મોટા પાયે પરિવર્તન કરવાની પહેલ માટે અગ્રણીઓ ખાસ્સાં ઊંચાં
સ્તરનું દીર્ઘદૃષ્ટિ ચિત્ર રજુ કરે છે અને પછી ટીમને તેમાં સાંકળી લેવા માટે
વ્યૂહરચના બનાવે છે. કેટલીક વાર, ટીમ
આ ભવ્ય દ્રષ્ટિકોણથી એટલી વધુ પડતી ઉત્સાહિત થઈ જઈ અને અટવાઈ જાય છે કે તે ભવ્ય
દ્રષ્ટિકોણની નજીક લઈ જાય એવી વ્યૂહરચના અથવા કાર્ય યોજના જ સ્પષ્ટ નથી કરી શકાતી.
પરિણામે પરિવર્તન માટે આયોજન કરવું મુશ્કેલ બની રહે છે. દીર્ઘદર્શન ચિત્રનું ફલક
વિશાળ હોય છે,પણ તેને અમલમાં મુકવા
માટેની પ્રક્રિયાઓ અને
પગલાંઓ બહુ ચોક્કસ હોવાં
જરૂરી છે. અમલીકરણના સમગ્ર સમયગાળા દરમિયાન ટીમ પ્રેરિત રહે તે જરૂરી બની રહે છે.
એ માટે બધી સંભવિત અનિશ્ચિતતાઓ સાથે કામ પાર પાડવા દરેકની તૈયારી હોવી જોઈએ..
વ્યક્તિગત અનુભવના આધારે, અહીં કેટલીક વ્યાપક વ્યૂહરચનાઓ રજુ કરી છે જે પરિવર્તનનાં
આયોજન અને અમલ કરતી વખતે મદદરૂપ બની રહી શકે છે:
૧. 'આયોજન - ચક્ર' ટૂંકા રાખવાં:
પ્રવૃત્તિઓની લાંબી સૂચિ સાથે તૈયાર એક દિશામં કરાયેલું આયોજનની
અસફળતાની લગભગ નિશ્ચિત બની રહે છે. લાંબાં લાંબાં 'આયોજન -ચક્ર' ટીમને બહુ બધી વિગતોમાં ગુંચવી પાડી શકે છે અને બધાને એક
સાથે સંકળાયેલાં રાખવામાં અડચણ બની રહે છે. નથી. આયોજન - અમલ --પ્રતિસાદ - સમીક્ષા
ચક્ર નાના ભાગોમાં વહેંચી નાખવાથી અમલનું કામ ઝડપથી ચાલી શકે છે. ટુંકં ચક્રોમાં એકઠી
થતી માહિતી સામગ્રીનાં વિશ્લેષણ પછીના તબક્કઓનાં આયોજનમાં મદદ કરી શકે છે.
૨. આયોજન
સરળ રાખવું: પરિવર્તનની દરેક પહેલને અનેક અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડતો હોય
છે જે ક્યારેક બધું અવ્યવસ્થિત કરી મુકી શકે છે. બહુ ઝીણી ઝીણી વિગતોનું આયોજન
કરવાથી આ અનિશ્ચિતતાઓ અમલીકરણને પાટા પરથી ખેરવી નાખે. પરિવર્તન માટે આયોજન સરળ
હોવું જોઈએ તેમાં એટલાં મુખ્ય લક્ષ્યો અને મહત્ત્વની પ્રવૃત્તિઓ આવરી લેવાવાં જોઈએ
જે ટીમને અનિશ્ચિત પરિસ્થિતિઓનું સંચાલન કરવામાં મોકળાશ પુરી પાડે.
૩. ટીમને
આયોજનમાં સામેલ કરો: સરળ છતાં ખૂબ જ અસરકારક વ્યૂહરચના, જે ટીમને પરિયોજનાના સ્વીકારને સુનિશ્ચિત કરવામાં અને આયોજનના
અમલ માટે સર્વગ્રાહી દિશાનિર્દેશ તૈયાર કરવામાં મદદરૂપ બને છે.
૪. આયોજન વહેલેથી કરો અને નિયમિત સમયે સમીક્ષા કરતાં રહો: લાંબા ગાળાના પરિવર્તનની પહેલમાં, સતત આયોજન/ફરી ફરી આયોજન મહત્વપૂર્ણ છે. સીમાચિહ્નો ખસેડવા
પડે છે અને પ્રવૃત્તિઓને ફરીથી પ્રાથમિકતા આપવી પડે છે. દરેક તબક્કાના અંતે
યોજનાની સમીક્ષા કરો અને ટીમના ધ્યાનનાં લક્ષ્યને પણ એ દિશા તરફ ફેરવો.
૫. માહિતી આદાનપ્રદાન સ્પષ્ટ રાખો: જ્યારે યોજનાઓ બદલાય, ત્યારે માહિતી આદાનપ્રદાનની સાંકળો અને કડીઓ સ્પષ્ટ રાખવી
મહત્વપૂર્ણ છે. સંબંધિત ટીમો અને હિતધારકોને આ ફેરેફારોનાં કારણ, અસરો અને જોખમો જાણવાની જરૂર છે.
એ તો અનુભવસિદ્ધ છે કે મોટા પાયે થતા કે વ્યૂહાત્મક ફેરફારોને
લાગુ કરવા એ જંગલમાંથી ચાલવા જેવું છે. તમે જાણો છો કે તમે ક્યાં જવા માંગો છો, પરંતુ ત્યાં પહોંચવાનો માર્ગ/નકશો સ્પષ્ટ નથી. આ વાત, નવી કારકિર્દી તરફ વળવું, વ્યવસાય શરૂ કરવો વગેરે જેવાં નોંધપાત્ર વ્યક્તિગત પરિવર્તન માટે પણ એટલી સાચી છે.
મહત્વપૂર્ણ બાબત : તમારે તમારી યોજના પર સતત ધ્યાન રાખતાં રહેવાની, સમીક્ષાઓમાંથી
મળતા પદાર્થપાઠોમાંથી શીખતા રહેવાની અને તે જ મુજબ આયોજન અને અમલને ફરીથી ગોઠવતા રહેવાની જરૂર છે.
મજાની
વાત : શ્રેષ્ઠ માર્ગ શોધવાની
શોધ અને જો એ શોધ યોગ્ય રીતે કરવામાં આવે, તો મંઝિલે પહોંચવાના
આનંદની મજા જ જુદી છે !
સ્ત્રોત સંદર્ભ:: Change:
From Vision to Execution
- - - . . . - - - . . . - - -
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો