બુધવાર, 2 ઑક્ટોબર, 2024

જ્ઞાન સાથે રસ પણ પડે એવા તાર્કિક વિરોધાભાસો - થીસિયસનો વિરોધાભાસ

તે થીસિયસના જહાજનો વિરોધાભાસ તરીકે પણ ઓળખાય છે. જ્યારે એક જહાજ તૂટતું જાય અને તેના તમામ ભાગો એક પછી એક બદલાઈ જાય અને અંતે જ્યારે બધા ભાગો નવા હોય, ત્યારે એ જહાજને એ જ જૂનું જહાજ કહેવું કે પછી નવું જહાજ કહેવું.

થીસિયસના વહાણની ચર્ચાઓ સામાન્ય રીતે વર્ણનાત્મક (અથવા ગુણાત્મક) અને સંખ્યાત્મક એમ બે પ્રકારની ઓળખ દ્વારા થતી હોય છે. વર્ણનાત્મક ઓળખ સમાન (પણ, અસંબંધિત) ગુણધર્મો અથવા ગુણો ધરાવતી બે અથવા તેથી વધુ જુદી વસ્તુઓ સંબંધ વર્ણવે છે. સંખ્યાત્મક ઓળખ વસ્તુ અને પોતાની વચ્ચે એવો સંબંધ વર્ણવે છે દરેક વસ્તુ પોતાની પાસે જ હોય છે અને બીજી કોઈ વસ્તુ પાસે નથી. (સંખ્યાત્મક ઓળખના નિવેદનોમાં, જો કે, સ્વ-સમાન વસ્તુને સામાન્ય રીતે બે અથવા વધુ અલગ નામો અથવા વર્ણનો દ્વારા ઓળખવામાં આવે છે: દા.ત., "માર્ક ટ્વેઇન સેમ્યુઅલ ક્લેમેન્સ સમાન છે.")

(ક્રેટના મિનોટોરને મારી નાખનાર, ભંડાકિયાના સુપ્રસિદ્ધ નાયક) થીસિયસના જહાજની મૂળ સમસ્યાનું વર્ણન પ્લુટાર્ક દ્વારા તેમના "લાઇફ ઓફ થીસિયસ"માં આ રીતે કરવામાં આવ્યું હતું:


જે વહાણમાં થીસિયસ... [ક્રેટથી] પરત ફર્યો હતો હતું, જમાં બીજા પણ ત્રીસ લોકો હતાં, તેને ડેમેટ્રિયસ ફેલેરિયસના મૃત્યુ સમય, ઈ.સ. પૂર્વે ૨૮૦, સુધી એથેનિયનો દ્વારા સાચવવામાં આવ્યું હતું. આ માટે જે જે જૂનાં પાટિયાં સડી જતાં તેને કાઢી નાખીને, તેમની જગ્યાએ એજ માપનાં નવા અને મજબૂત લાકડાં મૂક્યાં, એટલા માટે આ વહાણ દાર્શનિકોમાં જે વસ્તુઓ વૃદ્ધિ પામતી રહે છે તેને માટે તાર્કિક પ્રશ્નનું એક કાયમી ઉદાહરણ બની ગયું. એક પક્ષ માને છે છે કે વહાણ મૂળ સમાન જ છે, અને બીજો પક્ષ દલીલ કરે છે કે તે સમાન નથી.
[1]

સ્ટેનફોર્ડ એનસાયક્લોપીડિયા ઓફ ફિલોસોફી અનુસાર, આ વિરોધાભાસનો સૌથી લોકપ્રિય ઉકેલ એ નિષ્કર્ષને સ્વીકારવાનો છે કે જે સામગ્રીમાંથી વહાણ બનાવવામાં આવ્યું છે તે જહાજની સમાન વસ્તુ નથી, પરંતુ બે અલગ અલગ વસ્તુઓને એક જ સમયે એક જ જગ્યા પર મુકવામાં આવેલ છે.

આ વિરોધાભાસ ફક્ત 'જહાજ' જેવા નિર્જીવ પદાર્થોને જ લાગુ પડતો નથી, પરંતુ જીવંત પ્રાણીઓને પણ લાગુ પડે છે. એક જ વ્યક્તિના વૃદ્ધાવસ્થામાંની વ્યક્તિને બતાવતો અને બીજો વ્યક્તિને યુવાનીમાં બતાવતો હોય એવા ફોટાને બાજુ બાજુમાં રાખો. હવે આ પ્રયોગનો સવાલ એ છે કે બે ચિત્રોમાંની વ્યક્તિ કેવી રીતે સમાન છે અને કેવી રીતે અલગ છે?
બે ચહેરાવાળા જાનુસ, કર્તા અજાણ કલાકાર, ૧૮મી સદી, હર્મિટેજ મ્યુઝિયમ દ્વારા; થિસિયસ અને એરિયાડ સાથે સાથે, Jeu de la Mythologieમાંથી સ્ટેફાનો ડેલા બેલા દ્વારા - ૧૬૪૪, ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ દ્વારા

 
શરીર કોષોને સતત પુનર્જીવિત કરતુમ રહે છે. વિજ્ઞાન આપણને જણાવેકહે છે કે સાત વર્ષ પછી, સમગ્ર શરીરમાં તેના મૂળ કોષો નથી રહેતા. તેથી, માનવ શરીર, થીસિયસનાં જહાજની જેમ, તેના મૂળ સ્વરૂપથી અલગ બની છે, કારણ કે સંપૂર્ણપણે નવી વસ્તુ બનાવવા માટે જૂના ભાગોને નવા ભાગો સાથે બદલવામાં આવ્યા છે.

પ્લેટો દ્વારા ક્રેટિલસમાં ટાંકવામાં આવેલા હેરાક્લિટસની દલીલ હતી કે "બધી વસ્તુઓ ખસતી રહે છે અને કંઈપણ સ્થિર રહેતું નથી". આ દલીલ મુજબ કંઈપણ તેની ઓળખ જાળવી શકતું નથી, અથવા તે ઓળખ એક પ્રવાહી ખ્યાલ છે, અને ક્યારેય ખૂબ લાંબા સમય સુધી એ એજ વસ્તુ નથી બની રહેતી. તેથી, કોઈપણ જહાજ થીસિયસનું મૂળ વહાણ ન હોઈ શકે.

ઉપરોક્ત ઉદાહરણના સંદર્ભમાં, કેટલાક સિદ્ધાંતવાદીઓ દલીલ કરે છે કે વહાણ જેવા પદાર્થો મનુષ્યથી માટે અલગ છે કારણ કે માનવીને યાદો છે, જ્યારે નિર્જીવ પદાર્થોમાં યાદો નથી હોતી. આ દલીલ જ્હોન લોકની એ થિયરી પરથી આવે છે કે એ આપણી સ્મૃતિ છે જે આપણને સમયાંતરે આપણા ભૂતકાળ સાથે જોડે છે.

તેથી, ઓળખ સ્મૃતિ સાથે, કે પછી શરીર સાથે, અથવા બંનેના સંયોજન સાથે જોડાયેલી છે?
ટીવી શ્રેણીમાં, વાન્ડાવિઝન, વિઝન નામનું પાત્ર કૃત્રિમ રીતે બનેલું છે: તેની પાસે મન સાથેનું શારીરિક શરીર છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંથી બનાવવામાં આવ્યું છે. થીસિયસ પેરાડોક્સમાં 'જહાજ'ની જેમ, વિઝન તેના મૂળ શરીરને ગુમાવે છે, પરંતુ તેની યાદોની પ્રતિકૃતિ શરીરમાં રહે છે. વિઝનના જૂના શરીરના જૂના ઘટકોમાંથી વ્હાઇટ વિઝન બનાવવા માટે તેમને ફરીથી જોડવામાં આવે છે. તેથી, આ વ્હાઇટ વિઝનમાં મૂળ વસ્તુઓ છે, પરંતુ મૂળ સ્મૃતિઓ નથી. જ્યારે વિઝન પાસે નવું શરીર છે પરંતુ તેમાં જૂની યાદો જળવાઈ છે.

વિઝન એવા ઉકેલને રજુ કરવાનો કરવાનો પ્રયાસ કરે છે કે, “જે લાકડા૦ને થિસીયસે જાતે સ્પર્શેલ છે એને સફરને કારણે લાગેલો ઘસારો, સડવું, એ કદાચ યાદો છે.” અહીં હવે એવી દલીલ કરવામાં આવી રહી છે કે આ જહાજ કદાચ થીસિયસનું મૂળ વહાણ ન પણ હોય, કારણ કે મૂળ જહાજ તો હવે ફક્ત થીસિયસ અને તેની સાથે સફરમાં જે લોકોએ મૂળ જહાજમાં દરીયાઈ સફર કરી છે એમની યાદમાં જ અસ્તિત્વ ધરાવે છે. એકસાથે ઓળખના ટુકડાઓને જોડીને ઓળખનો સર્જક એવો જ્હોન લોકનો યાદશક્તિનો સિદ્ધાંત વાન્ડાવિઝનમાં કોયડો ઊભો કરે છે. વિઝન તેની યાદોને (અથવા 'ડેટા') વ્હાઇટ વિઝનમાં સ્થાનાંતરિત કરવામાં સક્ષમ છે, તેમ છતાં બન્ને વિઝન રહે છે તો અલગ અલગ ઓળખ જ !

વાન્ડાવિઝનનો યાદશક્તો તરફનો સંકેત વૈજ્ઞાનિક અભિગમ કરતાં થોડો ઓછો છે અને વૈજ્ઞાનિક અભિગમને બદલે વિચારવાની કળાને રોમંચક બનાવે છે. ફિલોસ(philos)માંથી "પ્રેમ" અને સોફોસ (sophos) "શાણપણ એમફિલસૂફી શબ્દનો જ અર્થ થાય છે "શાણપણનો પ્રેમ";" તે 'ફિલસૂફી' કરનારાઓના વિચારોને કસરત કરાવે છે. થીસિયસનાં જહાજના વિચાર પ્રયોગ નિશ્ચિતપણે પ્રાચીનકાળથી લઈને અત્યાર સુધી ઘણાં દિમાગોને કામે લગાડેલાં છે. [2]

આ વિરોધાભાસને વધારે સારી રીતે સમજવા માટે શિપ ઑવ થીસિયસ ફિલ્મ જરૂર જોવી જોઈએ.




આડવાતઃ

જહાજની સફરના જ વિષય પરથી એક બીજી વાર્તા - લાઈફ ઑવ π જરૂર વાંચવી જોઈએ. આ વાર્તા પરથી ફિલ્મ પણ બની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો