જ્યોર્જ ઑર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944) : Part II ના આંશિક અનુવાદ મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ ના અંશ (૬)થી આગળ
ટ્રિબ્યુન
૧૪ જુલાઈ, ૧૯૪૪
કેટલાક ખૂબ હિંસક પત્રો સહિત મને ઘણા પત્રો મળ્યા છે, જેમાં બ્રિટનના બોમ્બમારા વિરોધી મિસ વેરાની
પત્રિકા પરની મારી ટિપ્પણી બદલ મને આડે હાથ લેવાયો હતો. બે મુદ્દા છે જેના પર વધુ
ટિપ્પણી કરવાની જરૂર લાગે છે.
સૌ પ્રથમ, ખૂબ જ સર્વસામાન્ય દેખાતો આરોપ છે,
કે 'અમે તે શરૂ કર્યું હતું,' એટલે કે બ્રિટન નાગરિકો પર વ્યવસ્થિત બોમ્બમારો કરનારો પહેલો દેશ હતો.
છેલ્લા ડઝન વર્ષોના ઇતિહાસને ધ્યાનમાં રાખીને, કોઈ પણ આ દાવો
કેવી રીતે કરી શકે છે તે લગભગ મારી કલ્પનામાં નથી બેસતું. વર્તમાન યુદ્ધમાં પહેલું કામ - જો મને બરાબર યાદ હોય, તો યુદ્ધની ઘોષણા પહેલાંના કેટલાક કલાકો દરમ્યાન કરાયેલો - વોર્સો પર જર્મન બોમ્બમારો હતો. જર્મનોએ શહેર પર એટલી તીવ્રતાથી બોમ્બમારો
અને તોપમારો કર્યો કે, પોલ્સના મતે, એક
સમયે એક સાથે ૭૦૦ જેટલી જગ્યાએ આગ ભડકી રહી હતી. તેઓએ વોર્સોના વિનાશની એક ફિલ્મ
બનાવી, જેને તેમણે 'બાપ્ટિઝમ ઓફ ફાયર'
નામ આપ્યું અને તટસ્થ લોકોને ડરાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં
મોકલી. આના ઘણા વર્ષો પહેલા હિટલર દ્વારા સ્પેન મોકલવામાં આવેલા કોન્ડોર લીજન
દ્વારા એક પછી એક સ્પેનિશ શહેરો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ૧૯૩૮ માં
બાર્સેલોના પર 'શાંત હુમલાઓ' માં બે
દિવસમાં હજારો લોકો માર્યા ગયા હતા. આ પહેલા ઇટાલિયનોએ સંપૂર્ણપણે અસુરક્ષિત
એબિસિનિયનો પર બોમ્બમારો કર્યો હતો અને બુમરાણ મચાવીને પોતાનાં પગલાંઓને
પાડીને રમુજી ગણાવ્યા હતા. બ્રુનો મુસોલિનીએ અખબારના લેખો લખ્યા હતા
જેમાં તેમણે બોમ્બમારા કરાયેલા એબિસિનિયનોને 'ગુલાબની જેમ
ફૂટતા' ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એ દૃશ્ય 'સૌથી મનોરંજક' હતું. અને ૧૯૩૧ થી, અને ૧૯૩૭ થી તો બહુ તીવ્રતાથી, જાપાનીઓ ગીચ ચીની
શહેરો પર બોમ્બમારો કરી રહ્યા છે જ્યાં કોઈ ARP ૯બોંબમારા
વિરોધી તૈયારી)ની વ્યવસ્થા પણ નથી, ત્યાં કોઈપણ AA (વિમાન વિરોધી)બંદૂકો અથવા લડાયક વિમાનોની તો વાત જ ક્યાં કરવી.
હું એવી દલીલ નથી કરી
રહ્યો કે બે કાળા ભાંગીને એક ગોરો બને છે, કે બ્રિટનનો પાછલો હિસાબ ખાસ સારો છે. લગભગ ૧૯૨૦ થી ઘણા 'નાના યુદ્ધો' માં RAF એ જેમની
પાસે વળતો પ્રહાર કરવાની શક્તિ ઓછી કે બિલકુલ નહોતી એવા અફઘાન, ભારતીયો અને આરબો પર બોમ્બમારાઓ કર્યાછે. પરંતુ એ કહેવું ખોટું છે કે ભય
ફેલાવવાના હેતુથી ગીચ શહેરી વિસ્તારોમાં મોટા પાયે બોમ્બમારો કરવો એ બ્રિટિશ શોધ
છે. ફાશીવાદી રાજ્યોએ આ પ્રથા શરૂ કરી હતી, અને જ્યાં સુધી
હવાઈ યુદ્ધ તેમના પક્ષમાં રહ્યું ત્યાં સુધી તેઓ તેમના ઉદ્દેશ્યો સ્પષ્ટપણે જાહેર
કરતા રહ્યા.
બીજી વસ્તુ જેની સાથે વાત
કરવી જોઇએ તે એ કે 'સ્ત્રીઓ અને બાળકોની હત્યા' એ પોપટે રટેલા હોય એવા
બુમબરાડા છે. મેં પહેલાં પણ કહ્યું છે, પરંતુ સ્પષ્ટપણે
તેનું પુનરાવર્તન કરવાની જરૂર છે, કે ફક્ત યુવાનોને મારવા
કરતાં વસ્તીના એક ભાગને મારવો કદાચ કંઈક અંશે સારું છે. જો જર્મનો દ્વારા પ્રકાશિત
આંકડા સાચા હોય, અને આપણે ખરેખર આપણા દરોડાઓમાં ૧,૨૦૦,૦૦૦ નાગરિકોને માર્યા ગયા હોય, તો તે જાનહાનિ દ્વારા કદાચ રશિયન મોરચે અથવા આફ્રિકા અને ઇટાલીમાં થયેલા
નુકસાન કરતાં જર્મન જાતિને થોડું ઓછું નુકસાન પહોંચાડ્યું છે.
યુદ્ધમાં કોઈપણ રાષ્ટ્ર
તેના બાળકોનું રક્ષણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે,
અને દરોડામાં માર્યા ગયેલા બાળકોની સંખ્યા કદાચ સામાન્ય વસ્તીના
તેમના ટકાવારી સાથે મેળ ખાતી નથી. સ્ત્રીઓને સમાન હદ સુધી સુરક્ષિત રાખી શકાતી નથી,
પરંતુ જો તમે હત્યા જ સ્વીકારતાં હો તો સ્ત્રીઓની હત્યા સામેનો
વિરોધ ફક્ત લાગણીવેડા છે. પુરુષ કરતાં સ્ત્રીને મારવી કેમ ખરાબ છે? સામાન્ય રીતે દલીલ એ કરવામાં આવે છે કે સ્ત્રીઓને મારી નાખવામાં તમે માનવ
પ્રજનન શક્તિને મારી રહ્યા છો, જ્યારે પુરુષોને વધુ સરળતાથી
બચાવી શકાય છે. પરંતુ આ એક ભ્રમણા છે જે એવા તર્ક પર આધારિત છે કે મનુષ્યોને
પ્રાણીઓની જેમ ઉછેરવામાં આવી શકે છે. તેની પાછળનો વિચાર એ છે કે એક પુરુષ ખૂબ મોટી
સંખ્યામાં સ્ત્રીઓને ગર્ભવતી સક્ષમ છે, જેમ એક શાહી ઘેટું
હજારો ઘેટીઓને ફળદ્રુપ કરે છે, તેથી પુરુષોના જીવ ગુમાવવા
તુલનાત્મક રીતે બિનમહત્વપૂર્ણ છે. જોકે, મનુષ્યો પશુ નથી. જો
યુદ્ધને કારણે થતી કતલમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ નથી મૃત્યુ પામતી, ત્યારે તે ફાજલ રહી ગયેલી ગણાતી સ્ત્રીઓમાંથી મોટાભાગની સ્ત્રીઓ કોઈ સંતાન
પેદા કરી શકતી નથી. એટલે જૈવિક રીતે, પુરુષોના જીવ જેટલા જ,
કદાચ, મહત્વપૂર્ણ છે સ્ત્રીઓના જીવ છે.
છેલ્લા યુદ્ધમાં બ્રિટીશ
સામ્રાજ્યએ લગભગ દસ લાખ પુરુષો ગુમાવ્યા હતા, જેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ આ ત્રણ બ્રિટિશ ટાપુઓમાંથી આવ્યા હતા.
તેમાંથી મોટાભાગના ત્રીસ
વર્ષથી ઓછી ઉંમરના હોત. જો તે બધા યુવાનોને ફક્ત એક જ બાળક હોત, તો હવે વીસ વર્ષની આસપાસના આપણે ૭૫૦,૦૦૦ વધારાના લોકો ધરાવતા હોત. જેણે ઘણું વધારે નુકસાન ભોગવ્યું તે ફ્રાન્સ
છેલ્લા યુદ્ધની કત્લેઆમની અસરમાંથી ક્યારેય બહાર આવી ન શક્યું. તેની સામે, બ્રિટન પણ સંપૂર્ણપણે સ્વસ્થ થયું છે કે કેમ તે શંકાસ્પદ છે. આપણે હજુ
સુધી વર્તમાન યુદ્ધના જાનહાનિની ગણતરી કરી શકતા નથી, પરંતુ
છેલ્લા યુદ્ધમાં દસથી બસો લાખ યુવાનો માર્યા ગયા હતા. જો તે યુદ્ધ, વૃદ્ધ અને યુવાન, સાજા અને માંદા, પુરુષ અને સ્ત્રીને નિષ્પક્ષ રીતે મારી નાખતા, ઉડતા
બોમ્બ, રોકેટ અને અન્ય લાંબા અંતરના શસ્ત્રો દ્વારા હાથ
ધરવામાં આવ્યું હોત, તો કદાચ યુરોપિયન સંસ્કૃતિને તેના કરતા
થોડું ઓછું નુકસાન પહોંચ્યું હોત.
મારા કેટલાક સંવાદદાતાઓ જે
વિચારે છે તેનાથી વિપરીત, હવાઈ
હુમલા આપણા હોય કે દુશ્મન દેશના હોય, મને હવાઈ હુમલાઓ માટે
કોઈ લગાવ નથી. આ દેશના ઘણા બીજા લોકોની જેમ, હું બોમ્બથી
ચોક્કસપણે કંટાળી ગયો છું. પરંતુ હું આ અથવા તે એકાદ શસ્ત્ર સામે કાગારોળ કરતી
વખતે બળને સાધન તરીકે સ્વીકારવાના દંભનો વિરોધ કરું છું, અથવા
એક બાજુ યુદ્ધને અનિવાર્ય બનાવતા સમાજને જાળવવો અને બીજી બાજુ યુદ્ધની નિંદા
કરવાની બેવડી વાતનો વિરોધ કરું છું.
હું ૧૯૪૦ માટે મારી
ડાયરીમાં એક અપેક્ષાની નોંધ કરૂં છું કે એક વર્ષમાં દિવાલો પરથી વ્યાપારી જાહેરાત
ગાયબ થઈ જશે. હાલના સમયે આમ થશે એવું લાગતું હતું,
જોકે મારી અપેક્ષા કરતાં વધુ ધીમે ધીમે પણ એક કે બે વર્ષ પછી ખરેખર
ગાયબ થઈ રહ્યું હોય તેવું લાગતું પણ હતું. જાહેરાતો સંખ્યા અને કદ બંનેમાં સંકોચાઈ
રહી હતી, અને વિવિધ મંત્રાલયોની જાહેરાતો દિવાલો પર અને
અખબારોમાં વ્યાપારી જાહેરાતોનું વધુને વધુ સ્થાન લઈ રહી હતી. ફક્ત આ લક્ષણ પરથી જ
કહી શકાય કે વ્યાપારીકરણ ચોક્કસપણે ઘટાડા તરફ છે. જોકે, છેલ્લા
બે વર્ષમાં, વ્યાપારી જાહેરાત, તેની
બધી મૂર્ખામીઓ અને દંભ સાથે, ધીમે ધીમે પુનરાગમન કરી રહી છે.
તાજેતરના વર્ષોમાં મને લાગે છે કે બધી બ્રિટિશ જાહેરાતોમાં સૌથી વધુ અપમાનજનક
જાહેરાત,'યુવાન વળાવિયા'નાં પ્રધાન
રેખાંક્ન અને પી. જી. વોડહાઉસના તેમના નીચે મુજબના સંવાદ સાથેની, રોઝના લીંબુના રસ માટેની જાહેરાતો છે.
' જેનકિન્સ,
મને ડર છે કે તમે આજે સવારે મને મારા શ્રેષ્ઠ દેખાવમાં નથી જોઈ
રહ્યા જુઓ. ગઈકાલે રાત્રે હર્ષોલ્લાસની મહેફિલ થઈ હતી થયો હતો. તમારા યુવાન માલિકે
શરાબ લાલ હતો ત્યારે તેને જોયો અને જ્યારે તે પીળી હતી ત્યારે વ્હિસ્કી પર પણ
જોયું. અભદ્ર વાક્યનો ઉપયોગ કરવો એ મારી મુર્ખામી છે. જેનકિન્સ, તમને શું લાગે છે કે ડૉક્ટર શું દવા લખી આપશે?
‘જો હું
આટલી હિંમત કરૂં, સાહેબ, તો રોઝના
લીંબુના રસના છંટકાવ સાથેનો સોડા વોટરનો ગ્લાસ કદાચ ઇચ્છિત અસર કરશે.’ ‘તેનો ઉપયોગ કરો, જેનકિન્સ! તમે હંમેશા મારા
માર્ગદર્શક, ફિલોસોફર અને મિત્ર હતા,’ વગેરે,
વગેરે, વગેરે.
ઉદાહરણ તરીકે, જ્યારે તમે વિચારો છો કે દરેક થિયેટર
કાર્યક્રમમાં આ જાહેરાત દેખાય છે, ત્યારે દરેક દર્શકને એક ગુપ્ત કાલ્પનિક જીવન હોય તેવું માનવામાં આવે છે
જેમાં તે પોતાને વફાદાર, જૂના,
અનુયાયીઓ સાથે ફેશનેબલ યુવાન માને છે, ત્યારે કોઈપણ મોટા
સામાજિક પરિવર્તનની સંભાવના સ્પષ્ટપણે ઓછી થઈ જાય છે.
વાળ માટેનાં ટોનિકની જાહેરાતો પણ છે જે તમને જણાવે છે કે ડાફ્નીને તેના વાળની સુઘડતા અને ચમકને કારણે W.A.A.F.S. (મહિલા સહાયક વાયુસેના) માં કેવી રીતે પ્રમોશન મળ્યું. પરંતુ આ જાહેરાત ભ્રામક તેમજ વ્યભિચારી છે, કારણ કે હું W.A.A.F.S., A.T.S. અથવા W.R.E.N.S.(મહિલા શાહી નૌકાદળ સેવા) ના અધિકારીઓના જૂથ પાસેથી નીકળું છું ત્યારે ભાગ્યે જ અથવા ક્યારેય એ વિચારવાનું કારણ મળે છે કે, કમસે કમ, મહિલા સેવા દળોમાં બઢતીનો કોઈ સંબંધ દેખાવ સાથે હોઈ શકે.
+ + + +
જ્યોર્જ
ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ,
As I Please (1944) : Part IIનો આંશિક અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
+ + + +
As I Please (1943 – 1944) : Part II ના અનુવાદને ડાઉનલોડ કરવા માટે મારી દૃષ્ટિએ (૧૯૪૪) : ભાગ ૨ પર ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો