શુક્રવાર, 14 નવેમ્બર, 2025

પાછળ નજર કરતાં જોવાથી મળતાં અર્થગ્રહણ કરવા યોગ્ય, ગાય કાવાસાકીનાં, અવતરણો

તન્મય વોરા

ગાય કાવાસાકી જે રીતે લખે છે તે મને ખૂબ ગમે છે. જ્યારે પણ હું તેમને વાંચું છું, ત્યારે હું મારા વાંચનને અંતે કંઈક નવી અનુભૂતિ, કંઈક નવું શીખવાનું અને કંઈક વધુ વિચારવાની સમજ મેળવું છું.

આજે, મને તેમના બ્લોગ પર ૨૦૦૬ માં લખાયેલ "પાર્શ્વદર્શન (Hindsights) " નામનો એક બહુ રસપ્રદ લેખ વાંચવા મળ્યો. હું તેમના બ્લોગ પરનો આ લેખ વાંચવાની ભારપૂર્વક ભલામણ કરું છું. હાલ તો  અહીં એવા લોકો માટે થોડા અંશો મૂક્યા છે જેમની પાસે એ લેખ વાંચવા સમયનો (કદાચ) અભાવ છેઃ

"ખુશીની નહીં., આનંદની ખોજમાં રહીએ.  મારી વાત માનજો - ખુશી ક્ષણિક અને હાથમાંથી સરકતી રેતી જેવી છે. તેનાથી વિપરીત, આનંદ અકળ છે. ખુશીમાં ન પરિણમી શકેલા આપણા ગમા અણગમા કે આપણા ઉત્કટ શોખની સતત ખોજ આપણા આનંદની કેડી તરફ દોરી જઈ શકે છે." 

"મારા પિતા હવાઈમાં સેનેટર હતા. વકીલ બનવું એ તેમનું સ્વપ્ન હતું., પરંતુ તેમનું શિક્ષણ તો માત્ર હાઇ સ્કૂલ સુધીનું જ હતું. એટલે તેઓ ઇચ્છતા હું વકીલ બનું. તેમના માટે કરીને હું કાયદાનાં ભણતર માટે કીલેજમાં દાખલ થયો.  પરંતુ મારૂં મન કંઈ બીજું ઈચ્છતું હતું, એટલે બે અઠવાડિયા પછી મેં એ કૉલેજ છોડી દીધી. હું આને મારી સ્વાભાવિક સમજનું એક શાનદાર પ્રમાણ માનું છું. જ્યારે મેં કૉલેજ છોડી ત્યારે મારા માતાપિતામાંથી કોઈ ગુસ્સે નહોતાં થયાં. બલ્કે, તેમ છતાં તેમનો મારા માટેનો પ્રેમ ઓછો ન થયો."

"જીવનમાં આપણી સૌથી મોટી ભૂલ પૈકી એક એ છે કે જાણીતી વસ્તુને સ્વીકારવી અને અજાણી વસ્તુનો પ્રતિકાર કરવો.  હકીકતમાં, આપણે બરાબર વિરુદ્ધ કરવું જોઈએ: જાણીતી વસ્તુને કસોટીએ ચડાવીએ અને અજાણી વસ્તુ દ્વારા થનારી કસોટીને સ્વીકારીએ."

"આપણે અત્યારે એક વ્યવસ્થિત, તમારા માટે ઉપયુક્ત વાતાવરણમાં શીખી રહ્યાં છીએ. મોટા ભાગે. આપણે આપણાં માતાપિતાનાં કહેવા અનુસાર કે પહેલેથી પડેલા અનુસાર શાળા અને ભણતરને જોઈએ છીએ.  પરંતુ શાળા અને શિક્ષણને ગૂંચવવાં જ જોઈએ. શક્ય છે કે પરંપરાગત શાળા અને શિક્ષણ આપણને કંઈ ન શીખવે. અને એપણ શક્ય છે કે  શાળા વિના પણ ઘણું શીખી શકાય."

"પોતાની જાતને પસંદ કરવાનું શીખીએ. જ્યાં સુધી પોતાની જાત પસંદ ન પડે ત્યાં સુધી આપણને બદલતાં રહીએ."

"જીતવું એ ફરીથી રમવાની એક વધારે તક પણ છે. ન  કાસાયેલું જીવન જીવવા યોગ્ય ન હોઈ શકે, પરંતુ જીવ્યા વિનાનું જીવન ચકાસવા લાયક નથી."

"મોટા ભાગે, આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, તેમ તેમ ખ્યાલ આવતો જાય કે આપણા માબાપ. જ્યારે આપણે પોતે માબાપ બનીએ છીએ ત્યારે તો એ સમજ સ્પષ્ટ થાય જ છે. હું જાણું છું કે , "હા, સાચું" એમ તમને પણ લાગી રહ્યું છે તે હું જાણું છું. મારા શબ્દોને નોંધી રાખજો."

કેટલીક વાર ભૂતકાળની વાતો બહુ જ ગહનતા સાથે વર્તમાનમાં રજૂ થાય છે - ખરું ને?

સ્રોત સંદર્ભ:: Hindsights from Guy Kawasaki

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

- - - . . . - - - . . . - - -

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો