિ સાથે કેવો વ્યવહાર કરાશે એ પણ એટલું જ
નિર્ણાયક રહે છે. માત્ર એટલું જ નહીં
પણ સગવડદાયક નિષ્ક્રિયતા સાથે કેવી રીતે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે સંસ્થાના
નેતૃત્વ અને સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે.
સ્ત્રોત સંદર્ભ::
On Leadership and Dealing with
Comfortable Inaction
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો