જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part II ના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ ના અંશ (૫ )થી આગળ
ટ્રિબ્યુન
૭ જુલાઈ, ૧૯૪૪
જ્યારે ખલીફા ઓમરે એલેક્ઝાન્ડ્રિયાની લાઇબ્રેરીઓનો નાશ કર્યો હતો ત્યારે તેણે હસ્તપ્રતો સળગાવીને તેની ગરમીથી જાહેર સ્નાનગૃહને અઢાર દિવસ સુધી ગરમ રાખ્યું હોવાનું માનવામાં આવે છે. એ આગજનીમાં અને યુરીપીડ્સ અને અન્ય લેખકો દ્વારા લખાયેલી મોટી સંખ્યામાં કરૂણાંતિકાઓ એવી રીતે નાશ પામી હોવાનું કહેવાય છે કે તેમાંથી કંઈ હાથમાં ન આવે. મને યાદ છે કે જ્યારે મેં એક છોકરાં તરીકે આ વિશે વાંચ્યું ત્યારે મારૂં મન એ વિશે ઉત્સાહપૂર્વકની મંજૂરીથી ભરાઈ આવ્યું હતું. મારે મન તો એવું લાગ્યું હતું કે શબ્દકોશમાં એટલા શબ્દો જોવા મટ્યા. તેનું ખાસ કારણ તો એ કે, હું માત્ર એકતાલીસ વર્ષનો હોવા છતાં, એટલો તો મોટો છું કે એ સમયે ભણવામાંથી લેટિન અને ગ્રીકથી માંડ માંડ જ બચી શકાતું હતું, અને 'અંગ્રેજી'ને તો ભાગ્યે જ શાળામાં ભણવા યોગ્ય વિષય ગણવામાં આવતો હતો.
જૂની પદ્ધતિનું શાસ્ત્રીય શિક્ષણ તો લગભગ ખતમ થઈ રહ્યું છે, પણ અત્યારે પુખ્ત વયના બહુ ઘણા લોકો હશે જેઓએ અઢારમી સદીની શ્રેષ્ઠ અંગ્રેજી રચનાઓ વાંચવાને બદલે એસ્કિલસ, સોફોક્લીસ, યુરીપીડ્સ, એરિસ્ટોફેન્સ, વર્જીલ, હોરેસ અને અન્ય લેટિન અને ગ્રીક લેખકોની તત્કાલીન પ્રચલિત બધી જ રચનાઓ વાંચવા માટે બરડા પર સોટીઓ ખાધી હશે. તમે તમારા મિત્રોમાં થોડી પૂછપરછ કરીને શોધી શકશો કે લોકો ફિલ્ડિંગ અને બાકીનાવિશે ઉપર ઉપરથી વાતો અલબત્ત કરશે, પરંતુ તેઓ તેને વાંચતા નથી.. દાખલા તરીકે, (૧૭૪૯માં પ્રસિદ્ધ થયેલ હેન્રી ફિલ્ડીંગની હાસ્ય નવલ)ટોમ જોન્સ[1]ને કેટલા લોકોએ ક્યારેય વાંચી હશે? ગુલિવર્સ ટ્રાવેલ્સ[2] પછીના પુસ્તકો પણ ઘણાએ વાંચ્યા નથી. રોબિન્સન ક્રુસો[3]ની બાળવાર્તા તરીકે એક પ્રકારની લોકપ્રિયતા છે, પરંતુ સમગ્ર પુસ્તક એટલું ઓછું જાણીતું છે કે થોડા લોકો એ પણ જાણતા હશે કે તેનો બીજો ભાગ[4] (ટાર્ટરીમાંથી થઈને કરાયેલો પ્રવાસ) પણ છે. હું માનું છું કે, ટોબિઅસ સ્મોલેટ[5] તે બધામાં સૌથી ઓછા વંચાયેલ છે. શૉના નાટક, પિગ્મેલિયનનું કેન્દ્રિય કથાવસ્તુ પેરેગ્રીન પીકલમાંથી ઉઠાવવામાં આવ્યું છે. હું માનું છું કે છાપીને કોઈએ ક્યારેય આ તરફ ધ્યાન દોર્યું નથી, જે સૂચવે છે કે બહુ થોડા લોકોએ પુસ્તક વાંચ્યું હશે. પરંતુ સૌથી વિચિત્ર બાબત એ છે કે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, ખુબ કાળજીપૂર્વક બાયરન પોતાનામાંના એક છે એવો દાવો કરનારા સ્કોટિશ રાષ્ટ્રવાદીઓએ સ્મોલેટ માટે ક્યારેય ઉત્સાહ બતાવ્યો નથી. તેમ છતાં, સ્મોલેટ, અંગ્રેજી બોલતી જાતિઓમાંના શ્રેષ્ઠ નવલકથાકારોમાંના એક હોવા ઉપરાંત, એક સ્કોટ્સમેન હતા, અને જ્યારે એમ કરવું કોઈની કારકિર્દી માટે મદદરૂપ તો ન હતું તે સમયે જાહેરમાં તેની જાહેરાત પણ કરતા.
સંસ્કારી ઘરસંસારનો જીવન વ્યવહાર.
(પરિવાર ચા પીવા એકઠો થયો છે.)
ઝૂમ-ઝૂમ-ઝૂમ!'શું કોઈ ચેતાવણી ચાલુ છે?'‘ના, બધું ચોખ્ખું છે.’‘મને લાગ્યું કે કોઈ ચેતાવણી ચાલુ છે.’
ઝૂમ-ઝૂમ-ઝૂમ!
‘તેમાંની બીજી કોઈ વસ્તુ આવી રહી છે!’‘બધુ બરાબર છે, માઈલો દૂર છે.’
ઝૂમ-ઝૂમ-ઝૂમ!
'બહાર જુઓ, અહીં તે આવે છે! ટેબલ નીચે, જલ્દી!'
ઝૂમ-ઝૂમ-ઝૂમ!
‘બધું બરાબર છે, ધીમું પડી રહ્યું છે.’
ઝૂમ-ઝૂમ-ઝૂમ!
‘એ... પાછું આવ્યું....!’'તેઓ ઘેરો ઘાલતા હોય એવું લાગે છે અને ફરી પાછા આવે છે. તેમને તેમની પૂંછડીઓ પર, ટોર્પિડો જેવું, કંઈક છે જે તેમને આમ કરવા માટે પ્રેરે છે.'
ઝૂમ-ઝૂમ-ઝૂમ!
'હે ભગવાન! હવે તો માથા પર છે!’
સ્મશાનવત શાંતિ.
'હવે નીચે આવો. તમારા માથાને સારી રીતે નીચાં રાખજો. હાશ, બાળક અહીં નથી!’'બિલાડીને જુઓ! તે પણ ડરી ગઈ છે.’'અલબત્ત પ્રાણીઓ જાણે છે. તેઓ સ્પંદનો અનુભવી શકે છે.'
બૂ.....મ!
‘બધું બરાબર છે, મેં તમને કહ્યું તે માઈલો દૂર છે.’
(ચા પીવાનું ચાલુ રહે છે.)
હું જોઉં શકું છું કે, ઇવનિંગ સ્ટાન્ડર્ડમાં લખતી વખતે લોર્ડ વિન્ટરટન કહે છે કે, 'સંસદ અને અખબારો, બન્નેએ, રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં ન નાખવા માટે આ યુદ્ધમાં (કોઈપણ રીતે નિયમ કે નિયમન દ્વારા સંપૂર્ણપણે લાદવામાં ન આવેલી) અદ્ભુત ચુપકીદી બતાવી છે' અને ઉમેરે છે કે તેઓએ 'સંસ્કારી વિશ્વની પ્રશંસા મેળવી' છે.
માત્ર યુદ્ધના સમયમાં જ બ્રિટિશ અખબાર જગત આ સ્વૈચ્છિક મૌનનું પાલન કરે છે. ઈંગ્લેન્ડ વિશેની સૌથી અસાધારણ બાબતોમાંની એક એ છે કે ત્યાં લગભગ કોઈ સત્તાવાર સેન્સરશિપ નથી, અને તેમ છતાં, શાસક વર્ગ માટે કંઈપણ અપમાનજનક ખરેખર છાપવામાં આવતું નથી - કમસે કમ જ્યાં મોટી સંખ્યામાં લોકો તેને વાંચી શકે એવી જગ્યાએ તો નહીં જ. જો તે કંઈક અથવા એવાં અન્યનો ઉલ્લેખ કરવો 'ઉચિત નથી', તો તેનો ઉલ્લેખ થતો નથી. પરિસ્થિતિનો સારાંશ (મને લાગે છે) હિલેર બેલોક દ્વારા આ પંક્તિઓમાં આપવામાં આવ્યો છે:
તમે લાંચની કે મરોડ દેવાની આશા ન કરી શકોભગવાનનો આભાર! બ્રિટિશ પત્રકારપણ લાંચ વિના શું કરશેતે જોવાને, કોઈ પ્રસંગ નથી.
કોઈ લાંચ નહીં, કોઈ ધમકી નહીં, કોઈ દંડ નહીં — માત્ર એક જ વાર ડોકું હલાવ્યું અને આંખ મારી ને બધું થઈ ગયું. એક જાણીતું ઉદાહરણ ગાદીત્યાગનો પ્રસંગ હતો. આ કૌભાંડ સત્તાવાર રીતે બહાર આવ્યું તેના અઠવાડિયાંઓ પહેલા, હજારો લોકોએ શ્રીમતી સિમ્પસન વિશે બધું સાંભળ્યું હતું, અને તેમ છતાં એક પણ શબ્દ પણ અખબારોમાં આવ્યો ન હતો, ડેઇલી વર્કરમાં પણ નહીં, જો કે અમેરિકન અને યુરોપિયન અખબારોને આ વાતની વિષયનૉ લૉટરી લાગી ગઈ હતી વાર્તા સાથે જીવે છે. તેમ છતાં હું માનું છું કે ત્યાં કોઈ ચોક્કસ સત્તાવાર પ્રતિબંધ ન હતો: માત્ર એક સત્તાવાર 'વિનંતી' અને એક સામાન્ય સહમતી કે જે સમાચારને સમય પહેલાં બહાર પાડવાનું 'ઠીક નહીં કહેવાય'. અને હું અન્ય કિસ્સાઓ વિશે વિચારી શકું છું કે છાપવા માટે કોઈ દંડ ન હોવા છતાં કેટલીય મહત્ત્વના સમાચારો પ્રકાશિત નથી થયા.
આજકાલ આ પ્રકારની પડદા પાછળની સેન્સરશીપ પુસ્તકો સુધી પણ વિસ્તરેલી છે. M.O.I (આંતરિક બાબતોનું મંત્રાલય), અલબત્ત, પક્ષ દ્વારા નક્કી કરાયેલી લક્ષ્મણ રેખા નિર્દેશ કરતું નથી અથવા ઇન્ડેક્સ એક્સ્પર્ગેટરિયસ index expurgatorius (શું ન છપાવું જોઈએ તેની અનુક્રમણિકા) જાહેર કરતું નથી. તે માત્ર 'સલાહ' આપે છે. પ્રકાશકો M.O.I પાસે હસ્તપ્રતો લઈ જાય છે, , અને M.O.I. 'સૂચન કરે છે' કે આ અથવા તે અનિચ્છનીય છે, અથવા નિયત સમય માટે તૈયાર નથી, અથવા 'કોઈ સારો હેતુને સિદ્ધ કરશે નહીં'. અને જો કે એવો કોઈ ચોક્કસ પ્રતિબંધ નથી, કે એવું કોઈ સ્પષ્ટ નિવેદન નથી કે આ અથવા પેલું છપાવું જોઈએ નહીં, પણ સત્તાવાર નીતિનો ક્યારેય ભંગ થતો નથી. જ્યારે રિંગમાસ્ટર ચાબુકને તોડી નાખે છે ત્યારે સર્કસ કૂતરાઓ ગુલાંટ મારવા લાગી જાય એ તો સમજ્યા, પરંતુ સારી રીતે પ્રશિક્ષિત થયેલો કૂતરો ત્યારે ખરો જે કોઈ ચાબુક ન હોય ત્યારે પણ ગુલાંટો ખાય. ગૃહયુદ્ધ વિના ત્રણસો વર્ષ સાથે રહેવાને કારણે આપણે આ સ્થિતિમાં પહોંચી ગયાં છીએ.
એક એવી સમસ્યા રજૂ કરીએ જેનો ઉપયોગ ક્યારેક બુદ્ધિ પરીક્ષણ માટે થાય છે.
એક માણસ તેના ઘરથી દક્ષિણમાં ચાર માઈલ ચાલ્યો અને તેણે રીંછને ગોળી મારી. તે પછી તે પશ્ચિમમાં બે માઇલ ચાલ્યો, પછી ઉત્તરને કારણે બીજા ચાર માઇલ ચાલ્યો અને ફરીથી તેના ઘરે પાછો આવ્યો. તો, રીંછનો રંગ કેવો હતો?
રસપ્રદ મુદ્દો એ છે કે - જ્યાં સુધી મારૂં પોતાનું અવલોકન છે - પુરુષો સામાન્ય રીતે આ સમસ્યાનો જવાબ શોધી શકે છે અને સ્ત્રીઓ નથી શોધતી.
+ + + +
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
As I Please (1944) : Part IIનો આંશિક અનુવાદ
[1] The History of
Tom Jones, a Foundling, by Henry Fielding
[2] Gulliver’s Travels - Jonathan
Swift, 1726
[3] The Life and
Adventures of Robinson Crusoe by Daniel Defoe
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો