સેવાઓની દુનિયા સંદેશ આદાનપ્રદાનની આસપાસ ફરે છે. પ્રોજેક્ટ્સ/પહેલમાં, જ્ઞાન ટ્રાન્સફર કરવું પડે છે, મુદ્દાઓ પર ચર્ચા કરવી પડે છે અને અપેક્ષાઓનું સંચાલન કરવું
પડે છે.
ઘણા યુવા વ્યાવસાયિકો તેમનાં સંદેશ આદાનપ્રદાનનાં કૌશલ્યમાં
સુધારો કરવા માંગે છે. તેમાંથી કેટલાક એવું પણ માને છે કે સારા સંદેશ આદાનપ્રદાનમાં ઉત્તમ શૈલી, સારી ભાષા, પ્રભાવશાળી શબ્દભંડોળ વગેરેનો સમાવેશ થાય છે.
અસરકારક સંદેશ આદાનપ્રદાનમાં, આદાનપ્રદાનનું સત્ત્વ પ્રથમ આવે છે. સાર વિનાની શૈલી ફક્ત અર્થવિહિન
છે, કારણ કે તે લોકોને પ્રભાવિત કરી શકે છે પરંતુ તેમને ક્યારેય
તમારા દૃષ્ટિકોણની તરફેણમાં બદલી શકતી નથી.
આ મુદ્દાનું મહત્ત્વ આ કેટલીક બાબતોથી સમજી શકાશે:
(લેખિત
કે પછી મૌખિક) સંદેશ આદાનપ્રદાન એ ઊર્જાનું હસ્તાંતરણ છે. જો તમારૂ સંદેશ આદાનપ્રદાન કોઈ સકારાત્મક ઊર્જાનું
હસ્તાંતરણ નથી કરતું (કે પછી, બીજા પક્ષ પાસેથી ઊર્જા ચૂસે છે), તો તે કામ કરશે નહીં.
સત્ત્વ
પ્રથમ આવે છે. અસરકારક સંદેશ
આદાનપ્રદાનમાં અન્ય લોકોને બદલવાની શક્તિ હોય છે - પરંતુ તે ફક્ત એ બદલાવ ત્યારે જ
શક્ય બને છે જ્યારે તે સામી વ્યક્તિ સાથે સંબંધ બાંધી શકે છે અને એ સંબંધનો અર્થ
શોધી શકે છે.
તમે જે
છો તે જ બનો. અસરકારક સંદેશ
આદાનપ્રદાન માટે તમારે પહેલા તમે જો છો જેવા છો તેવાં બનવાની જરૂર છે. તમારા
વિચારો અને વિચારોને સૌથી વધુ અર્થપૂર્ણ રીતે વ્યક્ત કરવાની ક્ષમતા એ એક
મહત્વપૂર્ણ કૌશલ્ય છે. તમારી અભિવ્યક્તિ સંદેશનાં તમારાં આદાનપ્રદાન દ્વારા જ બહાર આવે છે. .
શૈલી
એક આડપેદાશ છે. જ્યારે તમે સંદેશનાં
આદાનપ્રદાન દ્વારા દ્વારા સાર્થકતા પ્રસ્થાપિત કરો છો, સકારાત્મક પ્રભાવ પાડો છો અને તમે જો છો તેવા જ રજૂ થાઓ છો ત્યારે
તમારી આગવી શૈલી વિકસિત થાય છે. શૈલી ધ્યેય નથી, પરંતુ આડપેદાશ છે.
હેતુ
વાતચીતને મજબૂત બનાવે છે. લોકો એવી
ઘણી બધી બાબતો પર પોતાને વ્યક્ત કરે છે જે મહત્વપૂર્ણ નથી. જ્યારે તમારી પાસે સશક્ત
હેતુ હોય છે, ત્યારે
સંદેશનું તમારૂં આદાનપ્રદાન ન આકર્ષિત કરે
છે અને વધુ અસરકારક બને છે. સંદેશનાં આદાનપ્રદાનનું લક્ષ્ય હેતુ સિદ્ધ કરવાનો અને
વધુ સશકત પ્રભાવ પાડવાનો છે.
જે લોકો સાથે તમારે કામ પડે છે તેમની પાસેથી શીખવાલાયક આ બધા મહત્વપૂર્ણ પાઠ છે. આ તે જ પાઠ છે જે તમારે બીજાં લોકો સાથ એવહેંચવા જોઈએ .
વેચાણ, ટેકનોલોજી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, શિક્ષણ, તાલીમ અથવા માર્ગદર્શન જેવા કોઈ પણ કાર્યક્ષેત્રમાં હો -
યાદ રાખો,
અસરકારક સંદેશ આદાનપ્રદાનમાં સાર્થકતા પ્રથમ આવે છે!
સ્ત્રોત સંદર્ભ:: In
Communication, Substance Comes First
- - - . . . - - - . . . - - -
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો