બુધવાર, 7 ઑગસ્ટ, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા તાર્કિક વિરોધાભાસો - વાળંદની દુકાનનો વિરોધાભાસ

'એલિસ ઈન વન્ડરલેન્ડ'થી ખ્યાતિ પામેલા લેખક લ્યુઈસ કેરૉલ્લ્સે[1] તેમના જુલાઈ ૧૮૯૪માં માઈન્ડ ન્યુ સિરીઝખંડ ત્રણ, અંક ૧૧ ના ત્રણ પાના (૪૩૬ - ૪૩૮) લેખ, A Logical Paradox"[2],માં 'વાળદની દુકાનના વિરિધાભાસ' તરીકે એક તાર્કિક વિરોધાભાસ રજૂ કર્યોહતો.  તેમણે લેખમાં વિરોધાભાસને તાત્વિક કક્ષાએ સમજાવવા માટે જે એક 'અલંકારક' ટુંકી વાર્તા લખી છે તેના  પરથી પ્રસ્તુત વિરોધાભાસનું નામ પડેલ છે.

વાર્તાનો કથાસાર મુજબ છે :

જોઈતાકાકા અને જીવણકાકા વાળંદની દુકાને જઈ રહ્યા છે. તેઓ જણાવે છે કે દુકાનમાં અરવિંદ, બિપિન અને ચંદુ એમ ત્રણ વાળંદ મિત્રો કામ કરે છે. દુકાન ખુલ્લી હોય તો એનો અર્થ કે ત્રણેય, અથવા તો કોઈ એક, દુકાનમાં હોય . તે ઉપરાંત બીજી બે માહિતીઓ પણ પુરી પાડવામાં આવી છે જેના આધારે આપણે  તારણ કાઢવાનું છે. પહેલું કે દુકાન ખુલ્લી છે એટલે કોઈ એક વાળંદ તો હાજર છે . બીજું કે એક માંદગી પછી અરવિંદ મનથી બહુ ઢીલો પડી ગયો છે, એટલે બિપીન સાથે હોય તો દુકાનની બહાર જતો હોય છે.

જીવણકાકાને ચંદુનું કામ બહુ પસંદ પડે છે, એટલે એમને જાણવું છે અત્યારે દુકાનમા ચંદુ હશે કે નહી. જોઈતાકાકા ખાતરીપૂર્વક કહે છે કે અત્યારે ચંદુ ચોક્કસપણે દુકાનમાં છે, અને વાત તે તાર્કિક રીતે સાબિત કરી શકે તેમ છે. જીવણકાકા જોઈતાકાકાને તેમની તાર્કિક સાબિતી રજૂ કરવાનો પડકાર ફેંકે છે. 


વાર્તામાંથી બે સવાલના જવાબ આપવાના થાય છે.:

પહેલો સવાલ તો કે જો ચર્ચા સાવ ભ્રામક   હોય તો કેરૉલ્લના એકાદ ડઝન, તત્ત્વવિદ, મિત્રોને તેનું ખંડન કરવાની લાલચ કેમ થઈ આવી હશે.

બીજો સવાલ છે કે, આખી દલીલમાં ખોટી કે તકરારજનક કડીઓ કઈ છે.

Conditionals and Lewis Carroll’s Barber Shop Paradox માં Bas van Fraassen ચર્ચાની તકનીકી બાબતોને બહુ સરળ અને લીન કરી દે તેવી રજૂઆત કરે છે.

વિકિપીડિઆનો લેખ, Barbershop paradox, ચર્ચાની રજૂઆત કરવાની સાથે વધારે અભ્યાસ માગી લે એવા એમના લેખમાં કેરૉલ્લ લખે છે કેમને આશા છે કે તર્કમાં રસ લેતા, માઇન્ડના, વાંચકોને ચર્ચામાં રજુ કારાયેલી મુશ્કેલ બાબતોનો હલ શોધવામાં રસ પડશે.' જોકે આજના તર્કશાસ્ત્રીઓ ચર્ચાના તર્કમાં કોઈ મસમોટી આફતને નદલે સીધી સાદી ભુલ છે એમ માને છે. શું હશે ભુલ?

વિરોધાભાસની એટલી વિગતે સર્વગ્રાહી ચર્ચાઓ થયેલ છે કે તેમનો સારાંશ પણ લેખમાળાની પૂર્વસ્વીકૃત આશયની સીમાઓની મયાદામાં પણ સમાવવો અશક્ય છે. એટલે આપણે વિરોધાભાસના ઉકલેને સમજી લઈએ :

ખરી મુશ્કેલીઓનાં સર્જક 'જો અરવિંદ બહાર છે, તો બિપિન અંદર છે' (ચંદુ બાહર છે એમ સમજીને) વાક્યને જુઓ. આપણે વાક્ય તો ખોટું છે એમ સાબિત કરી લીધું હતુ. પણ 'જો અરવિંદ બહાર છે, તો બિપિન અંદર છે' તો 'ક્યાંતો અરવિંદ કે પછી બિપિન અંદર છે' એમ કહેવા બરાબર થયું. . અને જો સાચું હોય, ખોટું હોય, તો તો એરવિંદ દુકાનમાં હોવાની શક્યતા સ્વીકારાઈ જાય છે. અને આમ હોવું બિલકુલ શક્ય છે. તો પછી, આખો પ્રશ્ન ઉડી જાય છે.

બહુ સીધી ભાષામાં કહીએ તો, જો ચંદુ દુકાનની બહાર ગયો હોય તો અરવિંદ (અને કદાચ બિપિન પણ) દુકાનમાં રહી શકે છે. તાર્કિક ઉકેલ શોધવાની લપ્પન છપ્પનમાં પડઈએ તોપણ આપ્ણી સામાન્ય સમજ પણ એમ કહેશે કે અરવિદ તો એકલો દુકાનમાં રહી શકે છે.

જોકે, વિરોધાભાસને બર્ટ્રાન્ડ રસેલે રજૂ કરેલ સ્વસંદર્ભના વાળંદના વિરોધાભાસ (Barber paradox) - જેની વાત આપણે હવે પછી કરીશું - સાથે ભેળસેળ કરી નાખવાનું ધ્યાન રાખવું જોઈશે.

વિષય સાથે સંકળાયેલ અન્ય પારિભાષિક શબ્દો વિશે જેમને વધારે જાણવાં રસ હોય તેમને માટે થોડાક અંગુલિનિર્દેશ અહીં મુક્યા છે:

Probabilities of Conditionals (1): finite set-ups

Probabilities of Conditionals: (2) examples in finite set-ups

Conditionals and the Candy Bar inference

Conditional sentence

Reductio ad Absurdum meaning in English "proof by contradiction"

An Illicit Process of the Minor!

ઉદાહરણ

પ્રતિ - ઉદાહરણ

બધા માર્ક્સવાદીઓ સમાજવાદીઓ હોય છે.
બધા માર્ક્સવાદીઓ સામ્યવાદીઓ હોય છે. 
માટે, બધા સામ્યવાદીઓ સમાજવાદીઓ હોય છે.

બધી વ્હેલ સસ્તન છે. .
બધી વ્હેલ પ્રાણીઓ છે.
માટે, બધાં પ્રાણીઓ સસ્તન હોય છે..

Theory of Hypotheticals (a. k. a. logical conditionals by modern logicians)

Protasis (Antecedent) vs. Apodosis (Consequent) - શરતી કલમ



[1] લ્યુઈસ કેરૉલ્લે મોટી સંખ્યામાં મનોરંજ્ક અને કલ્પ્નાશીલ ઉખાણાંનું સર્જન કરતાં કરતાં મતદાનનાં સ્વરૂપો અને વલણો તેમ ટેનીસ પ્રતિયોગિતાનું આલેખન જેવા અનેકવિધ વિષયો પર મહત્ત્વનાં યોગદાન કરેલ છે. - Lewis Carroll in Numberland: His Fantastical Mathematical Logical Life  - Robin Wilson

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો