ઉત્પલ વૈશ્નવ
એક ગામમાં એક કુંભકારની કલા અને
કૌશલ્યની ખ્યાતિ અનેક મુલાકાતીઓને આકર્ષતી રહેતી હતી. તેનાં જીવનનો મંત્ર હતોઃ 'મારૂં શ્રેષ્ઠ હજુ કામ હજુ થવાનું બાકી છે.'
એક યુવાન પ્રવાસી, તેનાં કામની ખ્યાતિથી ખેંચાઈને, તેનું કામ જોવા તેને ત્યાં પહોંચ્યો.
કુંભકાર એક કુંભ બનાવી રહ્યો હતો.
એટલી ચીવટથી તે કામ કરતો હતો કે અઠવાડીયામાં પુરૂ કરવા ધારેલું કામ મહિનાઓ સુધી
ચાલતું રહ્યું હતું.
પેલા પ્રવાસીની તો ધીરજ ખૂટી. તેણે
પુછી જ લીધુંઃ 'તમારી આ અદ્ભૂત કૃતિ પુરી ક્યારે
થશે?'
મર્માળુ સ્મિત સાથે કુંભકારે જવાબ
દીધોઃ
'જીવનની
જેમ જ, માટીનાં ઘડતરમાં પણ ખુબ ધીરજ હોવી જરૂરી છે.'
દરેક માટીની
આગવી ખુબીઓને સમજવી પડે અને એમાં ઉતાવળે કાંઠલા ન ચડે.
કળાની
પરાકાષ્ઠામાં ઉતાવળ ન કરાય.'
મહિનાઓની મહેનત પછી એ કુંભ સર્વાંગ
સંપૂર્ણપણે બની રહ્યો.
પેલા પ્રવાસીને તો એમા એવી કોઈ ખુબી જ
ન દેખાઈ.
પરંતુ, કુંભકારે તેને જીવનનો એક મૂળ પાઠ શીખવડ્યોઃ
'એની સાદગીમાં જ એનું
સૌંદર્ય સમાયું છે.
જીવનના વિવિધ
સુરનાં સંતુલન અને સ્વરમેળનું કુંભ પ્રતિક છે.
જીવનની ગતિના એ
એકરાગની અનુભૂતિની હાજરી તેની માર્મિક છતાં ગહન ગુંજમાં રહેલી છે.
પ્રવાસીએ હવે કુંભને એ નવી દૃષ્ટિથી
નીરખ્યો. કુંભનું સરળ લાવણ્ય અને નિર્મળ સૌંદર્ય હવે તેને પણ વર્તાવા લાગ્યું.
ગામ છોડતી વખતે એ યુવા પ્રવાસીએ
પોતાની ગાઠે કુંભકારની સૂઝ બાધી હતીઃ જીવનના પડકારોને ધીરજથી અને ખુલ્લાં મને સ્વીકારો.
હવે તેને સમજઈ ગયું હતું કે જીવનના
અમુલ્ય પાઠ સીધા સાદા લાગતા અનુભવો જ શીખવાડી દે છે.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda
ના મૂળ લેખ, The
Potter's Wisdom: Patience and Perception,નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો