'યોગ' સાથે મારો પહેલો પરિચય મારા શાળાના સમયકાળ દરમિયાન થયો હતો. એ સમયે શારીરિક શિક્ષણના વર્ગોમાં,
યોગ એ ફક્ત જટિલ શારીરિક મુદ્રાઓના રૂપમાં શીખવવામાં આવતો હતો. થોડા વર્ષો પહેલા,
હું યોગની એક કાર્યશાળામાં જોડાયો તેથી યોગના ફરીથી સંપર્કમાં આવ્યો. એ પરિચયે યોગ વિશે
જાગૃતિની એક નવી દૃષ્ટિ ખુલી. હમણાં વળી ફરીથી એક પ્રખ્યાત આધ્યાત્મિક શિક્ષક અને યોગી દ્વારા આયોજિત એક ખાસ્સી આગળની કક્ષાની
કાર્યશળા માટે નોંધણી કરાવી. એ અનુભવ શારીરિક અને માનસિક એમ બન્ને સ્તરે રીતે ખૂબ જ સારો અનુભવ રહ્યો છે.
એ કાર્યશળામાંથી મેં શીખેલા કેટલાક પાઠ અહીં રજૂ કર્યા છે. હું એમ માનું છું કે આ પદાર્થપાઠ આપણા વ્યક્તિગત તેમજ વ્યાવસાયિક જીવનમાં શ્રેષ્ઠતાની કક્ષાએ પહોંચવામાં તે બહુ પ્રસ્તુત બની રહી શકશેઃ
પ્રકાશ આપણી અંદર છે.
આપણી અંદરનો આ પ્રકાશ એક પ્રેરક બળ (એક સોફ્ટવેર) છે જે આપણી અંદર અને આપણા દ્વારા સંપર્ક થતી દરેક વ્યક્તિ અને વસ્તુને સક્ષમ બનાવે છે. . જ્યારે આપણે તેને શોધીએ છીએ,
પોતાને જાણી શકીએ છીએ,
આપણી શક્તિઓથી સાકાર કરીએ છીએ અને તેને અમલમાં મૂકીએ છીએ ત્યારે જ આ પ્રકાશ તેજસ્વી રીતે ચમકી ઊઠે છે. એ તબક્કો એવો છે જેના પ્રકાશમાં આપણે,
આપણામાં કે આપણી આસપાસનાં આપણા પ્રભાવ હેઠળનાં ક્ષેત્રમાં ફરક પડી શકીએ. આપણા ઉચ્ચ હેતુ શોધવાની જરૂર પુરી કરવા આપણે સતત આપણી બહારની વસ્તુઓ શોધીએ છીએ,
પરંતુ આપણે પહેલા આપણી અંદર ડોકિયું કરવાની જરૂર છે. જે લોકો કોઈપણ બાબતમાં શ્રેષ્ઠ બને છે તે એવા લોકો છે
જાણે છે કે તેમના જીવનનો ખરો હેતુ શું છે.
આ ક્ષણ શક્તિશાળી છે.
નિયમિત અને ચોક્કસ લયમાં કરાતો શ્વાસોચ્છાશ્વાસ અને મનની એકાગ્રતા દ્વારા,
યોગે મને વર્તમાન ક્ષણમાં રહેવાનું શીખવ્યું. આપણે ઘણીવાર ભૂતકાળ વિશે વધુ પડતું વિચારીએ છીએ અથવા ભવિષ્ય વિશે ચિંતા કરીએ છીએ. તેને પરિણામે આપણી પાસેથી વર્તમાન ક્ષણની સુંદરતા છીનવાઈ જાય છે. જ્યારે તમે કંઈ પણ ખાતાં હો,
ત્યારે તમારા ખોરાક સાથે રહો. જ્યારે તમે કામ કરતાં હો,
ત્યારે તમારા કામ સાથે રહો. મન તો મરકટ છે એ તો
ભટકવાની વૃત્તિ ધરાવે છે. પણ આપણે તો જે કંઈ પણ કરીએ છીએ તેમાં સભાનતાપૂર્વક એકાગ્રતા કેળવવાનો અભ્યાસ કરવાની જરૂર છે. આજની દુનિયામાં જ્યારે વિક્ષેપોની વણઝાર વણથંભી રહે છે ત્યારે મનને હાલની ક્ષણમં એકાગ્ર કરવાનું વધુ મહત્વપૂર્ણ છે.
કંઈ પણ મોટું સિદ્ધ કરવા માટે શિસ્ત એક પૂર્વશરત છે.
દરરોજ,
કાર્યશળાના વર્ગનો સમય પુરો થયા પછી,
આપણને નિયમિતપણે યોગ અને પ્રાણાયામ કરવાનું કહેવામાં આવે છે. યોગ એ સતત અભ્યાસ માગી લેતી વિદ્યા છે. આપણે જે પણ કરવાનું નક્કી કરીએ છીએ,
તે આપણે દરરોજ કરવાની જરૂર છે. ચૂક્યા વિના,
નિયમિતપણે. વ્યવસ્થિત રીતે. વિચારપૂર્વક. મુશ્કેલ કાર્યો કરવાના પ્રયાસ કરતી વખતે આપણે જે પ્રતિકારનો સામનો કરીએ છીએ તેને શિસ્ત વિશેની પ્રતિબદ્ધતા હરાવે છે.
પીડા આપણને મજબૂત બનાવે છે.
પહેલી વાર જ્યારે તમે કોઈપણ આસન/મુદ્રા કરો છો,
ત્યારે પીડા થવી અનિવાર્ય છે. તે જ પીડા (અથવા પીડા થશે એવી આપણી ધારણા) જે પ્રતિકાર ઉત્પન્ન કરે છે. આપણે તે પીડાથી છટકી જવાનો પ્રયાસ કરીએ છીએ. યોગ દ્વારા થતો સતત અભ્યાસ આપણને મજબૂત,
લવચીક અને સ્વસ્થ બનાવે છે. તે આપણને શારીરિક અને માનસિક બંને રીતે સ્થિતિસ્થાપક બનાવે છે. હું શીખ્યો છું કે કરવા ધારેલી કોઈ પણ પહેલ સાથે કંઈક પીડા સંકળાયેલી જ હોય છે. લાંબા ગાળાના ફાયદા મેળવવા માટે આપણે ટૂંકા ગાળાના દુખાવાને અવગણવાની જરૂર છે.
પરિવર્તન (અને સુધારો) કુદરતી છે.
ઘણા લોકો યોગ (અથવા વ્યાયામશાળા)ની શરૂઆત કરે છે અને બીજા જ દિવસથી તાત્કાલિક ફરક પડવાની અપેક્ષા રાખે છે (એક સમયે,
હું પણ તેમ કરતો). બધાં અર્થપૂર્ણ પરિવર્તન કુદરતી છે. સતત પ્રયાસ અને સતત એ પ્રક્રિયા સાથે સંલગ્ન રહેવાથી પરિવર્તનની સ્વાભાવિકતા સાથે આપણે પણ લયબદ્ધ રહી શકીએ છીએ.
માર્મિકતા શક્તિશાળી છે.
જ્યારે આપણે મીણબત્તીની જ્યોતને જોઈએ છીએ,
ત્યારે એક સ્થૂળ પ્રકાશ (જ્યોત પોતે) અને બીજો સૂક્ષ્મ પ્રકાશ (જ્યોતની આસપાસના પ્રકાશની આભા) હોય છે. એ સૂક્ષ્મ માર્મિકતા તે જ સમયે જ્યોતને સુંદર અને શક્તિશાળી બનાવે છે. યોગમાં,
આપણી મુદ્રાઓ અને શ્વાસ સ્થૂળ છે,
પરંતુ તેની અસરો સૂક્ષ્મ છે. આપણું શરીર સ્થૂળ છે જ્યારે મન અને આત્મા સૂક્ષ્મ છે. વ્યવસ્થાપનની દુનિયામાં,
આપણી લાગણીઓ,
લાગણીઓ અને અંતર્જ્ઞાન સૂક્ષ્મ
છે. સૂક્ષ્મને સ્પર્શ કરી શકનાર અગ્રણી પ્રભાવશાળી બને છે. પ્રેમ,
ધીરજ,
પ્રામાણિકતા અને ક્ષમા સૂક્ષ્મ લાગણીઓ છે,
પરંતુ શક્તિશાળી પણ છે. તેનો જાદુ અંદર છે.
ત્યાગ એ શક્તિની નિશાની છે.
આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જે છોડી દે છે તે નબળો છે. છોડી દેવા માટે આપણે અળગા થવું પડે છે,
જે ખરેખર મુશ્કેલ છે. યોગમાં,
શ્વાસ બહાર કાઢવાની ક્રિયા એ ઝેરી તત્વોને જવા દેવાની ક્રિયા છે. જીવનની જેમ વ્યવસાયમાં પણ,
આપણે શીખવાની જરૂર છે કે જે કામનું નથી અથવા તો ભવિષ્ય માટે હાનિકારક છે
તે શી રીતે છોડી દેવું અને માફ કરવું,
જેથી આપણે આપણી મોહ અને માયાની સાંકળો તોડી શકીએ,
મુક્ત રહી શકીએ અને પ્રગતિ કરી શકીએ.
ખાઓ. પ્રાર્થના કરો. કામ કરો. પ્રેમ કરો.
એક સત્રમાં,
અમારા ગુરુએ અમને આ મુજબ બોલવાનું કહ્યું: “અડધું ખાઓ, પાણીનું સેવન બમણું કરો,
ત્રણ ઘણી વધુ કસરત કરો,
ચાર ઘણું વધુ હસો (ખુશ રહો), પાંચ ઘણું વધુ કામ કરો અને દસ ઘણી વધુ પ્રાર્થના કરો”.
સ્વાસ્થ્ય અને ખુશી માટે આ એક સરળ,
છતાં ખૂબ જ શક્તિશાળી સલાહ છે.
આ બધા પાઠ બહુ મુશ્કેલ તો કહેવાય એમ છે જ નહીં . આપણે પહેલાથી જ આપણા જીવનમાં દૃઢતા,
અભ્યાસ અને શિસ્તનું મહત્વ જાણીએ છીએ. મુશ્કેલ ભાગ એ જે જાણીએ છીએ તેને વ્યવહારમાં
અમલમાં મૂકવાનો,
કરતાં રહેવાનો અને તેનાં અપેક્ષિત પરિણામો લાવી શકવાનો છે. યોગનો મારો અભ્યાસ મારા માટે આ આવશ્યક ગુણો કેળવવાનો અને મારા કાર્ય/જીવનના અન્ય ક્ષેત્રોમાં પરિવર્તન થતું જોવાનો એક માર્ગ છે. હું તન અને મનથી નવું શીખવા માટે હવે હંમેશાં તૈયાર રહું છું.
સ્ત્રોત સંદર્ભ:: 8
Life Lessons From Yoga Workshop
- - - . . . - - - . . . - - -
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો