શુક્રવાર, 2 ઑગસ્ટ, 2024

માત્ર સંચાલન કરીને બેસી ન રહો, તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો

 

ઉત્પલ વૈશ્નવ

આઈઝનહૉવરનું કોષ્ટક = વધારે ઉત્પાદકતા :

હાવર્ડ બિઝનેસ રિવ્યૂનો એક અભ્યાસ દર્શાવે છે કે :
કામોને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પ્રાથમિકતા આપવાથી ઉત્પાદકતા ૨૫ % જેટલી વધારી શકાય છે.

આઈઝનહૉવરનાં કોષ્ટક વડે આપણાં કામોનાં સંચાલનને નાટકીય ઢબે પરિવર્તીત કરી શકાય છે. 



ઊંડો શ્વાસ લો અને :

૧. કરો: તાત્કાલિક પગલાં લો.
૨. સમય અનુસૂચિ બનાવો: મહત્ત્વનાં પણ તાકીદનાં નહીં.
૩. કામો બીજાંને વહેંચણી કરો: જે કામો બીજાં સારી રીતે કરી શકે 
. દૂર કરો: બિનજરૂરી કામો.

કૃત્રિમ પ્રજ્ઞા (AI) વડે સજ્જ નિર્ણય વિવેકપ્રજ્ઞા (Decision Intelligence) આ સફરમાં બહુ મદદરૂપ બની શકે છે:

અનેકવિધ ઘટકોવાળી, સંકુલ, માહિતી સામગ્રીમાંથી (હેતુલક્ષી માહિતી) સુનિશ્ચિત કરો, સમયબદ્ધ આયોજન કરો, સ્વચાલિત બનાવો અને સંક્ષિપ્ત તારણોનું વિશ્લેષણ કરો તેમ જ તેને અર્થપૂર્ણ બનાવો. 

વાત આટલેથી જ પુરી નથી થતી.

કૃત્રિમ પ્રજ્ઞા વડે સજ્જ નિર્ણય વિવેકપ્રજ્ઞા આધારિત આઇઝનહૉવર કોષ્ટક પર હથોટી મેળવવા માટે જરૂરી કૌશલ્ય કેળવવું જોઇશે. અને તેમ કરવા માટે સભાનપણે અભ્યાસ કરવો આવશ્યક છે.

કોષ્ટક્નો અમલ કર્યા પછી:

૧. તમારાં કામોનાં સંચાલનનું મૂલ્યાંકન કરો.
૨. (સભાન અભ્યાસને કારણે કેળવાયેલ) સૂક્ષ્મસમજના અધારે પ્રથમિકતાઓની યથોચિત ફેરગોઠવણી કરતાં રહો (આ બહુ જ મહત્ત્વનું છે). 

ડ્વાઈટ ડી આઇઝનહૉવર કહે છે તેમ :

જે અગત્યનું હોય છે તે કદાપિ તાકીદનું નથી હોતું, અને જે તાકીદનું હોય છે તે કદાપિ અગત્યનું નથી હોતું.

સમજી વિચારીને પ્રાથમિકતા નક્કી કરવા બાબતે ક્યારેય ખચકાવું નહીં.

વિવેકપ્રજ્ઞા ટેક + સાધનોની મદદથી ઉત્પાદકતામાં વધારો કરતાં રહો.

માત્ર સંચાલન કરીને બેસી ન રહો, તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો.

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ |  ઓગસ્ટ, ૨૦૨૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો