ઉત્પલ વૈશ્નવ
ટીપણું લઈને રસ્તે બેઠેલા કોઈ
જ્યોતિષીની આ ભવિષ્યવાણી નથી. આ તો સામે આવીને ઊભેલી હકીકત છે.
ઝેરોધાના
નિખિલ
કામથ તો બહુ સ્પષ્ટપણે જણાવે છે :
“માત્ર રચનાત્મક, વ્યૂહાત્મક, લોકાભિમુખી
નોકરીઓ (કે વ્યવસાયો) ટકી રહેશે.”[1]
![]() |
સાંદર્ભિક નોંધઃ નેટ પરથી સાભાર |
ચાર વર્ષનો ડીગ્રીનો અભ્યાસક્રમ તમને બચાવી નહી શકે, જો:
¾ AI એ કામ વધારે સારી રીતે કરી શકશે.
¾ દર બે વર્ષે તમે નવાં નવાં કૌશલ્યો
શીખતાં નહીં રહો.
¾ તમારૂં સ્થાન, તમારાં
કામનાં મૂલ્ય પ્રદાનથી નહીં પણ, પદાનુક્રમના ટેકે ટકી
રહ્યું છે.
સોંસરવો
ઘા તો આ છે :
મોટા
ભાગના ઉચ્ચતમ ડીગ્રીધારીઓ હવે મૂર્ખા સવાલો પૂછતાં
ડરે છે.
અનુકુલનશીલતાને વધાવતી દુનિયામાં, આ
મનોદશા ઘાતક નીવડે છે.
પુનઃકૌશલ પ્રાપ્તિનાં ત્રણ પગલાંની
પુનરાવર્તી ત્વરિત કસરત (દરરોજ ૧૫ મિનિટ)
૧/ એક પ્રચલિત વલણ જણાવતો ન્યૂઝલેટર
અચુક વાંચો .
૨/
૧૦ મિનિટનાં નાનાં નાનાં કામનો અભ્યાસ કરો..
૩/
લાઈવ સ્કિલ્સ પાનાં પર એક વિજય અંકે કરો.
નવાં કૌશલ્ય શીખવાં એ હવે કોઈ વિકલ્પ
નથી. એ તો પ્રાણવાયુ છે.
ડીગ્રીથી નૈયા પાર નહીં ઉતરે. લાઈફ બોટ
તો (તમારા) નિર્ણયો બનશે.
મહત્વની પાદ નોંધઃ “2025
skill” પર તમારો પ્રતિભાવ ઉત્પલ વૈણવને જણાવો
અને વળતરમાં તેમનું ૫ મિનિટનું routine + resource તમારા
ઇ-મેલ પર મેળવો.
ઉત્પલ વૈશ્નવની લેખમાળા #DhandheKaFunda ના મૂળ લેખ, College
degrees won’t save your career in 2030
નો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો