બુધવાર, 11 ડિસેમ્બર, 2024

મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ - જ્યોર્જ ઑર્વેલ - [૫]

 

જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part II  ના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ  ના અંશ ( )થી આગળ

મેં જોયું છે કે (જીવતા પાયલોટ દ્વારા છોડવામાં આવેલો બોમ્બ જેટલો તદ્દન સ્વાભાવિક લાગે છે, તેટલો જ દેખીતી રીતે) જર્મન પાયલોટ વિનાના વિમાનો દ્વારા છોડવામાં આવેલો બૉમ્બ 'એટલો કૃત્રિમ લાગે છે' કે કેટલાક પત્રકારો તેમને જંગલી, અમાનવીય અને 'નાગરિકો પર અંધાધૂંધ હુમલો' ગણાવી રહ્યા છે..

છેલ્લાં બે વર્ષથી આપણે જર્મનો સાથે જે કર્યું છે તે પછી, આ થોડું આકરું લાગે છે, પરંતુ તે દરેક નવા હથિયાર માટે સામાન્ય માનવ પ્રતિભાવ છે. ઝેરી ગેસ, મશીનગન, સબમરીન, ગનપાઉડર અને ક્રોસબો પિસ્તોલની પણ તેમના જમાનામાં આ જ રીતે નિંદા કરવામાં આવી હતી. જ્યાં સુધી આપણે જાતે એ શસ્ત્રને અપનાવી નથી લેતાં ત્યાં સુધી દરેક શસ્ત્ર અપર્યાપ્ત લાગે છે. 

જો કે હું એ વાતનો ઇનકાર નહીં કરું કે પાયલોટ વિનાનું પ્લેન, ફ્લાઇંગ બોમ્બ અથવા તેનું સાચું નામ ગમે તે હોય, તે એક અપવાદરૂપે અપ્રિય બાબત છે, કારણ કે, મોટાભાગના અન્ય અસ્ત્રોથી વિપરીત, તે તમને વિચારવાનો સમય આપે છે. જ્યારે તમે વિમાન ઉડવાનો ડ્રોનિંગ, કે બોમ્બ છોડાવાનો ઝૂમિંગ અવાજ સાંભળીએ છીએ ત્યારે આપણી પ્રથમ પ્રતિક્રિયા શું હોય ? મોટા ભાગે તો એવું જ લાગતું હોય છે આ અવાજ બંધ નહીં થાય. આપણને એવી આશા રહે છે કે બોમ્બ સુરક્ષિત રીતે ઉપરથી પસાર થઈ જાય અને એન્જિન બંધ થાય તે પહેલાં દૂર દૂર જઈને પડે . બીજા શબ્દોમાં કહીએ તો, આપણે આશા રાખીએ છીએ કે તે કોઈ બીજા પર પડશે. જ્યારે આપણે ગોળી કે સામાન્ય બોમ્બથી જાતને બચાવીએ છીએ આપણી પાસે આડશ લેવા માટે માત્ર પાંચ સેકન્ડનો સમય હોય છે અને માનવીના હદપાર વિનાના સ્વાર્થ વિશે અનુમાન કરવા માટે સમય નથી હોતો.

+                      +                      +                      +

જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part IIનો આંશિક અનુવાદ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો