માણસ
દ્વારા બનાવેલા સંબંધો, દૈવી આત્માઓ દ્વારા પ્રસ્થાપિત સંબંધો વગેરે જેવા સંબંધો
કુદરતી રીતે બનતા હોય છે. સંબંધો ભલે ઘણા હોય, પરંતુ ફક્ત સર્જનહાર અને સૃષ્ટિ - ભગવાન અને જીવો - વચ્ચેના
દૈવી સંબંધ પર આધારિત જ સાચા અને કાયમી હોય છે. માનવ ક્રિયાપ્રતિક્રિયાઓ, વલણો, વ્યવહારો અને વ્યવહારોને એવા સંબંધોની જરૂર હોય છે જે
ઉચ્ચ સ્તરે ઉન્નત થાય,
તે પછી આપણા વાસ્તવિક
સ્વભાવની વધુ સારી સમજણ તરફ દોરી જાય અને અંતે આપણને આપણા પોતાના દિવ્ય 'સ્વ'નો અનુભવ કરાવે. માનવ માનવના આપસી સંબંધોને આધ્યાત્મિક
બનાવવા એ સ્વામી વિવેકાનંદના ઉપદેશોનો, અને વેદાંતનો પણ, સાર છે. વર્તમાન તેમજ ભવિષ્યનો આદર્શ ધર્મ પણ એ જ છે, જેનું પાલન સમગ્ર વિશ્વએ કરવુ જોઈએ. દરેક સમયે, દરેક સંદર્ભમાં માનવજાત માટે સૌથી મોટું કલ્યાણ એમાં જ રહેલું
છે. આ જ આધ્યાત્મિકતા પ્રત્યેનો સૌથી વ્યવહારુ અભિગમ છે.
સ્વામી ગૌતમાનંદ
અધ્યક્ષ
રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ
પરંપરાગત શાણપણ
માનવ જાત સામાજિક પ્રાણી છે. એટલે
સાહજિક રીતે આપણે આપણા કુટુમ્બ, સમાજ, સંસ્થા,
દેશ કે સમગ્ર માનવ સંસ્કૃતિ સાથે માંસિક અને લાગ્ણીના સંબંધે
જોડાયેલાં રહીએ છીએ. કોઈ પણ સંબંધ વિનાનું એકલું અટુલું અસ્તિત્વ તો માનવ જાત માટે
અક્લ્પનીય છે. સમુહમાં રહેવું એ માનવી પ્રાથમિક શારીરિક - માનસિક આવશ્યકતા છે.
પરંતુ માનવ મન અવળચંડું પણ છે. એટલે ક્યારેક તે આ હકીકત ભુલી જઈને પોતાની જાતને
બીજાંઓથી અલગ, અને ઉપર, ગણવા લાગી
બેસીએ છીએ. સાવ વાહિયાત કારણો કે માન્યતાઓના આધારે આપણે સંબંધોને તોડી બેસ્તાં
રહીએ છીએ. આવી અવાસ્તવિક ગેરસમજને કારણે આપણે લોકો સાથે દુર્વ્યવહાર કરી બેસીએ છીએ,
અપમાન કરી છીએ કે એકબીજામાં ભેદભાવ રાખવા લાગીએ છીએ, કે પછી કોઈને ઉતારી પાડીને તેને દુઃખ પહોંચાડીએ છીએ.
આખો માનવ સમાજ બે વર્ગમાં વહેંચાયેલો
જોવા મળશે - એક વર્ગ સ્વાર્થી સ્વ - કેન્દ્રી,
સંકુચિત વૃત્તિ ધરાવે છે અને બીજો નિઃસ્વાર્થ અને મોટા મનનો હોય છે.
પહેલા વર્ગની વ્યક્તિ જેમ જેમ વધારે ને વધારે બીજા વર્ગની વૃત્તિમાં પળોટાતી જાય
તેમ તેમ તેના બીજાં લોકો સાથેના સંબંધ એટલા સુદૃઢ થતા જાય છે કે તે બીજાંઓ માટે
દાખલારૂપ બની રહે છે. પહેલા વર્ગની વ્યક્તિઓના
નકારાત્મક અસ્તિત્વ છતાં પણ હજારો વર્ષોથી માનવ સમાજ અને તેની અંદરના એકબીજાં
સાથેના સંબંધોની સકારત્મકતા ટકી રહી શકી છે, એટલે તેની પાછળ
કુદરતનું કોઈ દૈવી આયોજન જરૂર રહ્યું હશે.
પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના કુટુંબ, કાર્યસ્થળ,
સમાજ અને સીમાઓમાં વણાયેલા માનવ સંબંધોનું દિવ્યકરણ
(Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંકનાં વિષયવસ્તુનો
મુખ્ય હેતુ માનવ સંબંધોનું દિવ્યકરણ આપણે આપણા
રોજબરોજના વ્યવહારમાં કેમ લાવી શકીએ તે સમજવા માટેનો છે. એ માટે આ અંકમાં અલગ અલગ
ક્ષેત્રના વિવિધ સ્તરના સંબંધોનું મનનીય વિવરણ પ્રખ્યાત સન્યાસીઓ અને વિદ્વાનોના
લેખો દ્વારા અહીં રજુ કરવામાં આવેલ છે.
માનવ સંબંધોનો ક્રમિક વિકાસ
નેતૃત્વ કોઈ પદ દ્વારા નથી મળતું. પરંતુ કોઈ પણ વ્યક્તિ.
તેનાં એ સમયનાં અસ્તિત્વના સ્વાભાવિક સંદર્ભમાં, જે કોઈ ફરજો સહજપણે
નિભાવે છે તે એક યા બીજી રીતે નેતૃત્વની ભૂમિકા ભજવે છે. કુટુંબમાં પિતા, પુત્ર, ભાઈ, પતિ, કે માતા,પુત્રી, બહેન કે વહુ,
પોતપોતાની સહજ ભૂમિકા યથોચિતપણે નિભાવે છે ત્યારે કુંટુબની અન્ય બધી
વ્યક્તિઓ તેના પર આધાર રાખવા લાગે છે. એ સંદર્ભમાં તેને અનુસરે છે. આમ એ વ્યક્તિ એ
પરિસ્થિતિઓમાં નેતૃત્વની ભૂમિકામાં હોય છે. કુટુંબ, સંસ્થા
કે દેશનાં વિવિધ પાસાંઓમાં અનેક વ્યક્તિઓ નેતૃત્વની ભૂમિકા ભજવતી હોય છે.
આરંભથી શરૂઆત
બાળક તરીકે આપણને પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે કે
દરેક માનવીએ બીજાં માનવી સાથે માનવીય રીતે વ્યવહાર કરવો જોઈએ. તે સમયે આપણે આપણાં
કે અન્યોનાં તાત્વિક દૈવત્વની સમજણ નથી પડતી. પરંતુ શાળાનો એ પાઠ આપણામાં વધતે ઓછે
અંશે માનવતાનું બીજ રોપે છે. આ વિચારબીજ જો આપણને સમજાય તો આપણે અન્યોના સાથેના
આપણા આપસી સંબંધોમાં સાનુકુળતા અનુભવી શકશું.
તેમ છતાં આપણામાં માનવતાની થોડી તો સમજ વિકસી જ હોય છે.
આટલેથી જ પણ જો શરૂઆત કરીએ તો બીજાંઓ સાથેના સંબંધો સાનુકુળ બની શકે છે. પરંતુ
આટલી સીધું સાદું સત્ય આપણા મનમાં વસતું નથી, અને પરિણામે, આપણે
બધા જ સંબંધોમાં દુઃખી થઈ જઈએ છીએ. આપણે ભુલી જઈએ છીએ કે આપણે માનવી છીએ એટલે આપણો
નાળનો સંબંધ તો માનવતા સાથે જ છે. જ્યારે સ્વામી વિવેકાનન્દે જોયું કે સદીઓની
ગુલામીને કારણે આપણે આટલી અમથી વાત ભુલી ગયાં છીએ ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે '
કંઈ અનુભવાય છે? તમને નથી લાગતું કે દેવો અને
ઋષિઓના લાખો કરોડો વારસદારો દૈત્યોના શાખ પડોશીઓ બની ગયા છે?'
બાળસહજ સરળતા કેળવીએ
બાળ માનસ હજુ એટલું વિકસ્યું નથી હોતું કે સારા અને ખરાબ, સાનુકૂળ
કે પ્રતિકૂળ વચ્ચેનો ફરક સમજી શકે. ઉમરની સાથે આપણામાં સારાસારની નિર્ણયશક્તિ
વિકસે છે, અને આ નિર્ણયપ્રેરિત બુદ્ધિથી આપણે દોરવાવા લાગીએ
છીએ. આને કારણે એક તરફ આપણે અનપેક્ષિત અને હાનિકારક
પરિબળોથી દુર રહી શકીએ છે, તો બીજી બાજુ આપણે, મોટા ભાગે, બીજાં લોકો પ્રત્યે વધારે પડતાં સભાન અને
શંકાશીલ બની જીએ છીએ. આ નબળાઇઓથી જો આપણે ચાતુર્યપૂર્વક અંતર જાળવીને બાળસહજ ભોળપણ
જાળવી શઈએ તો આપણા મનની શાંતિ બની રહી શકે છે. 'તમારા વિશે
અભિપ્રાય ન બંધાવા દેવો હોય તો, તમે પોતે અભિપ્રાય ન બાંધી
બેસજો; જે માપદંડ તમે અપનાવશો તેનાથી તમે પણ મપાશો. તમારા
ભાઇની આંખમાં પડેલુ કણું તમને દેખાય છે. પણ પોતાની આંખ પર
લાગેલું પાટીયું તમને કેમ નથી દેખાતું?
પરિણામે, પલાળેલા ચણા જેવો ફુલેલો આપણો અહં આપણામાં 'હું તો દુધે ધોયેલો'ની માનસિકતા કેળવે છે. આપણે વાંક
દેખાં બની જઈએ છીએ. સમાજના મુખ્ય પ્રવાહમાંથી છૂટા પડીને આપણી માન્યતાઓના એકલદંડા
મહેલમાં કેદ બની જઈએ છીએ. 'તમે જેને જોઈ શકો છે એવા તમારા
ભાઈને તમે જો પ્રેમ ન કરી શકો તો જે દેખાતો નથી એ ઈશ્વરને કેમ પ્રેમ કરી શકશો?'
'માનવીમાં જેને ઈશ્વર નથી દેખાતો એ પથ્થરોની મૂર્તિમાં, જડ વસ્તુઓમાં કે આપણી સાવ કાલ્પનિક કથાઓમાં ઈશ્વરને કેમ જોઈ શકે?'
આસપાસનું આપણે કંઈ ભાન ન રહે એટલાં જો આપણે ઈશ્વરમાં એટલાં
લીન થઈ શકીએ, તો બધું જ બરાબર થઈને જ રહે. ઈશ્વરનો
ખરો ભકત ઇશ્વરદત્ત બધાં સર્જનોમાં ઈષ્ટ દેવ જોઈ શકે છે.
એકલતા અને સંગાથ વચ્ચે
સંતુલન કેળવીએ
દરેક વ્યક્તિ પોતાની, આગવી, પ્રકૃતિ
(સ્વભાવ) સાથે જન્મે છે. તેથી જ્યારે તેની પ્રકૃતિ સાથે સુસંગત ન હોય એવી
પ્રકૃતિનાં લોકોના સહવાસમાં એ વ્યક્તિ આવે છે, ત્યારે
નકારાત્મક તરંગો પેદા થાય છે. ભગવદ્ ગીતા કહે છે કે, 'પોતાની
(જુદી જુદી જાતિઓ અને જ્ઞાતિઓની પરંપરાગત કે આધ્યાત્મિક રીતે ઠરાવાયેલ) ફરજની
યોગ્યાગ્યતામાં ગયા વગર બજાવતી ફરજ બીજાંઓની ગમે તેટલી સારી રીતે બજાવાયેલી ફરજ
કરતાં સારી છે. પોતાની ફરજ માટે આવતું મૃત્યુ પણ વધારે સારૂં છે; બીજાઓની ફરજમાં તો ('જોખમ પેદા કરતો) ભય ભર્યો હોય
છે.' બીજાંઓના આદર્શ અને પ્રવૃતિઓ આપણું ધ્યાન આપણા માર્ગ
પરથી ચલિત કરી દે છે. આપણો માર્ગ આપણી અપેક્ષાઓ મુજબ પરિણામ ન પણ આપતો હોય તો પણ
તે આપણી પ્રગતિનો સહજ માર્ગ છે.
ઈમિટેશન ઑવ ક્રાઈસ્ટ[1]માં થોમસ એ કેમ્પિસ લખે છે કે, 'બીનજરૂરી
વાતચીત અને મુલાકાતોમાં જો સમય ન વેડફાય તો આધ્યાત્મિક અનુભૂતિની ખોજ માટે ધ્યાન
ધરવા માટે પુષ્કળ સમય મળી રહેશે. એટલે ઋષિમુનીઓ લોકોનો ઓછામાં ઓછા સહવાસ કરવાનું
અને વધારે ને વધારે એકલતામાં રહીને પ્રભુની સેવા કરવાનું પસંદ કરતા. એક જ્ઞાની કહે
છે કે 'જેટલો વધારે હું લોકો સાથે સહવાસમાં રહું છું,
વ્યક્તિ તરીકે એટલો ઓછો બનીને પાછો ફરૂં છું.
એટલે જ કહે છે કે ને ઘણીવાર ન બોલ્યામાં નવ ગુણ છે.
પ્રભુ ભક્તિ માટે એકલવાસ ભોગવવો એ આપણાં વિચલિત મનને અને
બાહ્ય વિરોધાભાસોથી પેદા થતા આંતરિક સંધર્ષોને ફરીથી શાંત પાડવાનો એક આદર્શ વ્યાવહારિક ઉપાય છે. ગીતા કહે છેઃ 'પોતાની જાતને પોતે જ બચાવવી જોઇએ; પોતાની જાતને નીચી
ન પડવા દેવાય. કેમકે આપણે જ આપણા ખરા મિત્ર છીએ, તેમજ શત્રુ
પણ છીએ.
Editorial લેખનો સંકલિત અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો