ઉત્પલ વૈશ્નવ
હમણાં
એક વાર મારી ટુથપેસ્ટે નવી રીતે બહાર આવવાનું નક્કી કર્યું.
એ આડી ફાટી. તેનાં કાયમનાં મોઢીયાંમાંથી બહાર આવવાને બદલે હવે તે બાજુમાંથી
બહાર આવતી હતી!
ટૂથપેસ્ટની ટ્યુબ હમેશ તમે ઇચ્છો એમ વર્તતી નથી.
આપણાં વ્યવસાયની જેમ.
આખી વાતની ખૂબીની મજા જ અહીં છે: બ્રશ તો તેમ છતાં કરી જ શકાય છે ...જેમ ખાસ ધ્યાન આપતાં હોઇએ તો આપણો વ્યવસાય અવળા સંજોગોમાં પણ ચલાવી શકાય તેમ જ ...
યાદ રહે:
¾ જો ધ્યાન ધ્યેય પર કેન્દ્રિત હોય તો, કાર્યપદ્ધતિઓ મહત્ત્વની નથી બની રહેતી.
¾ કાર્યપદ્ધતિઓ જો આદત બની જાય તો ધ્યેય ધૂંધળું પડી જઈ શકે છે.
¾ ધ્યેય પર જો ‘સભાન નજર’ રાખી હોય
અને કાર્યપદ્ધતિઓમાં પરિવર્તનક્ષમ અનુકૂલન રાખ્યું હોય તો, નવોત્થાનની
તકોની બારીઓ ખુલ્લી જ રહેતી હોય છે.
નવોત્થાન ચિક્કટ (કે પછી ‘ચોટડૂક (!)’ નીવડી શકે .... કે પછી જીવનનો ધબકાર બની
શકે ...
પસંદ તમારી છે.
પાદ નોંધ:
નવીનીકરણ કરતી વખતે કાર્યપદ્ધતિઓ
ગમે તે હોય એ મહત્ત્વનું નથી. પરંતુ એક વાર નવીનીકરણ
કરી લીધા પછી કાર્યપદ્ધતિઓ બહુ મહત્ત્વની બની જાય છે. શૂન્યથી એક અને એકથી અનેક બે અલગ જ દુનિયા છે. એ બંનેની કામ કરવાની
રીતભાત સમજવી જરૂરી છે! ✌
પાદ પાદ
નોંધ: જીવનમાં તમારી કારકિર્દીનું પણ તમારા વ્યવસાય જેવું જ છે!
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, A (true) short story on a toothpaste – and a lesson it holds!,નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૦૭ માર્ચ ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો