શુક્રવાર, 11 ઑક્ટોબર, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - વ્યક્તિગત નિપુણતા અને નવું નવું શીખવા માટેની પ્રતિબદ્ધતા

તન્મય વોરા


આજનાં કોર્પોરેટ જગતમાં પણ, ઘણાં લોકો તેમના પોતાના વિકાસ માટે તેમનાં નોકરીદાતાઓ પર ઘણો આધાર રાખતાઅં જોવા મળે છે. જ્યારે જ્યારે વિવિધ કૌશલ્યોને સુગઠિત કરવાની કે પોતાનાના કાર્યક્ષેત્રમાં નવું કૌશલ્ય મેળવવાની વાત આવે છે, ત્યારે તેઓ કોઈ તે અંગે પહેલ કરે અને તેમને તાલીમ આપે તેની એ લોકો રાહ જુએ છે (એટલે કે 'ભાણું પણ પીરસેઅને કોળિયા પણ ભરાવે!').

તાજેતરમાં મારે ઇન્ટરવ્યુ લેવાનું થયું હતું. તે સમયે મેં લગભગ દરેક ઉમેદવારને એ પદ માટેનાં અમુક ચોક્કસ તેમજ અમુક મૂળભૂત કૌશલ્યો મેળવવા વિશે પૂછ્યું. એક ઉએમેદવારનો જવાબ હતોઃ  "મને મારી વર્તમાન નોકરીમાં તેના પર કામ કરવાની ક્યારેય તક આપવામાં આવી નથી/તક મળી નથી". બીજા એક ઉમેદવારે કહ્યું, "મને તેના પર ક્યારેય તાલીમ આપવામાં આવી નથી". આવા નિવેદનો વ્યક્તિની પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા વિશે ઘણું કહી જાય છે.

આ તબક્કે કેટલીક મહત્વપૂર્ણ બાબતો યાદ રાખવી જોઈએ:

  • કયા તબક્કે કઈ વ્યક્તિગત નિપુણતાની જરૂર પડશે તે જાણવું અને તે કેમ મેળવવી એ જાણવું એ દરેક વ્યક્તિની પોતાની એ વ્યક્તિગત સૂઝ છે. તમારા નોકરીદાતા તેમાંથી કેટલીક તાલીમોને માટે મદદ્કરે કે તેને લગતાં સંસાધનો માટે ચૂકવણી કરે એ બહુ સારી બાબત છે.  પરંતુ આખરે, તે પાઠોને વ્યવહારમાં મૂકવાની જવાબદારી તો એ વ્યક્તિની પોતાની છે. તમારી માનસિક અને વ્યાવસાયિક ક્ષમતામાં વૃદ્ધિનો પહેલો, અને સીધો, ફાયદો ખુદ તમને જ, તમારા વિશે છે. એ ફાયદાનું મૂલ્યાંક્ન પણ દરેક વ્યક્તિની પોતાના વ્યક્તિગત દૃષ્ટિકોણ પર નિર્ભર છે.
  • શરૂઆત વ્યક્તિની પોતાની આ બાબતની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે થાય છે. જ્યાં સુધી તમે પોતે જ કંઈ પણ નવું શીખવા માટે પ્રતિબદ્ધ ન હો, ત્યાં સુધી કોઈ શીખવાડી શકતું નથી. જો તમારી પોતાની જ શીખવાની તૈયારી ન હોય ત્યાં સુધી કોઈપણ તાલીમ શીખવા માટેની બાંયધરી આપતી નથી. પ્રતિબદ્ધતાનો અર્થ એ પણ છે કે તમારી પાસે તમારા કાર્ય માટે આવશ્યક જવાબદારીની ઊંડી સમજ છે. એવી સમઝશે તો જ સતત શીખવાથી તમને વધુ સારી રીતે તમારી ભૂમિકા નીભાવવામાં એવી તાલિમ તમને મદદ કરી શક્શે.
  • આ બાબતે કોણ, કેવી રીતે પહેલ કરે છે તે પણ મહત્વનું છે. એકવાર તાલીમ થઈ જાય, પછી એ વિષયને તમે તમારા વ્યવહારિક જીવનમાં કેટલો અને કેવો અમલ કરો છો? પાઠને વ્યવહારમાં મૂકવા માટે, નવી વસ્તુનો પ્રયોગ કરવા ભયને અતિક્રમીને આગળ વધવાની પહેલ કરવાની ક્ષમતા પણ મહત્વની છે. આગળ તમારે વધવાનું છે, એટલે કોઈ તમને એ માટે પરવાનગી આપે તેની રાહ જોવાની, કે એવી અપેક્ષા કરવાની, જરૂર નથી.
  • તમારી પસંદગીની પણ અહીં ભૂમિકા છે. એક પરિપક્વ વ્યાવસાયિક તરીકે, તમે તમારી કારકિર્દી માટે કયો કરો છો, તમે શું અભ્યાસ કરતાં રહેસો, કે શીખતાં રહેશો, તમે કોની પાસેથી શીખશો, તમે ક્યાંથી શીખશો એ બધી પસંદગીઓ પણ અતિ મહત્ત્વની છે. આ પસંદગીઓ બીજા કોઈ પર છોડવી એ લાંબા ગાળે જોખમી બાબત નીવડી શકે છે. તમારી જાતને તમારાથી વધારે સારી રીતે કોઈ ઓળખી શકે નહીં.
  • સંસાધનો તો પુષ્કળ છે. સદનસીબે, આપણે આજે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ઘણી બધી ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ સામગ્રી વિના, કે નજીવાં, મૂલ્યે મેળવી શકાય છે. ઓનલાઈન કોન્ફરન્સ, બ્લોગ્સ, ફ્રી ઈવેન્ટ્સ, ઉચ્ચ ગુણવત્તાનાં ટેકનિકલ સંસાધનો, ઈબુક્સ બધું વિના મૂલ્યે ઉપલ્બધ છે. તેથી, ગુણવત્તાયુક્ત સામગ્રીને પહોંચવું એ હવે સ્પર્ધાત્મક લાભ નથી રહ્યો. સ્પર્ધાત્મક સરસાઈ તો તમે તેમની સાથે શું કરો છો તેમાં રહેલ છે.
  • આ બાબતે રોકાણ કરવાં આજે હવે જરૂરી બની ગયાં છે.. તમારી તાલીમ માટે કોઈ અન્ય વ્યક્તિ ચૂકવણી કરે તેની રાહ જોવાને બદલે, તે પહેલાં તો જાતે ચૂકવો. તે એક બહુ જ ઉપયુક્ત, મોકાસરનું, રોકાણ માત્ર એટલે નથી બની રહી શકતું કે તેના દ્વારા એક વ્યાવસાયિક તરીકે તમે તમારું મૂલ્ય વધારો છો, પરંતુ તે તમારી નજરે જ તમારાં આત્મસન્માનનાં ઘડતરમાં પણ મદદ કરે છે. સતત શિક્ષણ તમને ધ્યાનકેન્દ્રિત, હકારાત્મક, આશાવાદી રહેવામાં, અને તેથી ખુશ રહેવામાં પણ, મદદ કરે છે.

ડબલ્યુ. એડવર્ડ્સ ડેમિંગે બહુ સ્પ્ષ્ટપણે કહ્યું છે: " નથી તો શીખવું અનિવાર્ય કે નથી તો અસ્તિત્વ ટકાવી રાખવું અનિવાર્ય !"

તેથી, અહીં એવા કેટલાક સંવેદન પ્રશ્નો મુક્યા છે જે આપણે સમયાંતરે આપણી જાતને પૂછી શકીએ છીએ (અને પૂછવા જોઈએ, પણ):

¾    પાછલા અઠવાડિયે/મહિના/ત્રિમસિક /વર્ષમાં આપણે શું શીખ્યા?

¾    હું એક વ્યાવસાયિક તરીકે કેવી રીતે વિકસિત થયો છું?

¾    શું મારાં નવુંનવું શીખવાથી મારી વ્યવસાયિક સજ્જતાની બાબતે મને ફાળો આપવાની મારી પોતાની ક્ષમતાને વધારવામાં મદદ મળી છે?

કેટલાક વિચારવા જેવા સવાલો:

શું તમારે એવા લોકોને મળવાનું થયું જેઓ તેમના પોતાના વિકાસ માટે તેમના નોકરીદાતાઓ પર આધાર રાખે છે?

જેઓ પોતાના વ્યાવસાયિક વિકાસની સંપૂર્ણ જવાબદારી જાતે જ લે છે એવા તમારી આસપાસના લોકો પાસેથી તમે શું શીખ્યા ?

સ્ત્રોત સંદર્ભ:: On Personal Mastery and Commitment to Learning

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો