ઉત્પલ વૈશ્નવ
આપણી સાથે જે કંઈ થાય છે શા માટે થાય છે
તેનાં રહસ્યની સીધી સાદી રીતે સમજવા મટેની ચાવીઓ:
કર્મનો સિદ્ધાંત
જેવું વાવશું તેવું લણશું.
ધ્યાન કેન્દ્રિત કરવાનો નિયમ
એક
તીરથી બે નિશાન ન સધાય
વિકાસનો
નિયમ
આપણે
બદલીશું તો આપણું જીવન પણ બદલશે
પરિવર્તનનો
નિયમ
ઇતિહાસમાંથી શીખીને જે પોતાની ભૂલ નથી
સુધારતાં તેમની સાથે ઇતિહાસ પુનરાવર્તન પામતો રહે છે.
વિનમ્રતાનો નિયમ
જો સુધરવું હોય તો સ્વીકારતાં શીખીએ
સર્જનનો નિયમ
જિંદગી આપોઆપ નથી જીવાતી. આપણે તેને
જીવી જાણવી પડે છે.
અનુસંધાનનો નિયમ
ભૂત, વર્તમાન
અને ભવિષ્યનું ચક્ર કમબદ્ધ જ ચાલે છે.
જવાબદારીનો
નિયમ
આપણી જિંદગીમાં જે
કંઈ છે તેની જવાબદારી આપણે જ સ્વીકારવાની છે.
અહીં અને અત્યારેનો નિયમ
અહીં અત્યારે રહેવું હોય તો ત્યાં
ત્યારે ન રહેવાય.
ધીરજનાં ફળનો નિયમ
ધીરજમાં જેટલી ખંત ભળે એટલાં તેનાં ફળ
મીઠાં.
આતિથ્ય અને દાનનો નિયમ
આપણું વર્તન આપણી વાણી અને આપણા
વિચારનું પ્રતિબિંબ હોવું જોઈએ.
મહત્વ અને પ્રેરણાનો નિયમ
આપણને મળતું ફળ આપણે સીંચેલી ઊર્જા અને
પ્રયત્નોનો પરિપાક છે.
→ કર્મના આ બાર નિયમોને ઘુંટી ઘુંટીને
જીવનમાં ઉતારીશું તો જીવન માત્ર જીવી નહીં જઈએ પણ જીવી જાણીશું.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, 12
Laws of Karma,નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૦૪ એપ્રિલ ૨૦૨૫