આજની ઝડપથી બદલતી જતી દુનિયામાં જે બાબતો તાકીદની, કે તત્કાળ ધ્યાન આપવી પડે કે અચાનક્બનતી હોય છે તેના તરફ આપણું ધ્યાન વધારે જતું હોય છે. ધીમે ધીમે થતી ઘટનાઓને આપણાં રડારનાં ધ્યાન પર લાવવાનું ભૂલી જઈએ છીએ.
એકાદ વાર, થોડુંક કંઈ ખાવાથી, સામાન્યતઃ, નુકસાન નથી થતું. પરંતુ લાંબા સમય સુધી આવી ઘણી બધી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય અંગેની સમસ્યા થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. ખોટી રીતે થઈ ગયેલી એકાદ વાતની સંબંધ પર કોઈ સીધી અસર, કદાચ, નહી થાય. થાય તો મોટા ભાગે સુધારી લઈ પણ શકાય. પરંતુ વારંવાર થતી આવી દરેક વાતચીત આપણી વિશ્વાસપાત્રતાને મરણતોલ નુકસાન કરી શકે છે. તેના છેદા એવા તબક્કા સુધી પ્રસરે છે કે જ્યાં સંબંધ, મોટા ભાગે કાયમ માટે, કપાઈ જઈ શકે છે
કોઈ પણ સંસ્થાના સંદર્ભમાં, આવી પરિસ્થિતિઓ વધુ જટિલ બની જાય છે. જોએ સંસ્થામાં ભેડચાલવાળું વાતાવરણ હોય તો આ પરિસ્થિતિ ઘણી ઊંડે સુધી પ્રસરી શકે છે. એક વારજે અલગ અપગ પેટા-વમળ સર્જાયાં હોય તે એકબીજાંને તેમજ સમગ્ર વ્યવસ્થાને અસર કર્યા જ કરે છે. છ્ટી છવાઈ જણાતી એક વ્યૂહાત્મક નિષ્ફળતાની અસર ટૂંકા ગાળામાં દેખાતી નથી પરંતુ લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે.
સારા સમાચાર એ છે કે: આ રજૂઆતથી વિપરીત પણ સાચું છે. કોઈપણ મોટી સફળતા, લગભગ હંમેશા, ઘણી નાની વસ્તુઓને યોગ્ય રીતે કરવામાંથી પરિણમતી હોય છે. કારકિર્દી એક એક સમયે મળતી એકે એક કારકિર્દીનની ઊંચી ઈમારતના પાયાને ઘડે છે. આમનેસામને અપેક્ષા મુજબ થતાં નાનાં નાનાં કામો વિશ્વાસપાત્રતાને ગાઢી બનાવે છે. અલગ અલગ સમયે થતા અલગ અલગ અનુભવ બોધપાઠનું મોટું ભાથું બની રહે છે. દરેક સંવાદ ટીમને તેની સફળતાની ઊંચાઇનાં એક કદમે આગળ ધપાવે છે. ધીમે ધીમે થતા ફેરફારો ક્રમાનુસાર થતા થતા ખૂબ શક્તિશાળી પરિવર્તનમાં ફેરવાઈ જાય છે.
આપણે શા માટે ધીમે ધીમે થતી બાબતોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જઈએ છીએ? કારણ કે આપણે તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં ખૂબ જ ઉલટભેર પ્રતિકિયા આપીએ છીએ. વિચાર કરવાની રાહ જોવાની ધીરજ રાખ્યા વિના કાર્ય કરવું આપ્ણા માટે વધુ મહત્વનું છે. કારણ કે જે પ્રણાલીઓને નજરની સામે જીવંત જણાય છે તેની આડમાં તંત્ર વ્યવસ્થા વિચારસરણી ઢંકાઈ જાય છે. આપણે અલગ અલગ ઘટકો પર કામ કરીએ ત્યારે સમગ્ર તંત વ્યવસ્થાનું ચિત્ર આપણી નજરના કેન્દ્રમાંથી ખસી જતું હોય છે.
અહીં મને ઉકળતા પાણીમાં પડેલા દેડકાના રૂપકની યાદ આવે છે.
![]() |
તસવીર સૌજન્યઃ ચૌલા વોરા, લાલ આંખાળો દેડકો, કોસ્ટા રિકા |
દેડકાને ઉકળતા પાણીમાં મૂકવામાં આવે ત્યારેજો પાણી ગરમ હોય છે તો તે તરત જ કૂદી પડે છે. જો કે, જો તેને ખૂબ જ ધીમે ધીમે ગરમ થતા ઠંડા પાણીમાં મૂકવામાં આવે છે, તો દેડકો વધતા જતા ભયને સમજી શકતો નથી અને ગરમીનો આનંદ માણે છે. વધતાં વધતાં જેમ જેમ ગરમી અસહ્ય ક્ક્ષામાં ફેરવાય છે, ત્યારે તે કુદકો મારી બહાર નીકળી આવવા માટે અસમર્થ બની જાય છે. આખરે, તે ઉકળી ઉકળીને મૃત્યુ પામે છે.
અગ્રણીઓ અને સંચાલન વ્યાવસાયિકો તરીકે, તંત્ર વ્યવસ્થામાં ધીમા અને સૂક્ષ્મ ફેરફારોને ધ્યાનમાં લેવાની આપણી ક્ષમતા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તાત્કાલિક અને અચાનક ફેરફારોનો પ્રતિભાવ આપવાનું આપણું સામર્થ્ય મહત્વનું છે.
અર્નેસ્ટ હેમિંગ્વેની નવલકથા "ધ સન ઓલ્સો રાઇઝીસ[1]" માં, મુખ્ય પાત્રોમાંના એક માઇક કેમ્પબેલને પૂછવામાં આવ્યું છે, "તમે કેવી રીતે નાદાર થયા?". માઇકે જવાબ આપ્યો, "ધીમે ધીમે... અને પછી અચાનક."
સ્ત્રોત સંદર્ભ:: Change:
The Power of Gradual
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો