જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) ઃ Part IIના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ ના અંશ (૧ )થી આગળ
ટ્રિબ્યુન
૯ જૂન, ૧૯૪૪
૨૮ એપ્રિલ ૧૯૪૪નાં ટ્રિબ્યુનમાં, પુસ્તકના
સમીક્ષકોને વિશ્વસનીય માર્ગદર્શક તરીકે લઈ શકાય કેમ તે અંગે સલાહ માગનારા એક યુવાન
કોર્પોરલને આર્થર કોએસ્ટલરે પત્રના રૂપમાં એક લેખ લખ્યો હતો તેમાં કોએસ્ટલરે મોટા
ભાગના અખબારોમાં પ્રવર્તમાન વિવેચનોના નિરાશાજનક ધોરણો બાબતે નિર્દેશ કર્યો હતો. આર્થર કોએસ્ટલરના
ટ્રિબ્યુનમાંના એ લેખ વિશે મને એ આશ્ચર્ય થયું કે યુદ્ધ પછી જ્યારે તેના જૂના
જોમમાં ફરી શરૂ થશે, જ્યારે
કાગળ પુષ્કળ પ્રમાણમાં મળવા લાગશે, અને પૈસા ખર્ચવા માટે અન્ય વસ્તુઓ પણ મળવા લાગી હશે
ત્યારે પુસ્તકનું તિકડમ શું ફરીથી એનાં મૂળ જોશમાં ચાલવા લાગશે ખરૂં?
પ્રકાશકોએ પણ બીજા કોઈની પણ જેમ જીવવાનું
છે, એટલે
આપણે તેમને માલસામાનની જાહેરાત માટે તેમને દોષી તો ઠેરવી શકાય પણ યુદ્ધ પહેલાંના
સાહિત્યિક જીવનની એ ખરેખર શરમજનક લાક્ષણિકતામાં જાહેરાત અને વિવેચન વચ્ચેના ભેદની
રેખા બહુ અસ્પષ્ટ
બની ગઈ હતી. કહેવાતા સંખ્યાબંધ સમીક્ષકો, અને ખાસ કરીને તેમાંના સૌથી વધુ જાણીતા સમીક્ષકો, ફક્ત સ્પષ્ટપણે
પ્રકાશકોની પ્રશસ્તિ લખી આપનારા લેખકો જ કહી શકાય.
'ચીસો પાડતી' જાહેરાત ઓગણીસો વીસના દાયકામાં શરૂ થઈ, અને શક્ય તેટલી
વધુ જગ્યા રોકી પાડવાની અને શક્ય તેટલા અતિશક્તિમય ભાષાનો ઉપયોગ કરવાની સ્પર્ધા
જેમ જેમ વધુ ઉગ્ર બનતી ગઈ,
તેમ તેમ પ્રકાશકોની જાહેરાતો કંઈ કેટલાંય સામયિકો માટે આવકનો એક મહત્વપૂર્ણ
સ્ત્રોત બની રહી. કેટલાક જાણીતાં સામયિકોનાં સાહિત્યિક પૃષ્ઠો વ્યવહારીક રીતે
મુઠ્ઠીભર પ્રકાશકોની માલિકીના હતા, જેમણે તમામ મહત્વની નોકરીઓમાં તેમના મલટીયા 'અમીચંદો'ને ગોઠવી રાખ્યા
હતા. આ ફુટી ગયેલાઓએ યંત્રવત સ્વર કાઢના પિયાનોની જેમ 'અતિ ઉત્તમ', 'તેજસ્વી', 'અવિસ્મરણીય' અને એવાં મળી શકે
એટલાં વખાણો વરસાવ્યાં. અમુક પ્રકાશકોનાં પુસ્તકને માત્ર અનુકૂળ સમીક્ષાઓ જ નહીં, પરંતુ '(વાંચવાની)
ભલામણપાત્ર' યાદીમાં
મૂકવામાં આવવા લાગ્યાં જેથી એ પણ નિશ્ચિત થઈ જાય કે પુસ્તક લેવાની મહેનત કરનાઓ એને
કાપીને બીજા દિવસે પુસ્તકાલયમાં લઈ જાય.
જો તમને ઘણાં જુદાં જુદાં પ્રકાશન
ગૃહોમાંમાં પુસ્તકો પ્રકાશિત કરવાનો અનુભવ હશે તો તમને ટૂંક સમયમાં સમજાઈ જશે કે જાહેરાતનું
દબાણ કેટલું ભારે હોય છે. સામાન્ય રીતે જાહેરાત પાછળ મોટી રકમ ખર્ચી શકતા મોટા
પ્રકાશક તરફથી આવતાં પુસ્તકને પચાસ કે પંચોતેર રિવ્યુ મળી શકે છે: પણ નાના પ્રકાશકના
પુસ્તકને તો વીસેક
રિવ્યુ પ્ણ માડ મળી શકે છે. મને એક કિસ્સાની ખબર છે જેમાં એક ધર્મશાસ્ત્રને લગતા વિષયને લગતાં સાહિત્યના પ્રકાશકે, કોઈ કારણસર, નવલકથા પ્રકાશિત
કરવાનું તેના શિરે લીધું હતું. તેણે તેની જાહેરાત પાછળ ઘણો ખર્ચ પણ કર્યો હતો. આખા
ઈંગ્લેન્ડમાં તેને ગણીને ચાર સમીક્ષાઓ મળી, અને પૂર્ણ-લંબાઈનો એક માત્ર સમીક્ષા લેખ મોટર કારની સફરને લગતાં
સામયિકમાં હતો. એ સામયિકે એ દર્શાવવાની તક ઝડપી લીધી કે નવલકથામાં વર્ણવેલ દેશનો
ભાગ મોટર દ્વારા પ્રવાસ માટે સારું સ્થળ છે. આ પ્રકાશક તિકડમીઓમાંનો નહોતો, તેની જાહેરાતો
સાહિત્યિક સામયિકોની આવકનો નિયમિત સ્ત્રોત બની શકે તેવી શક્યતા ન હતી, અને તેથી એવાં
સામયિકોએ તેની અવગણના કરી.
પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકો પણ તેમના
જાહેરાતકર્તાઓની સંપૂર્ણ અવગણના કરી શકે તેમ નથી. પ્રકાશકો દ્વારા સમીક્ષકને સમીક્ષા પુસ્તક એ નોંધ સાથે મોકલવું બહુ સામાન્ય બાત હતી કે, 'જો આ પુસ્તક સારું લાગે તો તેની સમીક્ષા કરજો. જો તેમ નહીં, તો પુસ્તક પાછું મોકલી આપશો. કેમકે અમને નથી લાગતું કે માત્ર નિંદાત્મક સમીક્ષાઓ છાપવી એ યોગ્ય છે.’
સ્વાભાવિક જ છે કે, એક વ્યક્તિ જેને એક સમીક્ષા માટે એક ગિની જેવો પુરસ્કાર મળવાનો હોય જેમાંથી તે આગામી સપ્તાહનું ભાડું ચુકવી શકે તેમ હોય તે એ પુસ્તક પાછું મોકલશે નહીં. પુસ્તક વિશે તેનો અંગત અભિપ્રાય ગમે તે હોય, પુસ્તકની પ્રશંસા કરવા માટે કંઈક તો તે શોધી કાઢશે એવી ગણતરી જરૂર કરી શકાય.
અમેરિકામાં પણ જે સમીક્ષ બદલ કંઈક નાણાં મળવાનાં છે એવું પુસ્તક પગારદાર સમીક્ષક સમ ખાવા પુઅર્તું પણ વાંચે છે એવો ઢોંગને હવે થોડે ઘણે અંશે પડતો મુકવામાં આવ્યો છે. પ્રકાશકો, અથવા તો કેટલાક પ્રકાશકો, સમીક્ષાની નકલો સાથે સમીક્ષકે શું કહેવું તે જણાવતો ટૂંકો સારાંશ સાથે મોકલે છે. એકવાર, મારી પોતાની નવલકથાના કિસ્સામાં, તેઓએ આવા સારાંશમાં એક પાત્રના નામની ખોટી જોડણી કરી. જે સમીક્ષા કરાઈ તે સમીક્ષામાં એ જ ખોટી જોડણી જોવા મળી. કહેવાતા વિવેચકોએ પુસ્તક તરફ નજર પણ કરી ન હતી તેમ છતાં, તેમાંના મોટાભાગનાં પુસ્તકોનાં વેચાણ આકાશને આંબતાં
હતાં.
આ દેશના રાજકીય વર્તુળોમાં ખૂબ વપરાતું એક વાક્ય છે 'હાથમાં રમાડવું'. અસગવડદાયક સત્યોને ચુપ કરી દેવા માટેનું તે એક પ્રકારનું વશીકરણ અથવા મંત્ર છે. જ્યારે તમને કહેવામાં આવે કે આવું કે પેલું કે એવું જ કંઈ બીજું કહીને તમે 'કોઈ કુટિલ દુશ્મનના હાથમાં રમી રહ્યા છો', ત્યારે તમે તરત જ સમજી જાઓ છો કે ચૂપ રહેવું તમારી ફરજ છે.
ઉદાહરણ તરીકે, જો તમે બ્રિટિશ સામ્રાજ્યવાદ વિશે નુકસાનકારક કંઈપણ કહો છો, તો તમે ડૉ. ગોબેલ્સના હાથમાં રમી રહ્યા છો. જો તમે સ્ટાલિનની ટીકા કરો છો તો તમે ટેબ્લેટ અને ડેઈલી ટેલિગ્રાફના હાથમાં રમી રહ્યા છો. જો તમે ચિયાંગ કાઈ-શેકની ટીકા કરો છો તો તમે વાંગ ચિંગ-વેઈના હાથમાં રમી રહ્યા છો — અનંતવાર વગેરે વગેરે .... .
નિરપેક્ષ રીતે જુઓ તો આ આક્ષેપ ઘણીવાર સાચો હોય છે. કોઇ પણ વિવાદમાં બીજા પક્ષને, થોડા સમય માટે પણ, મદદ કર્યા સિવાય એક પક્ષ પર હુમલો કરવો હંમેશા મુશ્કેલ બની રહે છે. ગાંધીજીની કેટલીક ટીપ્પણીઓ જાપાનીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેતી. અંતિમ કક્ષાના ટોરીઓ રશિયન વિરોધી કોઈપણ વસ્તુ પર ઝડપી લેશે પછી ભલેને એ તે જમણેરી સૂત્રો પાસેથી આવવાને બદલે ટ્રોટસ્કીવાદી તરફથી આવે.
નવલકથાકારોની આડશ હેઠળ હુમલા કરવાની ફિરાકમાં રહેતા અમેરિકન સામ્રાજ્યવાદીઓ બ્રિટિશ સામ્રાજ્ય વિશેની કોઈપણ અવિશ્વસનીય વિગતો માટે નજર રાખીને બેઠા હોય છે. જો તમે લંડનની ઝૂંપડપટ્ટી વિશે કંઈપણ સાચું લખો છો, તો તેને એક અઠવાડિયા પછી નાઝી રેડિયો પર ફરીથી સાંભળવા મળ તો તેના જવાબદાર છો. પરંતુ, તો પછી, તમારે શું કરવું રહું? ઢોંગ કરવો કે ત્યાં કોઈ ઝૂંપડપટ્ટી છે જ નહીં?
પ્રચાર અથવા પ્રચાર સાથે
ક્યારેય કોઈ લેવાદેવા ધરાવતી દરેક વ્યક્તિને એવા પ્રસંગો જરૂર યાદ આવશે જ્યારે
તેને કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે એટલે જૂઠું બોલવાની વિનંતી કરવામાં આવી હોય, કે સાચું કહેવાથી દુશ્મનના હાથમાં દારૂગોળો પકડાવવા જેવું થશે. દાખલા
તરીકે, સ્પેનિશ ગૃહયુદ્ધ દરમિયાન, સરકાર પક્ષના મતભેદોને ડાબેરી અખબારોમાં ક્યારેય યોગ્ય રીતે બહાર પાડવામાં
આવ્યા ન હતા. જો કે તેમાં સિદ્ધાંતના મૂળભૂત મુદ્દાઓ પણ સામેલ હતા. સામ્યવાદીઓ અને
અરાજકતાવાદીઓ વચ્ચેના સંઘર્ષની ચર્ચા કરવા માટે, તેમને
કહેવામાં આવ્યું હતું કે, ફક્ત ડેઈલી મેઈલને એ કહેવાની તક
આપશો કે બધા સામ્યવાદીઓ એક બીજાની હત્યા કરી રહ્યા છે. આમ થવાનું એક માત્ર પરિણામ
એ આવ્યું કે ડાબેરી વિચારધારા એકંદરે નબળી પડી ગઈ. ડેઇલી મેઇલ કદાચ કેટલીક ભયાવહ
ખરોની વાત પ્રકાશિત કરવાનું ચુકી ગયું, કારણ કે લોકોએ તેમનાં
મોં પર તાળાં માર્યાં હતાં. એનું એક પરિણામ એ આવ્યું કે બધાંને માટે કેટલાક
મહત્વપૂર્ણ પાઠ શીખવાનું જ રહી ગયું, જે એક એવી હકીકત છે
જેના કારણે આપણે આજે પણ પીડાઈ રહ્યાં છીએ
+ + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part
IIનો આંશિક અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો