ઉત્પલ વૈશ્નવ
કોણ કહે છે કે પોતાના વ્યવસાયમાં સફળ
થવા માટે સ્ટાર્ટઅપ જ જરૂરી છે?
હા, સ્ટાર્ટઅપની
પોતાનો અનોખો ઉત્કટ રોમાંચ છે,
પણ એ
દરેક માટે નથી.
સફળતાઓની
ઊંચાઈઓ બેશક અવર્ણનીય છે,
પણ, નિષ્ફળતા
બહુ જ
નિષ્ઠુર હોય છે.
તો
વિકલ્પ શું છે?
લગાતાર, મૂલ્યવૃદ્ધિ
કરતા વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
અસાધારણ
ઉત્કૃષ્ટતાથી તે કરીએ.
આવા
વ્યવસાય કદાચ ઇક્વિટી રોકાણકારોને કદાચ ન આકર્ષી શકે
પણ ઋણ
ધિરાણ માટે તે શ્રેષ્ઠ ઉમેદવાર બની શકે છે.
કેમ? સંભવતઃ
પહેલાં
પણ જે સફળતાપૂર્વક કરી
શકાયું છે તે ઋણ ધિરાણ માટે સલામત જોખમ બની રહે..
અને
તેમ છતાં, અભિનવતા
ક્યાં કોઈની જાગીર છે?
ઉદ્યોગમાં
ક્રાંતિ લાવવાની જરૂર નથી.
કેટલીક
વાર, નાના
નાના સંશોધનો
મોટી
અસર લાવી શકે છે.
ઉદ્દેશ્ય
શું હોવો જોઈએ?
બજારની જરૂરિયાત ખોળી કાઢો અને તેને
પુરી કરો.
બીજાં
કોઈ પણ રીતે વધુ સારી, વધુ
અસરકારક રીતે.
સ્ટાર્ટઅપ એજ એક માત્ર માર્ગ નથી.
એ તો
એક વિકલ્પ માત્ર છે - બહુ જોખમી અને કદાચ બહુ આકર્ષક વળતર રળી આપનાર.
→ તમને અનુકૂળ પડે એવી, તમારી
શૈલીને અનૂકુળ
આવે એવી જ રમત પસંદ કરો. તમારાં સાહસની પસંદગી તમે જ કરો.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda
ના મૂળ લેખ, Rethink
Business Success — Beyond the Startup Hype,નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૪ ઓક્ટોબર, ૨૦૨૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો