એક દિવસ, ગામની બહાર ફરતાં ફરતાં, મત્સ્યેન્દ્રનાથે એક ખેડૂત -પત્નીને પોતાના ઘરની સામે રડતી
આ કથાને કેવી રીતે જોઈ શકાય? શું તે જેને પત્ની ન હોવા છતાં પિતા બને એવા એકાકી પુરુષ (પિતા)ની કથા માત્ર છે? પત્નીઓ વિના પિતા બનેલા
પુરુષોની આવી કથાઓ હિન્દુ પૌરાણિક કથાઓમાં અવારનવાર જોવા મળતી રહે છે.
કૌરવો અને પાંડવોના મહાન
ગુરુ દ્રોણને કોઈ માતા નહોતી. તેમના પિતા, ભારદ્વાજે એક અપ્સરા
જોઈ અને એટલા ઉત્તેજિત થયા કે તેમનું સ્થળ પર જ વીર્યસ્ખલન થયું અને વીર્ય એક
વાસણમાં પડી ગયું. એ વાસણમાં તે ટીપું એક બાળકમાં રૂપાંતરિત થયું, જેનું નામ દ્રોણ હતું. દ્રોણના પિતા કુંભાર હતા. દ્રોણનો ઉછેર તેમની માતા દ્વારા નહીં પણ એકલા પિતા દ્વારા કરવામાં આવ્યો હતો.
દ્રોણનાં પત્ની, કૃપા અને તેના જોડિયા ભાઇ, કૃપ,નો જન્મ ત્યારે થયો જ્યારે શરદવન નામના બીજા ઋષિએ જનપદી નામની એક અપ્સરાને જોઈ
અને નદીના કાંઠે ઉગેલાં રાડાંમાં તેમનું સ્ખલન થયું. દ્રોણની જેમ, આ ભાઈ બહેનના પિતા હતા, પરંતુ માતા નહોતી. પરંતુ
તેમના પિતાને તેમના જન્મ વિશે ખબર નહોતી. હસ્તિનાપુરના રાજા શાંતનુએ એ બાળકોને
શોધી કાઢ્યાં અને તેમનો ઉછેર કર્યો. તે સમયે તે શાંતનુ પણ એકલા હતા; તેની પહેલી પત્ની, ગંગા, તેને છોડીને તેઓના પુત્ર, દેવવ્રત,ને પોતાની સાથે લઈને જતી રહી
હતી તેમની બીજી પત્ની, સત્યવતી સાથે
શાંતનુનો હજુ મેળાપ થયો નહોતો. બીજા શબ્દોમાં કહીએ તો, કૃપા અને કૃપને એક જ પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા.
પ્રખ્યાત સુંદરી, શકુંતલાની માતા, મેનકા, એક અપ્સરા હતી જેણે મહાન ઋષિ વિશ્વામિત્રને મોહિત કરીને તપોભંગ કર્યો હતો.
જેને પરિણામે તે ગર્ભવતી થઈ હતી. પરંતુ બાળ શંકુતલાને જંગલમાં મુકીને મેનકા પાછી ઈન્દ્રસભામાં જતી રહી હતી. વિશ્વામિત્રે એ બાળકને
સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેથી, બાળક જંગલમાં જ રહ્યું અને
ગીધનાં ધ્યાન પર ચડી ગયું. કણ્વ નામના એક ઋષિ ત્યાંથી
પસાર થતા હતા. તેમણે આ ત્યજી દેવાયેલી બાળકીને શોધી કાઢી અને તેને પોતાની
દત્તકપુત્રી તરીકે ઉછેરી. આમ, કણ્વ ઋષિ પણ એ બાળા, શકુંતલા, ના એકલ પાલક પિતા હતા.
આ બધી કથાઓ આપણી સમક્ષ એવી
વૈકલ્પિક પરિવારો વ્યવસ્થા રજુ કરે છે,
જ્યાં પિતા કોઈ પત્ની
વિના બાળકો પેદા કરી શકે છે, અને એ એકલ પિતાનાં બાળકો
પુખ્ત વયના સ્વસ્થ લોકો તરીકે મોટાં થાય છે.
- મિડ - ડે માં ૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Single fathers નો અનુવાદ | પ્રાયોગિક પુરાણશાસ્ત્રવિદ્યા
·
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૨૧ મે ૨૦૨૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો