શુક્રવાર, 8 નવેમ્બર, 2024

સ્વ-વિકાસ : વિચાર વલોણું - હંમેશ તાર્કિક રહેવાની ટેવ ન પડવા દઈએ

તન્મય વોરા

જેમ જેમ આપણે મોટાં થઈએ છીએ તેમ તેમ આપણી માન્યતાઓ કાર્યસ્થળ પર શું સાચું અને શું ખોટું છેશું કામ કરશે કે શું નહીં કરે જેવી કલ્પનાઓ બાબતે વધારે રૂઢ થતી જાય છે. જે સંદર્ભાં આપણને અનુભવો થાય તે મુજબ આપણી માન્યતાઓ વધારે ગેરી બનતી જાય છે. જોકે  માહિતી સામગ્રીઓ, તથ્યો અને વલણોની સમજ મહત્વની જરૂર છે કેમકે તે આપણને "તર્કસંગત" બનાવે છે.

પરંતુ, સમસ્યા ત્યારે શરૂ થાય છે, જ્યારે આપણે હંમેશા તર્કસંગત બનવાનો પ્રયત્ન કરીએ છીએ.  જે હંમેશા તર્કસંગત વલણ અપનાવે છે એવાં અગ્રણી પોતાનાં સાથી લોકોને પ્રેરણા આપવામાં નિષ્ફળ જાય છે, કારણ કે લોકો હંમેશા તર્કસંગત નથી રહેતાં હોતાં. જે વ્યક્તિ હંમેશા પરંપરાગત શાણપણ, સાબિત થઈ ચૂકેલી કેડી કે પૂર્વનિર્ધારીત પથ  પર ચાલતી રહે છે તે ઝડપથી "ઘણા લોકોનાં ટોળાંમાંની એક" બની જાય છે. જે માતા-પિતા બાળકોને તેમની પોતાની જરીપુરાણી માન્યતાઓ પ્રમાણે કેળવે માતાપિતા  બાળકોને મદદ કરવા કરતાં નુકસાન વધુ પહોંચાડે છે.

સંપૂર્ણપણે તર્કસંગત, આયોજિત વ્યૂહરચના સંસ્થાઓને ક્યારેય મોટી સફળતાઓ મેળવવાની તક આપશે નહીં. વેચાણ કરનારાં વ્યાવસાયિકો માત્ર માહિતી સામગ્રી  ડેટા અને તથ્યોના આધારે અસરકારક રીતે વેચાણ કરી શકતાં નથી, કારણ કે લોકો દિમાગથી નહીં પણ દિલથી ખરીદી કરે છે, અને પછી ભલેને તે લાગણીઓને યોગ્ય ઠેરવવા માટે તથ્યોની જરૂર હોય.

તર્કસંગતતા આપણાં અનુમાનો અને વિચારોને અમુક લયમાં ઢાળી દે છે. એટલે નવા વિચાર માટે કોઈ જગ્યા રહેતી નથી. બધાં કરે છે, અને પાછું જો તે વ્યાજબી અને સારી રીતે ચાલતું હોય તો, તો આપણે પણ તે રીતે કેમ કરવું જોઈએ.

માનસિકતાની બહાર નીકળવાની ચાવી હંમેશા સાચા પડવાની આપણી ઇચ્છાને છોડી દેવી અને વ્ય્વસ્થતિતાની સાથે થોડી અરાજકતા સાથે સંતુલન ઊભું કરવામાં છે. તર્કસંગત મન અને લાગણીશીલ મન બંનેને સાંભળવાં જોઈએ.

જોમ, ભરોસો અને શ્રદ્ધા જેવી બાબતો મોટે ભાગે અતાર્કિક હોય છે. જ્યારે લોકો "ભરોસાની છલાંગ" મારે છે, ત્યારે તેઓ ભાગ્યે પુરાવા અને આંકડાઓ પર આધાર રાખતાં હોય છે. તેઓ તે એટલા માટે કરે છે કે એમ કરવાનું તેમને જોશ ચડ્યું છે. તેમને પરિણામમાં વિશ્વાસ છે. તેઓ નિર્ણય લે છે અને પછી તે નિર્ણયોને અમલ બનાવવા માટે સખત મહેનત કરે છે. જો તે નિર્ણયો બિન -આયોજિત હોય તો એને કારણે થતી ભૂલોમાંથી તેઓ શીખે છે.

આપણી જાતને, આપણી ટીમોને અને આપણી સંસ્થાઓને એક સમયે સાવ અતાર્કિક અને તદ્દન મૌલિક  વિચારથી બદલી શકાય.

સેથ ગૉડિનનું કહેવું છે કે,

અતાર્કિક જોમ આપણા અર્થતંત્રનું મુખ્ય પરિવર્તન પરિબળ છે. વિશ્વાસ અને સુંદરતા અને વસ્તુઓને બદલવાની ઇચ્છા સરળતાથી માપી શકાતી નથી, અને આપણે તેમના વિના જીવી પણ શકતાં નથી.



સ્ત્રોત સંદર્ભ::  Giving Up On Need To Be ‘Rational Always’

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો