
પછીથી, ઈશ્વર પોતાના ઉપદેશકને ઇજિપ્તમાંથી પોતાનાં ગુલામ બાળકોને મુક્ત કરાવીને તેમને વચનપ્રેરિત ભૂમિ તરફ દોરી જવા માટે મોકલે છે, જ્યાં તેમને સ્વતંત્રતા, આદર અને સમૃદ્ધિ મળશે. વચનપ્રેરિત ભૂમિ વાસ્તવમાં એ પ્રદેશ જ્યાંથી ઘણા સમય પહેલા ગુલામીપ્રથાથી બનાવાયા તે પહેલાંથી ગુલામો આવ્યા હતા. વચનપ્રેરિત ભૂમિમાં જવું એ વાસ્તવમાં વચનપ્રેરિત ભૂમિમાં પાછા ફરવું છે. વચનપ્રેરિત ભૂમિની કથા ઈડનની કથાનું પ્રતિબિંબ છે: તે સંપૂર્ણતામાં ઘરે પાછા ફરવાનું દ્યોતક છે.
ઈડન અને વચનપ્રેરિત ભૂમિમાં શ્રદ્ધા હોવી એ યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામિક ધર્મોના પાયાના પથ્થરો છે. ત્રણ મુખ્ય વિશ્વ ધર્મો વચ્ચે, અને અંદર અંદર, ભારે તફાવત હોવા છતાં, એ બધા ઈડન અને વચનપ્રેરિત ભૂમિની કથાઓ સાથે જોડાયેલા છે. ધાર્મિક કટ્ટરપંથીઓ માટે, ઈડન અને વચનપ્રેરિત ભૂમિ નિરપેક્ષ સત્ય છે. બાકીના બધા માટે, તે સાપેક્ષ સત્યો (પૌરાણિક કથાઓ) છે જે લોકોના વિશ્વ દૃષ્ટિકોણને આકાર આપે છે. એ પૌરાણિક કથાઓ અબ્રાહમિક પૌરાણિક કથાઓ તરીકે ઓળખાતી પૌરાણિક કથાઓનો ભાગ બને છે. ઈબ્રાહમ ભગવાનના પ્રારંભિક ઉપદેશોમાંના એક છે. આ પૌરાણિક કથા બૌદ્ધ, જૈન અને હિન્દુઓની પુનર્જન્મ પૌરાણિક કથાઓ અને ગ્રીકોની બહુદેવવાદી પૌરાણિક કથાઓથી અલગ છે.
જેને હવે મધ્ય પૂર્વ કહેવામાં આવે છે તેમાંથી ઉદ્ભવતી અબ્રાહમિક પૌરાણિક કથાઓની એક અનોખી વિશેષતા એ છે કે તેમનો વૈકલ્પિક સત્યો સાથે બહુ મેળ નથી મળતો. તેથી (એક માત્ર) 'સત્ય' માટે આગ્રહ રાખે છે. તેથી, સાપેક્ષ સત્ય, પૌરાણિક કથા,નો વિચાર, અબ્રાહમિક પૌરાણિક કથાઓમાં માનનારાઓને ગળે નથી ઉતરતો. આ વૈશ્વિક દૃષ્ટિકોણ યહૂદી સ્થળાંતર અને ખ્રિસ્તી અને ઇસ્લામિક મિશનરીઓના ધર્માંતરણ કાર્યને કારણે ફેલાયો. વસાહતીકરણને કારણે, તે આજે વિશ્વમાં, ખાસ કરીને ઘણા બિનસાંપ્રદાયિક અને રાજકીય ફિરકાઓની ચિચારધારાઓમાં, પ્રભુત્વ ધરાવે છે. તેની સૌથી શક્તિશાળી અસર રાષ્ટ્રવાદમાં જોઈ શકાય છે.
રાષ્ટ્રવાદી વિચારધારા સામાન્ય રીતે વસાહતીઓના આગમન પહેલાં રાષ્ટ્ર-રાજ્યના મહિમાની વાત કરે છે. સ્વતંત્રતા સંગ્રામનો હેતુ વસાહતીઓને દૂર કરવાનો અને ઈડન, વચનપ્રેરિત ભૂમિ,નાં મૂળ ગૌરવને ફરીથી મેળવવાનો હતો.
રાષ્ટ્રવાદીઓના અભિગમ પર આધાર રાખીને, જે ગૌરવ પાછું મેળવવાનું છે તે બદલાતું રહે છે. ભારતમાં, ઘણા ડાબેરી ઉદારવાદીઓ માટે, તે અકબર દ્વારા સ્થાપિત ભવ્ય ઇસ્લામિક રાજ્ય હતું, જે વસાહતીઓ દ્વારા બરબાદ કરવામાં આવ્યું હતું. જમણેરી ઉગ્રવાદીઓ માટે, તે મુસ્લિમ આક્રમણખોરો આવ્યા અને મંદિરોને મસ્જિદોમાં ફેરવી નાખ્યાં તે પહેલાં, વૈદિકથી રાજપૂત સમય સુધી 'શુદ્ધ'અને ભવ્ય હિન્દુ રાષ્ટ્ર હતું, . દલિત ઉગ્રવાદીઓ માટે, તે બૌદ્ધ રાજાઓનો સમય હતો જેમને હિન્દુ જાતિવાદી સવર્ણ બ્રાહ્મણો દ્વારા ઉથલાવી દેવામાં આવ્યા હતા.
અમેરિકામાં, ડોનાલ્ડ ટ્રમ્પ માટે, તે રાજકીય શુદ્ધતા પહેલાનો સમય હતો, નારીવાદ પહેલાનો સમય હતો, ૯/૧૧ પહેલાનો સમય હતો. રશિયામાં, પુતિન માટે, તે સમય હતો જ્યારે રશિયાએ વિશ્વ પર પ્રભુત્વ મેળવ્યું હતું, LGBTQ અધિકારો અને માનવ અધિકારો પહેલાનો સમય હતો. બ્રિટનમાં, તે યુરોપિયન યુનિયન પહેલાનો, વિશ્વયુદ્ધ પહેલાનો એ સમય હતો, જ્યારે તેમની મહારાણીએ વિશ્વ પર શાસન કર્યું હતું. ઘણા આફ્રિકન દેશોમાં, તે એ સમય હતો જ્યારે રાષ્ટ્રોએ જૂના આદિવાસી માળખાને તોડી નાખ્યા હતા. વિશ્વભરના રાજકીય નેતાઓ ચૂંટણી દરમિયાન આ જ વચનોની લ્હાણી કરતા આવ્યા છે.
કદાચ આ સાપેક્ષ સત્યના મનોવૈજ્ઞાનિક મૂળમાં એ માનવીય ઇચ્છા છે કે આપણે એક કાલ્પનિક બાળપણમાં પાછા ફરવું જોઈએ, જ્યારે આપણને પ્રેમ કરવામાં આવતો હતો, જ્યારે કોઈ ગુંડાગીરી નહોતી, અથવા કદાચ એડનમાંથી બહાર કાઢી મૂકીને વિશાળ,ખરાબ દુનિયામાં ધકેલી દેવામાં આવે તે પહેલાં, માતાના ગર્ભમાં, એમ્નિઅટિક પ્રવાહીવાળાં ભ્રૂણાવરણ કોથળીમાં સુરક્ષિત પાછા ફરવું જોઈએ.
- મિડ - ડે માં ૨૬ જૂન, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, The impact of Abrahamic mythology નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો