ઉત્પલ વૈશ્નવ
“સપ્તાહના અંતના વિચારો આખાં અઠવાડીયાના કામ પર કેવી અસર કરે છે એ વિશે કદી
વિચાર્યું છે?' એક વાર રીસેસમાં ચા પીતા પીતાં મેં વિક્રાન્ત અને વિવેકને પૂછ્યું.
વિક્રાન્ત
તેની લક્ષ્યસિદ્ધિમાં ખુંપેલો રહેતો. સપ્તાહાંત રજાઓમાં પણ તે એ વિશે કંઇક વિચારતો
રહેતો હોય અને પછીના અઠવાડીયાનું આયોજન કરતો રહેતો હોય. તેને લગન દેખાઈ જ આવતી
હતી. સોમવારે તેની પાસે અવનવા વિચારો તૈયાર જ હોય. પરિણામે, તેના પ્રોજેક્ટ્સ કાયમ
ધસમસાટ પ્રગતિ કરતા જ જોવા મળે.
વિવાન
ઊંધો છેડો હતો. સપ્તાહાંત રજાઓમાં તેના મગજનો કામ અંગેનો વિભાગ બંધ જ હોય. એમ
કરીને એ કામના અઠવાડીયા માટેની પોતાની ઉર્જા ફરીથી ચાર્જે કરતો. આખું અઠવાડીયું તે
કામમાં એટલો રત રહેતો કે શુક્રવારે બપોર સુધીમાં તો તે થાકી પડતો. સોમવારે પણ તેની
ગાડીને ઝડપ પકડતા થોડો સમય લાગતો. તેનું કામ ચોખ્ખું, પણ પ્રમાણમાં થોડું ઓછું
ઝડપી હોય. તેની પાસે બહુ નવા વિચારો પણ ખાસ ન હોય.
અમારી
એ દિવસે વાત થયા પછી વિક્રાન્તની કામ કરવાની પદ્ધતિનો ફરક વિવાનના ધ્યાન પર આવ્યો.
વિવાનને સમજાઈ ગયું કે અઠવાડીયા દરમ્યાન એકલી મહેનત કામ નહીં આવે, મહેનતને પણ SMART બનાવવી જોઈશે. આટલું સમજાવું એ મહત્ત્વનું
કદમ જરૂર હતું. તેને અમલમાં મુકવો એ વળી એક આગવો પડકાર હતો, કેમકે
હવે તેણે પોતાની વિચારસરણી પણ બદલવાની હતી.
→ અઠવાડિયા દરમ્યાન ઉત્કૃષ્ટ
પ્રદર્શન કરવા માટે સપ્તાહાંત દિવસોમાં પણ એ જ જોમ કામ કરતું રહે એ જરૂરી છે.
પાદ નોંધ.
— સોમવાર થી
શુક્રવાર જ ધબકતું રહે એવું જોશ કેટલે ઉંડે સુધી પ્રસરી શકે?
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, A weekend thought, helpful for your weekdays,નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
| ૦૨ મે ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો