બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ - જ્યોર્જ ઑર્વેલ- [૩]

 જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part II  ના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ ના અંશ ( )થી આગળ

ટ્રિબ્યુન

૧૬ જૂન, ૧૯૪૪

ઘણી વખત, મને મૌખિક કે લેખિત પૂછવામાં આવ્યું છે કે શા માટે હું બ્રેઇન્સ ટ્રસ્ટ પર કડક શબ્દોમાં આલોચના કરવા માટે આ કોલમનો ઉપયોગ નથી કરતો. (ધ બ્રેઇન્સ ટ્રસ્ટ એ બી બી સી નો લોકપ્રિય પ્રોગ્રામ છે. જેમાં બિર્કબેક કૉલેજ, લંડનમાં સાયકોલોજી અને ફિલોસોફી વિભાગના વડા હતા,ડૉ. જોડ 'નિષ્ણાતો'ની એવી પેનલના વડા હતા જે શ્રોતાઓ દ્વારા મોકલેલા પ્રશ્નોના જવાબો આપતી). એક વાચકે તો 'ભગવાનને ખાતર જોડને આડે હાથે લો ને !' એમ સુદ્ધાં કહ્યું હતું. હું એ વાતનો ઇનકાર કરીશ નહીં કે બ્રેઇન્સ ટ્રસ્ટ એ ખૂબ જ નિરાશાજનક કાર્યક્ર્મ હતો. હું તટસ્થપણે બ્રેઇન્સ ટ્રસ્ટ એટલો વિરોધી છું કે કોઈપણ રેડિયો પર એ કાર્યક્ર્મ ચાલુ થાય તો હું રેડિયો જ બંધ કરી દઉં છું આખો કાર્યક્રમ સ્વયંસ્ફુરિત અને સેન્સર થયા વિનાનો છે એવો ખોટો ઢોંગ, કોઈ પણ ગંભીર વિષયને સતત ટાળતા રહેવું, 'બાળકોના કાન કેમ બહાર નીકળી આવે છે' પ્રકારના પ્રશ્નો પર જ વળગી રહેવું, પ્રશ્ન-માસ્ટરના કસી કસીને દિલથી અપાતા દિલાસા, વારંવાર આવતા કાનમાં ખુંચતા અવાજો અને અડઘણ નવા નિશાળીઆ બ્રોડકાસ્ટર્સને 'અર — હંહં ' જેવા બોલ બોલવા માટે એક મિનિટમાં દસ કે પંદર શિલિંગ ચૂકવવામાં આવે છે એવા બધા વિચારો સહન કરી લેવા ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ હું આ પ્રોગ્રામ સામે એટલો .રોષ અનુભવી શકતો નથી જેટલો મારા ઘણા પરિચિતોને લાગે છે. આવું શા માટે થાય છે તે સમજાવવું જરૂરી છે.

અત્યાર સુધીમાં તો બહુ મોટી સંખ્યામાં શ્રોતાઓ કદાચ બ્રેઇન્સ ટ્રસ્ટથી કંટાળી ગયા હશે, પરંતુ લાંબા સમય સુધી તે ખરેખર લોકપ્રિય પ્રોગ્રામ હતો. તે માત્ર ઇંગ્લેન્ડમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં સાંભળવામાં આવતો હતો. તેની તકનીક લશ્કરી દળો અને નાગરિક સંરક્ષણમાં અસંખ્ય ચર્ચા જૂથો દ્વારા અપનાવવામાં આવી છે. તે એક એવી વિભાવના છે જેને એમ કહેવાય કે ‘ચાલી નીકળી'. શા માટે એમ થયું તે સમજવું મુશ્કેલ નથી. લગભગ ૧૯૪૦ સુધી, અખબાર અને રેડિયો ચર્ચાના આ દેશમાં પ્રચલિત ધોરણો અનુસાર, બ્રેઇન્સ ટ્રસ્ટ એ એક એવું મોટું પ્રગતિશીલ કદમ હતું જેણે ઓછામાં ઓછું વાણીની સ્વતંત્રતા અને બૌદ્ધિક ગંભીરતા પર લક્ષ્ય રાખવાનો થોડો દેખીતો પ્રયાસ કર્યો. જોકે પછીથી તેને 'રાજકારણ અને ધર્મ' વિશે મૌન રાખવું પડ્યું. તેમાંથી પક્ષીઓના માળાના સૂપ (એક ચીની વાનગી) અથવા પોર્પોઇઝ (ટોળામાં રહેનારું એક જાતનું સ્તન્ય જળચર) ની આદતો કે ઈતિહાસના ટુકડાઓ અને ફિલસૂફીની છાંટ વિશે રસપ્રદ તથ્યો મેળવી શકાતાં હતાં. તે સરેરાશ રેડિયો પ્રોગ્રામ કરતાં દેખીતી રીતે ઓછો વ્યર્થ હતો. મોટાભાગે તે જ્ઞાન માટેનું માધ્યમ હતું, અને તેથી જ લાખો શ્રોતાઓએ, એક કે બે વર્ષ સુધી, તેને સ્વીકાર્યો.

આટલા માટે જ પ્રગતિશીલ વિચારધારાના કટ્ટર વિરોધીઓ બ્રેઇન્સ-ટ્ર્સ્ટને દિક્કારતા હતા, અને હજુ આજે પણ ધીક્કારે છે. બ્રેઇન્સ ટ્રસ્ટ એ જી.એમ. યંગ- પી. હર્બર્ટ અને મિસ્ટર ડગ્લાસ રીડ પણ જેવા જમણેરી બૌદ્ધિકો દ્વારા સતત હુમલાઓ માટેની વસ્તુ છે. જ્યારે પાદરીઓની ટુકડી હેઠળ હરીફ બ્રેઈન્સ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે બધા પ્રગતિશીલ વિચારધારાના કટ્ટર વિરોધીઓ કહેતા હતા કે જોડ અને તેના સાથીઓ કરતાં તે કેટલું સારું છે. આ લોકો બ્રેઇન્સ ટ્રસ્ટને વિચારની સ્વતંત્રતાના પ્રતીક તરીકે જુએ છે, અને તેઓ સમજે છે કે તેના કાર્યક્રમો ભલે ગમે તેટલા મૂર્ખ હોય, પણ તેમની વૃત્તિ લોકોને વિચારવાનું શરૂ કરવાની છે. તમે અથવા હું, કદાચ, બી બી સીને એક ખતરનાક વિધ્વંસક સંગઠન તરીકે નથી જોતા. પરંતુ કેટલાંક વર્તુળોમાં તેને એ રીતે જોવામાં આવે છે. તેના કાર્યક્રમોમાં દખલ કરવાના સતત પ્રયાસો થાય છે. અમુક હદ સુધી કોઈ માણસને તેના દુશ્મનો દ્વારા ઓળખવામાં આવે છે, અને જે અણગમા સાથે બધા સાચી દિશામાં વિચારધારા ધરાવતા લોકો બ્રેઇન્સ ટ્રસ્ટ - તેમજ એવાં, જાહેર અથવા ખાનગી, ચર્ચા જૂથોનાં સમગ્ર વિચારબીજ - વિશે શરૂઆતથી જ વિચારે છે તે એક એવી એક નિશાની છે જે બતાવે છે કે તેમાં કંઈક સારું હોવું જોઈએ. તેથી જ મને, જેમના પર તેમના હિસ્સાની ટીકાઓનો મારો મળતો જ રહે છે એવા ડૉ. જોડ વિશે ખાસ વાંધા લેવા માટે કોઈ ખાસ પ્રેરણા નથી થતી. હું તેના બદલે કહું છું: જરા વિચારો કે જો તેના કાયમી સભ્યો તરીકે લોર્ડ આઈટોન, મિસ્ટર હેરોલ્ડ નિકોલસન અને મિસ્ટર આલ્ફ્રેડ નોયેસ હોત તો બ્રેઇન્સ ટ્રસ્ટ કેવું હોત.

આજકાલ કોઈ વ્યક્તિ વિદેશમાંથી સામયિકો ખરીદી શકતી નથી, પરંતુ હું ભલામણ કરું છું કે ન્યૂયોર્કમાં કોઈ મિત્ર હોય તો તેની પાસેથી માગી ભીખીને પણ માર્ક્સવાદી સાહિત્યિક વિવેચક ડ્વાઈટ મેકડોનાલ્ડ દ્વારા સંપાદિત નવાં માસિક સામયિક, 'પોલિટિક્સ'ની નકલ મેળવીને અજમાવી જુઓ. હું આ સામયિકની યુદ્ધ વિરોધી (શાંતિવાદી કોણ નથી?) નીતિ સાથે સંમત નથી, પરંતુ હું તેમાં રજુ થતાં બૌધિક સાહિત્યિક વિવેચન સાથે મુકાતાં ઉચ્ચભ્રૂ રાજકીય વિશ્લેષણના સંયોજનની પ્રશંસા કરું છું. અમેરિકી સામયિકોનાં સ્તર સુધી આવવા માટે ઈંગ્લેન્ડમાં આપણી પાસે કોઈ માસિક કે ત્રિમાસિક સામયિકો નથી એમ સ્વીકારવું દુ:ખની વાત છે, કારણ કે 'પોલિટિક્સ' જેવી જ છાપ ધરાવતાં અન્ય ઘણા સામયિકો અહીં છે. આપણે હજી પણ અર્ધ-સભાન વિચારથી પીડાઈએ છીએ કે સારી ચીજની કદર કરનારા જેવી સંવેદનાઓ રાખવા માટે તમારે ટોરી બનવું જોઈએ. જોકે અલબત્ત, અમેરિકન સામયિકોની વર્તમાન શ્રેષ્ઠતા આંશિક રીતે યુદ્ધને કારણે છે. રાજકીય રીતે, આ દેશમાં લગભગ 'પોલિટિક્સ'ને સમાંતર ગણી શકાય એવું સામયિક, મને લાગે છે કે, 'ન્યુ લીડર' કહી શકાય. તમારે ફક્ત ઉઠાવ, લેખનની શૈલી, વિષયોની શ્રેણી અને બે સામયિકોના બૌદ્ધિક સ્તરની તુલના એ જોવા માટે કરવાની છે કે જે દેશમાં હજુ પણ લોકો પાસે ઓછી કિંમતનાં કાલનિક વિષયોનાં સામયિકો વાંચવાની ફુરસદ છે એ દેશમાં કેમ કરીને રહી શકાય છે.

                                          +                 +                      +                      + 

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part IIનો આંશિક અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો