બુધવાર, 24 જુલાઈ, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ - જ્યોર્જ ઑર્વેલ- [૧]

 

જ્યોર્જ ઑર્વેલ અંગ્રેજી ભાષાના સૌથી લોકપ્રિય (અને સૌથી વધુ અભ્યસ્ત) લેખકો પૈકીના એક છે. ૧૯૪૦ના દાયકામાં તેમનું અંગ્રેજી સાપ્તાહિક 'ટ્રિબ્યુન' સાથેની કામગીરીમાં તેમનું સૌથી મહત્વપૂર્ણ અને લાંબા ગાળા સુધી ચાલુ રહેલ  અખબારી પત્રકારત્વનું પાસું જોવા મળે છે.૧૯૪૩માં 'ટ્રિબ્યુન'ના સાહિત્યિક સંપાદક તરીકે તેમણે કામગીરી સંભાળી. ઑર્વેલ તત્ત્વતઃ તો એક રાજકીય લેખક ગણાય, પણ 'ટ્રિબ્યુન" ખાતે તેમનું કામ  વિશાળ ફલકમાં ફેલાયેલ વિષયોનું  અને સારગ્રાહી હતું. સાપ્તાહિક સામયિકમાં તેમનું અખબારત્વ સ્વતંત્ર વિચારોની અભિવ્યક્તિનું દ્યોતક રહ્યું. તેમની શૈલી સાદી અને  સ્પષ્ટ હોવા ઉપરાંત ખુબ જ અસરકારક પણ રહી છે.  કોઈ પણ જાતના ભાર વગરની રમુજની હાજરી પણ તેમનાં લખાણોમાં સ્પષ્ટ પણ વર્તાઈ આવે છે. એ ૧૯ મહિનાના સમયગાળા દરમ્યાન તેમણે ખુબ મોકળાં મનથી, વિવિધ વિષયો પર વિશિષ્ટ પ્રકારના રંગમાં લખાતાં શીર્ષક, 'એઝ આઈ પ્લીઝ', હેઠળ ૫૯ લેખો લખ્યા. થોડો સમયમાં 'ઓબ્ઝર્વર' યુદ્ધ સંવાદદાતા તરીકે કામ કર્યા બાદ તેઓ 'ટ્રિબ્યુન'માં પાછા ફર્યા. ૧૯૪૬ થી ૧૯૪૭ દરમ્યાન તેમણે વધુ ૨૧ લેખો લખ્યા.  "ટ્રિબ્યુન" માટે લખવાનો સમય ઑર્વેલ માટે ખાસ મહત્વનો, કદાચ તેમના જીવનનો સૌથી સુખી સમયગાળો, ગણી શકાય. જ્યારે તેઓ 'ટ્રિબ્યુન'માં સાહિત્યિક સંપાદક હતા, ત્યારે સાથે સાથે તેમનાં ખુબ જાણીતાં પુસ્તક 'એનિમલ ફાર્મ', અને તે પછી 'નાઈન્ટીન એઇટી ફૉર' પર પણ કામ કરી રહ્યા હતા, જે આખરે ૧૯૪૫ માં પ્રકાશિત થયું હતું. આખરે તેમણે માંદગીને કારણે "ટ્રિબ્યુન" છોડી દીધું, જાન્યુઆરી ૧૯૫૦ માં મૃત્યુ પામ્યા. 


+                      +                      +                      +


ઇટાલિયન રેડિયોમાંનું એક અવતરણ, ૧૯૪૨ ના મધ્યનાં લંડનનાં જીવનનું વર્ણન આ રીતે કરે છે:

ગઈકાલે એક ઇંડાં માટે પાંચ શિલિંગ અને એક કિલોગ્રામ બટાકા માટે એક પાઉન્ડ સ્ટર્લિંગ ચુકવાયા. કાળાં બજારમાંથી પણ ચોખા ગાયબ થઈ ગયા છે અને વટાણા તો કરોડપતિઓનો જ વિશેષાધિકાર બની ગયા છે. બજારમાં ખાંડ નથી, જોકે બહુ જ ઓછી માત્રામાં હજુ પણ પ્રતિબંધિત ભાવે ક્યાંક ક્યાંક મળી રહે છે.

પ્રચારને કેટલી હદે માની લેવામાં આવે છે તેની એક દિવસ મોટી, સાવધાનીપૂર્વકની, વૈજ્ઞાનિક તપાસ થશે. દાખલા તરીકે, ફાશીવાદી રેડિયો માટે એકદમ લાક્ષણિક એવી ઉપરોક્ત અવતરણ જેવી વસ્તુની અસર શું થાય છે? જે કોઈપણ ઈટાલિયન આવી જાહેરાતોને ગંભીરતાથી લેતો હશે તેણે માની લેવું પડશે કે બ્રિટનનું પતન થોડા અઠવાડિયામાં જ થવાનું લાગે છે. જ્યારે ધારણા મુજબ પતન નથી થતું, ત્યારે અપેક્ષા રાખવામાં આવશે કે તેને આ રીતે છેતરનારા સત્તાવાળાઓમાંથી તે  વિશ્વાસ ગુમાવશે. પરંતુ એવું ચોક્કસપણે કહી ન શકાય આવી પ્રતિક્રિયા આવશે. ગમે તેમ પણ ઘણા લાંબા સમય સુધી, લોકો ધરાર કહેવતાં જૂઠાણાંઓથી અવિચલિત રહી શકે છે, કારણ કે ક્યાંતો તેઓ રોજે-રોજ શું કહેવામાં આવે છે તે ભૂલી જાય છે અથવા તેઓ એવા સતત પ્રચારની બોમ્બવર્ષા હેઠળ છે કે તેઓ આખા વ્યવસાય માટે અસંવેદનશીલ બની જાય છે.

એટલું તો સ્પષ્ટ લાગે છે કે જ્યારે બધું જ ખરાબ રીતે ચાલી રહી હોય ત્યારે સત્ય કહેવા માટે કિંમત ચુકવવી કરે છે, પરંતુ  કોઈ પણ રીતે એટલું જરૂર નિશ્ચિત નથી કે સતત અપપ્રચારનો પણ કોઈ ફાયદો થાય છે.  એ એક સારો સોદો છે જે તેના સ્વ-વિરોધાભાસી ન હોવાને કારણે બ્રિટિશ પ્રચાર સારા એવા પ્રમાણમાં અવરોધાય છે. દાખલા તરીકે, બોઅર અને ભારતીય બંનેને ખુશ કરે તે રીતે ત્વચાના રંગના પ્રશ્નની ચર્ચા કરવી લગભગ અશક્ય છે. જર્મનો આવી નાની વસ્તુથી પરેશાન નથી. તેઓ ફક્ત દરેકને એ બધું કહેતા રહેશે જે તેમના મત  અનુઅસાર એ લોકો સાંભળવા માંગે છે. કદાચ યોગ્ય રીતે જ એ લોકો એમ ધારી જ લે છે કે, કોઈને બીજાંઓની સમસ્યાઓમાં રસ નથી. પ્રસંગોપાત તેમના વિવિધ રેડિયો સ્ટેશનોએ એકબીજા પર હુમલા પણ કર્યા છે.

'મોસ્કો દ્વારા નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા' એ એવો એક હુમલો છે જે આમ તો મધ્યમ-વર્ગના ફાશીવાદીઓને લક્ષ્યમાં રાખીને કરાય છે, તો વળી જે ક્યારેક તેના શ્રોતાઓને ડાબેરી મજદૂર હોવાનો દેખાડો કરનારાઓના પડકારની સામે ચેતવણી આપવા માટે ઉપયોગ કરાય છે.

બીજી વસ્તુ કે જો ક્યારેક પણ કદાચ પૂછપરછ થાય, તો તેને નામોના જાદુઈ ગુણધર્મો સાથે કામ પડશે.  લગભગ તમામ મનુષ્યોને લાગે છે કે જો તમે કોઈ વસ્તુને અલગ નામથી બોલાવો તો તે અલગ બની જાય છે. આમ જ્યારે સ્પેનિશ ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બી બી સી એ ફ્રાન્કોના અનુયાયીઓ માટેબંડખોરનામનું નિર્માણ કર્યું. આ એ હકીકતને આવરી લે છે કે તેઓ બળવાને આદરણીય બનાવતા બળવાખોર હતા. એબિસિનિયન યુદ્ધ દરમિયાન હેઇલ સેલાસીને તેના મિત્રો દ્વારા સમ્રાટ અને તેના દુશ્મનો દ્વારા નેગસ કહેવાતા. કૅથલિકો રોમન કૅથલિક તરીકે ઓળખાતા હોવા બાબતે સખત નારાજ છે. ટ્રોટસ્કીવાદીઓ પોતાને બોલ્શેવિક-લેનિનવાદી કહે છે પરંતુ તેમના વિરોધીઓ દ્વારા આ નામનો ઇનકાર કરવામાં આવ્યો છે. જે દેશોએ પોતાની જાતને વિદેશી વિજેતાઓથી આઝાદ કર્યા છે અથવા તો જે દેશો રાષ્ટ્રવાદી ક્રાંતિમાંથી પસાર થયા છે તેઓ લગભગ હંમેશા તેમના નામો બદલી નાખે છે, અને કેટલાક દેશોના નામોની સંપૂર્ણ શ્રેણી હોય છે, દરેકનો અર્થ અલગ હોય છે. આમ યુ એસ એસ આરને (તટસ્થ તરીકે કે ટૂંકમાં)રશિયા અથવા U.S.S.R.  (મૈત્રીપૂર્ણ તરીકે) સોવિયેત રશિયા કે પછી (અતિ મૈત્રીપૂર્ણ તરીક)સોવિયેત યુનિયન કહેવામાં આવે છે. એ એક વિચિત્ર તથ્ય છે કે આપણા પોતાના દેશને જે છ નામોથી ઓળખવામાં આવે છે, તેમાંથી માત્ર એક જ નામ જે કોઈને કે કોઈના અંગૂઠાને કચડતું નથી, તે પ્રાચીન, અને થોડું હાસ્યાસ્પદ પણ, નામ છે - 'એલ્બિયન'.

ટૂંકી વાર્તા સ્પર્ધાની એન્ટ્રીઓમાંથી પસાર થતાં, મને ફરી એક વાર જે આંચકો લાગ્યો તે એક જ સરખી લંબાઈમાં જ રચાતી અંગ્રેજી ટૂંકી વાર્તાઓની નબળાઈનો છે. ભૂતકાળની મહાન ટૂંકી વાર્તાઓ કદાચ ૧,૫૦૦ શબ્દોથી માંડીને ૨૦,૦૦૦ શબ્દો સુધીની તમામ પ્રકારની લંબાઈની હોય છે. દાખલા તરીકે, મૌપાસાંની મોટાભાગની વાર્તાઓ ખૂબ ટૂંકી હોય છે, પરંતુ તેની બે માસ્ટરપીસ, ‘બૉઉલ દ સ્યુટ અનેલ મેસન દ મદાં ટેલિઅરનિશ્ચિતપણે લાંબી છે. એડગર એલન પોની વાર્તાઓ એ જ રીતે જુદી પડે છે. ડી.એચ. લોરેન્સનીઈંગ્લેન્ડ, માય ઈંગ્લેન્ડ’, જોયસનીધ ડેડ’, કોનરાડનીયુથઅને હેનરી જેમ્સની ઘણી વાર્તાઓ, કદાચ કોઈપણ આધુનિક અંગ્રેજી સામયિક માટે ખૂબ લાંબી ગણાશે. તેવું જ, ચોક્કસપણે, મેરીમીની કાર્મેન જેવી વાર્તા માટે પણ કહી શકાય. આ વાર્તા, આ દેશમાં લગભગ લુપ્ત થઈ ગયેલ, 'દીર્ઘ ટૂંકી' વાર્તાઓના વર્ગની છે કારણ કે હવે એવી વાર્તાઓ માટે કોઈ સ્થાન નથી. સામયિકો માટે તે ખૂબ લાંબી અને પુસ્તકો તરીકે પ્રકાશિત કરવા માટે ખૂબ ટૂંકી પરવડે છે. અલબત્ત, ઘણી ટૂંકી વાર્તાઓ ધરાવતું પુસ્તક પ્રકાશિત કરી શકાય, પરંતુ આવાં પ્રકાશનો પણ વારંવાર થતાં નથી કારણ કે સામાન્ય સંજોગોમાં આવાં પુસ્તકો ક્યારેય વેચાતા નથી.

લગભગ કોઈપણ લંબાઈની વાર્તાઓને સમાવી લેવા માટેની જેમાં જગ્યા રહેતી હતી એવાં મોટાં કદનાં સામયિકોના ઓગણીસમી સદીના સમપયમાં જો આપણે પાછા જઈ શકીએ તો ટૂંકી વાર્તાના પુનર્વસનમાં લગભગ ચોક્કસપણે મદદ મળી રહેશે. પરંતુ મુશ્કેલી એ છે કે આધુનિક ઈંગ્લેન્ડમાં બૌદ્ધિક હોવાનો દાવઓ કરતાં કોઈ પણ માસિક અને ત્રિમાસિક સામયિકો કમાતાં નથી. ક્રાઈટરિયન જેવાં, કદાચ આપણી પાસેનાં અત્યાર સુધીનાં શ્રેષ્ઠ સાહિત્યિક સામયિકે પણ વાવટા વીંટી લેતાં પહેલાં સોળ વર્ષ સુધી નાણાં ગુમાવ્યાં હતાં.

શા માટે? કારણ કે લોકો સાડા સાત પેન્સનો ખર્ચ કરવા તૈયાર નથી. લોકો માત્ર સામયિક માટે આટલું બધું ચૂકવશે નહીં. પરંતુ પછી તેઓ શા માટે એક નવલકથા માટે એટલી જ રકમ ચૂકવે, જે ક્રાઈટરિયન જેટલી જ મોટી છે, અને પાછી સાચવી રાખવા જેવી પણ નથી? કારણ કે તેઓ નવલકથા માટે સીધે સીધા પૈસા ચૂકવતા નથી. સરેરાશ વ્યક્તિ ક્યારેય, કદાચ એકાદ પેંગ્વિન પ્રકાશન સિવાય, નવું પુસ્તક ખરીદતી નથી. પરંતુ, તે અજાણપણે જ, ભાડે પુસ્તકો આપતાં પુસ્તકાલયોને બે પેન્સ ચૂકવીને ઘણાં (આડકતરી રીતે)પુસ્તકો ખરીદે છે. જો  પુસ્તકાલયમાંથી પુસ્તકની જેમ જ જો સાહિત્યિક સામયિક ભાડેથી મેળવી શકાય, તો આ સામયિકો વ્યાપારી દૃષ્ટિએ પરવડતી દરખાસ્ત બની જશે. પરિણામે સામયિક પ્રકાશકો  તેમના યોગદાનકર્તાઓને વધુ સારી રીતે ચૂકવણી કરી શકવાની સાથે સાથે સામયિકનું કદ પણ મોટું કરી શકશે. લેખકો અને પ્રકાશકોને જીવંત રાખે છે તે પુસ્તક-ઉધારી છે અને પુસ્તક-ખરીદી નથી. ભાડે આપતાં પુસ્તકાલયોની પ્રણાલીને સામયિકો સુધી વિસ્તૃત ન કરવા માટે કોઈ યોગ્ય કારણ નથી. માસિક સામયિક પુનઃસ્થાપિત કરાયઅથવા સાપ્તાહિક અખબારને લગભગ આઠ સોળ પાનાં વધુ જાડા બનાવાશે તો ટૂંકી વાર્તાને પુનઃસ્થાપિત કરી શકાશે. પુસ્તક સમીક્ષા, જે પુરતી લવચિકતા ન મળવાને કારણેયોગાનુયોગ જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે તેને એડિનબર્ગ અને ક્વાર્ટરલીના દિવસોમાં હતું એવું ફરીથી કલાનું કાર્યક્ષેત્ર કદાચ બનાવી શકાય.

ગયા અઠવાડિયે મેટ્રિમોનિયલ પોસ્ટ વાંચ્યા પછી  બેબીલોનિયનોના લગ્નના રિવાજો વિશેના મને આછું પાતળું યાદ આવતાં મેં પેંગ્વિન હેરોડોટસમાં એક ઉલ્લેખ ખોળી કાઢ્યો. જે આ મુજબ છે:

વર્ષમાં એક વાર દરેક ગામમાં લગ્ન કરવાની ઉંમરની કન્યાઓને એક જગ્યાએ એકત્ર કરવામાં આવતી હતી. પુરુષો તેમની આસપાસ વર્તુળમાં ઊભા હતા. પછી રાજયના એક અગ્રદૂતે એક પછી એક કન્યાઓને બોલાવી અને તેમને વેચાણ માટે મુકી. સૌથી વધારે સુંદર કન્યાથી તેણે શરૂઆત કરી. જ્યારે એ કન્યા તગડી રકમમાં વેચાઈ એટલે પછી  તેણે સુંદરતામાં તેની પછીના ક્રમમાં આવનાર કન્યાને વેચવા મુકી. .... રિવાજ એવો હતો કે જ્યારે અગ્રદૂત સુંદર છોકરીઓની સંપૂર્ણ સંખ્યા પુરી થઈ જાય, ત્યારે તેણે ફોન કરવો જોઈએ. સૌથી ઓછી દેખાવડી કન્યા માટે બોલી બોલાવવાની લગ્નના માટે સૌથી ઓછી રકમ લઈને કોણ તેને લેવા માટે સંમત થાય છ એતે નક્કી કરવાનું. જે માણસ સૌથી ઓછી રકમ લેવા તૈયાર થાય તેને એ કન્યા સોંપી દેવામાં આવતી. લગ્નના માટેની આ રકમ સુંદર કન્યાઓ માટે ચૂકવવામાં આવેલા પૈસામાંથી પૂરી પાડવામાં આવતી, અને આ રીતે સુંદર કન્યાઓ ઓછી દેખાવડી કન્યાઓ માટે પોતાને મળેલી રકમમાંથી ભાગ પાડી આપતી.

લાગે છે કે આ રિવાજ ખૂબ જ સારી રીતે કામ કરે છે અને હેરોડોટસ તેના માટે ઉત્સાહથી છલકે છે. જો કે, તે ઉમેરે છે કે, અન્ય સારા રિવાજોની જેમ, લગભગ ઇ. સ. પૂર્વે ૪૫૦ની આસપાસથી આ રિવાજ ચાલી રહ્યો છે.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1943 – 1944) : Part IIનો આંશિક અનુવાદ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો