બુધવાર, 13 નવેમ્બર, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ - જ્યોર્જ ઑર્વેલ - [૪]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part II  ના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ ના અંશ ( )થી આગળ

ટ્રિબ્યુન

૨૩ જૂન, ૧૯૪૪

ગયા અઠવાડિયે ટ્રિબ્યુને જેરાર્ડ મૅનલી હૉપકિન્સ પર એક શતાબ્દી લેખ છાપ્યો હતો. તે પછી જ અમેરિકન નેશનના એપ્રિલનો અંક વાંચી જવાની તકે મને યાદ અપાવ્યું કે ૧૯૪૪ એ વધુ જાણીતા લેખક, ઍનાતોલી ફ્રાન્સ,ની શતાબ્દી પણ છે.

વીસ વર્ષ પહેલાં જ્યારે ઍનાતોલી ફ્રાન્સનું અવસાન થયું ત્યારે, જે ઉચ્ચભ્રૂ લેખકો પ્રખ્યાત થઈ શકે એટલો સમય જીવી જાય છે તેમને જે જોખમ ખાસ કરીને રહે છે એવા, પ્રતિષ્ઠાના અચાનક ઘટાડાનો સામનો તેમણે કરવો પડ્યો હતો. ફ્રાન્સમાં પ્રચલિત મનોરંજક પ્રણાલી, જ્યારે તે મૃત્યુશય્યા પર હતા અન પછી મૃત્યુ બાદ તુરંત, ત્યારે તેમના પર ડંખીલા વ્યક્તિગત હુમલા કરવામાં આવ્યા હતા. પછીથી નાઝીઓનો સહયોગી બનનારા પિયર ડ્રાઈયુ લ રૉશેલ્લ દ્વારા ખાસ કરીને ઝેરીલાં લખાણો લખાયાં હતાં. ઈંગ્લેન્ડમાં પણ, એવું ખોળી કઢાયું હતું કે ઍનાતોલી ફ્રાન્સમાં કંઈ ખાદ દમ નહોતો. તેના થોડા વર્ષો પછી એક સાપ્તાહિક પેપર સાથે જોડાયેલા એક યુવાને (પછીથી હું જેને પેરિસમાં મળ્યો અને જાણ્યું કે તે સહાય વિના ટ્રામની ટિકિટ પણ ખરીદી શકતો નથી) મને ખાતરીપૂર્વક જણાવ્યું કે ઍનાતોલી ફ્રાન્સે 'ખૂબ ખરાબ ફ્રેન્ચ લખ્યું છે'. એવું લાગતું હતું કે ફ્રાન્સ એક અભદ્ર, બનાવટી અને ઉઠાંતરી કરનાર લેખક હતું, જે હવે દરેક વ્યક્તિ સ્પષ્ટપણે જોઈ શકતી હતી. લગભગ તે જ સમયે, બર્નાર્ડ શો અને લિટ્ટન સ્ટ્રેચી વિશે એવું જ ખોળી કઢાઈ રહ્યું હતું: પરંતુ નવાઈ એ વાતે લાગે છે કે, જ્યારે તેમનો વિરોધ કરનારાઓ મોટા ભાગે ભૂલાઈ ગયા છે ત્યારે આ ત્રણેય લેખકો ખૂબ જ વાંચી શકાય તેવા રહ્યા છે,

ઍનાતોલી ફ્રાન્સ માટેની નફરત સાહિત્યિક દૃષ્ટિએ કેટલી યથાર્થ હતી તે તો મને ખબર નથી. પરંતુ, નિર્વિવાદપણે તેમની વધુ પડતી પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રકારની રીતભાતવાળા અને આટલા અથક અશ્લીલ લેખકથી ક્યારેક તો કંટાળો આવવો જોઈએ. પરંતુ તે પણ નિર્વિવાદ છે કે તેમના પરના હુમલા અમુક અંશે રાજકીય હેતુઓથી કરવામાં આવ્યા હતો. તે એક મહાન લેખક હોય પણ કે ન પણ હોય, પરંતુ સો વર્ષ કે તેથી વધુ સમયથી ચાલી રહેલ રાજકીય-સાહિત્યિક સામસામાં શ્વાનયુદ્ધના તેઓ એક પ્રતીકાત્મક વ્યક્તિ હતા. ધર્મોપદેશકો અને પ્રતિક્રિયાવાદીઓ જેમ ઝોલાને નફરત કરતા હતા તેમજ ઍનોતોલી ફ્રાન્સને ધિક્કારતા હતા. એનાતોલી ફ્રાન્સે ડ્રેફસનો પુષ્ટિ કરતા હતા, જેને માટે નોંધપાત્ર હિંમત જોઈએ. ની જરૂર હતી, તેમણે જોન ઓફ આર્કને ઉઘાડો પાડ્યો, ફ્રાન્સનો હાસ્યાસ્પદ ઇતિહાસ લખ્યો; અને એ બધાં ઉપરાંત, તેમણે ચર્ચની મજાક કરવાની કોઈ તક ગુમાવી ન હતી. પહેલાં જે લોકોએ ભણાવ્યું બોશને ક્યારેય પુનર્જીવીત ન થવા થવા દેવો જોઈએ નહીં અને પછીથી હિટલરના બૂટનૉ પાલીશ ચાટી ગયા એવા મૌલવીઓ અને પુનઃપ્રાપ્તિવાદીઓ જેને સૌથી વધુ ધિક્કારે તે બધું જ એનોતોલી ફ્રાન્સ હતા.

મને ખબર નથી કે એનાતોલી ફ્રાન્સનાં લ પેટિસેરી દ લા રેઈન પેડાયુક઼/La Patisserie de la Reine Pedauque[1] (૧૮૯૩), જેવાં સૌથી લાક્ષણિક પુસ્તકો, આજની તારીખે ફરીથી વાંચવા યોગ્ય છે કે નહીં. એ પુસ્તકોમાં જે છે તે બધું ખરેખર વોલ્ટેરમાં પણ છે. પરંતુ ચાર નવલકથાઓ મૉંસીયૉં બર્જરેટ સાથે જોડાયેલી એ એક અલગ વાર્તા છે. અત્યંત મનોરંજક હોવા ઉપરાંત, આ નેવુંના દાયકામાં ફ્રેન્ચ સમાજનું સૌથી મૂલ્યવાન ચિત્ર અને ડ્રેફસ[2] (૧૯૦૩)કેસની પૃષ્ઠભૂમિ આપે છે. મેં વાંચેલી શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓમાંની એક ‘ક્રેઇનક્યુબિલૅ’[3] પણ છે. યોગાનુયોગ, એ વાર્તા ‘કાયદો અને વ્યવસ્થા’ પરનો વિનાશક હુમલો છે.

પરંતુ જો કે એનાતોલી ફ્રાન્સ ‘ક્રેઇનક્યુબિલૅ’ જેવી વાર્તામાં મજૂર વર્ગ માટે વાત કરી શકે છે, અને સામ્યવાદી અખબારોમાં તેમની કૃતિઓની સસ્તી આવૃત્તિઓની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, કોઈએ ખરેખર તેમને સમાજવાદી તરીકે વર્ગીકૃત કરવા જોઈએ નહીં. તે સમાજવાદ માટે કામ કરવા તૈયાર હતા, તેના પર પવનના સુસવાટા બોલતા હોય એવા સભાખંડોમાં હોલમાં પ્રવચનો આપવા માટે પણ તિયાર હતા. તે જાણતા હતા કે આમ કરવું જરૂરી અને અનિવાર્ય, બંને, હતું. પરંતુ તે અંગત રીતે આમ કરવા ઇચ્છતા હતા કે કેમ તે કહેવું કદાચ શંકાસ્પદ છે. તેમણે એકવાર કહ્યું હતું કે, વિશ્વને સમાજવાદના આગમનથી એટલી જ રાહત મળશે જેટલી બીમાર માણસને પથારીમાં પડવાથી મળે છે. કટોકટીમાં તે પોતાની જાતને કામદાર વર્ગ સાથે ઓળખવા માટે તૈયાર હતા, પરંતુ તેમના પુસ્તક લ પિયર બ્લાંચ/ La Pierre Blanche[4] માં જોઈ શકાય છે તેમ આદર્શ સમાજવ્યવસ્થાના ભવિષ્યના વિચારે તેમને હતાશ કર્યા, જેમ કે, ફ્રેન્ચ ક્રાંતિ વિશેની તેમની નવલકથા લેસ ડીયુ ઑન્ટ સોઇફ /Les Dieux Ont Soif[5] માં વધુ ઊંડો નિરાશાવાદ છે. સ્વભાવે તેઓ સમાજવાદી ન હતા પણ કટ્ટરપંથી હતા. આજની તારીખે તેમ હોવું એ કદાચ એ બેમાંથી વધારે દુર્લભ છે. તેમનો કટ્ટરવાદ, સ્વતંત્રતા અને બૌદ્ધિક પ્રામાણિકતા માટેનો તેમનો જુસ્સો મૉંસીયૉં બર્જરેટ વિશેની ચાર નવલકથાઓમાં આ ગુણોના વિશેષ રંગ પૂરે છે.

હું ક્યારેય સમજી શક્યો નથી કે ઝીંગાના છૂંદાના રંગ જેવી પણ વધારે તો ગુલાબી રંગ જેવી પણ ચોક્કસપણે નિસ્તેજ ગુલાબી (સમાજવાદી લોકશાહી) તરફ ઢળતી રાજ્નીતિને અનુસરતું ન્યૂઝ ક્રોનિકલ રોમન કેથોલિક ધરમને વ્યવસાય બનાવી બેઠેલા 'ટિમોથી શાય' (ડી. બી. વિન્ડહામ લેવિસ) ને તેમના હાસ્યરસનાં કૉલમમાં રોજેરોજે તોડફોડ કરવાની મંજૂરી કેમ આપે છે. લોર્ડ બીવરબ્રુકનાં એક્સપ્રેસમાં તેના સાથી-કેથોલિક ‘બીચકોમ્બર’ (જે. બી. મોર્ટન) અલબત્ત, વધુ સ્વસ્થ અને હળવા છે.

છેલ્લાં વીસ વર્ષ કે તેથી વધુ સમયથી આ બંને લોકો કામ પર છે તેના પર નજર કરતાં, પિલસુડસ્કી, મુસોલિની, તુષ્ટિકરણ, કોરડા મારવાની સજા[6], ફ્રાન્કો, સાહિત્યિક સેન્સરશિપ જેવા વિરોધાત્મક મુદ્દાઓનો ઝંડો એ લોકોએ પકડ્યો ન હોય એવું શોધવું મુસ્કેલ છે ; જેનો કોઈપણ શિષ્ટ વ્યક્તિ સહજપણે વાંધો ઉઠાવે એવી દરેક બાબતો માટે એ બન્નેને સારા શબ્દો મળી રહેતા રહ્યા છે. તેઓએ સમાજવાદ, લીગ ઓફ નેશન્સ અને વૈજ્ઞાનિક સંશોધન વિરુદ્ધ વણથંભ્યો પ્રચાર કર્યો છે. તેઓએ જોયસથી લઈને વાંચવા યોગ્ય દરેક લેખક સામે નિંદાની ઝુંબેશ ચાલુ રાખી છે. હિટલર દેખાયો ત્યાં સુધી તેઓ દ્વેષપૂર્ણ રીતે જર્મન વિરોધી હતા, પણ તે પછી તેમનો જર્મનવાદનો વિરોધ નોંધપાત્ર રીતે ઠંડો પડી ગયો. આ સમયે એમ કહેવાની જરૂર નથી કે તેમના દ્વેષનું ખાસ લક્ષ્ય (બ્રિટિશ અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક વિલિયમ) બેવરીજ[7] છે.

આ બંને વિદુષકોનેને શુદ્ધ અને સરળ ગણવા એ ભૂલ થશે. તેઓ લખે છે તે દરેક શબ્દનો હેતુ કેથોલિક પ્રચાર માટે છે. કમ સે કમ તેમના કેટલાક સહ-ધર્મવાદીઓ આ દિશામાં તેમના કાર્યને ખૂબ જ ઉચ્ચ માને છે. ચેસ્ટરટન અને તેમના જેવા લેખકોને વાંચનાર કોઈ પણ તેમની સામાન્ય 'કાર્યપ્રણાલી'થી પરિચિત હશે. એ લોકોનો મૂળતં મુદ્દો ઇંગ્લેન્ડ અને સામાન્ય રીતે પ્રોટેસ્ટન્ટ દેશોની બદનક્ષી છે. કેથોલિક દૃષ્ટિકોણથી આમ કરવું જરૂરી છે. એક કેથોલિક, ઓછામાં ઓછું એક માફી આપનાર, એવું માને છે કે તેણે કેથોલિક દેશો માટે અને મધ્ય યુગ માટે વર્તમાનની સામે શ્રેષ્ઠતાનો દાવો કરવો જ જોઈએ, જેમ એક સામ્યવાદીને લાગે છે કે તેણે તમામ સંજોગોમાં યુએસએસઆરને ટેકો આપવો જોઈએ, તેથી ચા, ક્રિકેટ, વર્ડ્ઝવર્થ, ચાર્લી ચેપ્લિન, પ્રાણીઓ માટે દયા, નેલ્સન, ક્રોમવેલ અને તેવી અનેક દરેક અંગ્રેજી સંસ્થામાં 'બીચકોમ્બર' અને 'ટીમોથી શાય'નો સતત ઉપહાસ કરાતો રહે છે. આથી સ્પેનિશ નૌસેના કાફલાની હારનો વિચાર કરતી વખતે 'ટિમોથી શાય'ના અંગ્રેજી ઈતિહાસને ફરીથી લખવાના પ્રયાસો અને નફરતના બડબડાટ તેમની નજરમાં નથી આવતા. (સ્પેનિશ આર્મડા બીજાં પેટમાં તે કેવી રીતે ચોંટી જાય છે ! જાણે કે આજની તારીખે કોઈને વિશે પડી હોય!) તેથી, નવલકથા આવશ્યકપણે સાહિત્યનું એક સુધારાઓ પછીનું એક સ્વરૂપ છે જે બાબતે સમગ્ર કૅથલિકો પણ નીવડ્યા નથી, નવલકથાકારોની અવિરત મજાક વિસે પણ આજની તારીખે કોઈને ખાસ પડી નથી.

સાહિત્યિક અથવા રાજકીય દૃષ્ટિકોણથી આ બંને જણા ફક્ત ચેસ્ટરટનની થાળી પરનો એઠવાડ છે. ચેસ્ટરટનની જીવનની દ્રષ્ટિ કેટલીક રીતે ખોટી હતી, અને પ્રચંડ અજ્ઞાન તેના માર્ગમાં ખાસી અડચણ પણ હતું, પરંતુ, ઓછામાં ઓછું, તેનામાં હિંમત તો હતી. તે શ્રીમંત અને શક્તિશાળી પર હુમલો કરવા તૈયાર હતો. આમ કરીને તેણે તેની કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું. પરંતુ ‘બીચકોમ્બર’ અને ‘ટીમોથી શાય’ બંનેની ખાસિયત છે કે તેઓ પોતાની લોકપ્રિયતા બાબતે કોઈ જોખમ લેતા નથી. તેમની વ્યૂહરચના હંમેશા આડકતરી હોય છે. આમ, જો તમે વાણી સ્વાતંત્ર્યના સિદ્ધાંત પર હુમલો કરવા માંગતા હો, તો બ્રેન્સ ટ્રસ્ટની પર હાંસી ઉડાવો, જાણે કે તે એક નમૂનારૂપ ઉદાહરણ હો. ડૉ જોડ બદલો નહીં લે! જ્યારે તેઓ ખતરનાક બની જાય છે ત્યારે તેમની સૌથી ઊંડી માન્યતાઓ પણ શીતાગારમાં જાય છે. યુદ્ધની શરૂઆતમાં, જ્યારે આવું કરવું સલામત હતું, ત્યારે 'બીચકોમ્બરે' ક્રૂર રીતે રશિયન વિરોધી પત્રિકાઓ લખી હતી, પરંતુ આજકાલ તેમની કૉલમમાં કોઈ રશિયન વિરોધી ટિપ્પણી દેખાતી નથી. જો કે, જો લોકપ્રિય રશિયન તરફી લાગણી મરી પરવારશે તો તેઓ ફરીથી ચાલુ થઈ જશે. મને એ જોવામાં રસ હશે કે ‘બીચકોમ્બર’ કે ‘ટીમોથી શાય’ મારી આ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપે છે કે કેમ. જો એમ થાય, તો તે બંનેમાંથી કોઈએ પણ વળતો પ્રહાર કરી શકવાની સંભાવના ધરાવતા કોઈપણ પર હુમલો કર્યો હોવાની એ પ્રથમ નોંધાયેલ ઘટના હશે. (તેઓએ હજુ સુધી ક્યારેય એમ કર્યું નથી.)

 +                +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part IIનો આંશિક અનુવાદ 


[4] Sur la pierre blanche by Anatole France

[5] Les Dieux ont soif by Anatole France

[7] William Beveridge (1879 - 1963) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો