બુધવાર, 1 જુલાઈ, 2026

પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત: સતીનો પ્રકોપ - દેવદત્ત પટ્ટનાઈક

 અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક સાથે -  લાઈવ પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત

અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક, બી એસ પુરુષોત્તમન - કલાક્ષેત્રમાં સંગીતના લાઈવ કાર્યક્રમમાં 

કથાનકમાં ડૉ. દેવદત્ત પટ્ટનાઈક દૈવી સ્ત્રીત્વના શ્યામ, સફેદ અને ભૂખરા રંગોની ઝાંય વિશે વાત કરે છે.

કલાક્ષેત્ર પર આ મારો પહેલો અનુભવ છે. એટલે હું 'કલા' અને ક્ષેત્ર' શું છે ત્યાંથી શરૂઆત કરીશ અને પછી  દેવીસ્ત્રીત્વના  શ્યામ, ધવલ અને ભુખરા સ્વરૂપની ઝાંય વિશે વાત કરીશ.

મેં હંમેશા મારી જાતને પૂછ્યું છે કે 'કલા' શબ્દ ક્યાંથી આવ્યો હશે? અને અલબત્ત આપણે ક્યારેય ખરેખર જાણી શકીશું નહીં પણ કોઈ અનુમાન કરી શકીએ. મને લાગે છે કે તે 'કાલ' શબ્દ પરથી ઉદ્ભવ્યો છે,. કાલનો અર્થ સમય થાય છે. સમયની પ્રકૃતિ  છે કે તે બધું કાપી નાખે છે, બધું તોડી નાખે છે કારણ કે તમે ગઈકાલથી સતત અલગ છો, જેને હિન્દીમાં કાલ (ગુજરાતીમાં પણ કાલ) કહેવામાં આવે છે. તમે આવતીકાલથી પણ અલગ છે. આવતીકાલને પણ કાલ કહેવામાં આવે છે. આમ કાલ કાલ અને કાલ બનાવે છે અને જે બન્ને અલગ છે. તમે ગઈકાલ માટે ઝંખી રહ્યા છો જે તમારો ઇતિહાસ છે અને તમારા આવતીકાલ  માટે પણ ઝંખો છો  જે તમારું ભાગ્ય છે. તમે તમારા ભૂતકાળ અને ભવિષ્ય બંનેથી અલગ છો. તમે કોઈ પ્રકારના સાતત્ય માટે ઝંખી રહ્યા છો કારણ કે વસ્તુઓનું વિભાજન એટલી બધી પરિપૂર્ણતા ધરાવે છે કે તમને આશ્ચર્ય થાય છે કે શું તમે એક થઈ શકો છો. કલા એક થઈ જાય છે. તે રંગોને એક કરે છે. તે સંગીતના ધબકારાને એક કરે છે. તે નૃત્યમાં હાવભાવને એક કરે છે. તે સતત એક થઈ રહ્યું છે અને એક પ્રકારની અનંતતાનું નિર્માણ કરી રહ્યું છે કારણ કે ધૂનમાંથી સૂર આવે છે અને પછી ધીમે ધીમે તમે શરૂઆતના બિંદુ -  ચક્રીય લય - પર પાછા આવો છો.  ત્યાં એક રચના બને છે જેના દ્વારા કળા મર્યાદિતને અનંત બનાવે છે. તેથી એક રીતે કલા આપણને આ અલગતાની ભાવનાથી મુક્ત થવા સક્ષમ બનાવે છે.

કલા મારા ભૂતકાળ, મારા ભવિષ્ય, જેવી સતત અલગતાની ભાવનાથી અલગ થવાને  અને તે આપણને એક સાતત્ય, અનંતતા સાથે જોડે છે.

એ જ વસ્તુ શબ્દ 'ક્ષેત્ર'માંથી આવે છે કારણ કે ક્ષેત્ર શું છે - તે સ્થળ છે.  આપણે હવે સમય વિશે વાત કરી રહ્યા નથી અને આપણે સ્થળ વિશે વાત કરી રહ્યા છીએ. ગીતામાં વારંવાર  ક્ષેત્રનો અને ક્ષેત્રાજ્ઞનો વારંવાર ઉલ્લેખ છે . તે સ્થળ (તન)માં  તમે કોણ છો. એ તમારું સ્થળ છે અને આ સ્થળ મારું સ્થળ નથી. આ મારું છે અને આ મારું નથી. આ મને ખબર છે અને તે અજ્ઞાત છે. એવા વિભાગો છે. આ મારું છે, આ મારું નથી. જ્યાં સુધી આ મારું છે કે કોનું છે તે અંગે આપણે વિવાદ કરીએ છીએ, ત્યાં સુધી તમારી પાસે કુરુક્ષેત્ર રહેશે. અને જે ક્ષણે તમને સાતત્યનો ખ્યાલ આવે છે, ખ્યાલ આવે છે કે આવાં કોઈ વિભાજન નથી, ત્યારે તમે ધર્મક્ષેત્ર તરફ આગળ વધો છો. આ ઝંખના ભારતીય વિચારધારામાં વિભાજન અને જોડાણોનો એક સુસંગત વિષય છે. સાંખ્ય વિવિધ વિભાજન વર્ણવે છે અને યોગ તેમને એકસાથે બાંધે છે -  તેમને એક કરવાનો પ્રયાસ કરે છે. તેઓ એક થાય છે અને તૂટી જાય છે. તેઓ એક થાય છે અને તૂટી જાય છે. આમ સતત બનતું રહે છે અને તમે આ વિચારને ફરી ફરીને ફિલસૂફીમાં જુઓ છો.

તમે તેને નિવૃતિ માર્ગમાં જૂઓ  છો જે બીજાથી દૂર થઈ રહ્યો છે અને પ્રવૃતિ માર્ગ માં જે બીજા સાથે સંકળાયેલો છે. પહેલા માર્ગે સંન્યાસી પોતાને બીજાથી અલગ કરવા માંગે છે અને બીજા માર્ગે ગૃહસ્થ બીજા સાથે સંકળાયેલો છે. અલગતા અને જોડાણની વિભાવના ઝંખના રંગોમાં છે. સફેદ રંગ – કર્પૂર ગૌરવ શિવ છે જે બરફ જેવું  સફેદ છે ત્યાં બેસે છે. કાળો રંગ - શ્યામ વિષ્ણુ અલગ પડે છે.  ભૂખરો રંગ બન્ને રંગોને એક કરે છે.  તે દેવી છે જે બન્ને ને જોડે છે.

જ્યારે તમે આજના યુગને જુઓ છો ત્યારે દેખાશે કે આપણે આપણા પૂર્વજોથી અલગ નથી. પૂર્વજોએ આત્મનિરીક્ષણ, આત્મશોધ, આત્મસાક્ષાત્કાર, આત્મબોધની વાત કરી હતી. આજે આપણે સેલ્ફી વિશે વાત કરવાનું નક્કી કર્યું છે. તે ફક્ત સ્વ વિશે છે. સ્વ પ્રત્યેનો આ જુસ્સો, તે હંમેશા અહમ, અહમ છે. હું હું હું ની જ વાત  આમ છે.

આપણે આત્મસાક્ષાત્કાર જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે ખૂબ જ ઉમદા લાગે છે પરંતુ હકીકત એ છે કે તે શબ્દમાં વિચ્છેદ છે કારણ કે તેમાં બીજાની કોઈ સ્વીકૃતિ નથી. ત્વમ અહમ અને મમ - હું અને મારું અને તવ અને ત્વમ - તું અને તારું. સંન્યાસી બીજાથી દૂર થઈ જાય છે. તે બીજાનો ભાગ બનવા માંગતો નથી. તે પર્વતની ટોચ પર ભવ્ય એકાંતમાં પોતાની સાથે રહેવા માંગે છે. બીજાઓનું શું? એક એવા સંબંધની ઝંખના જે એકલતાને તોડે છે, જે ધ્યાન માંગે છે. પણ મારું શું? સાધુ તરીકે તમે સંન્યાસી બનો છો. તમે જંગલમાં જાઓ છો. મારું શું? હું જંગલમાં જવા માંગતો નથી. મારી જરૂરિયાત કરતાં તમારી જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ છે. આ બધા એવા સંવાદો છે જેના વિશે ભારતમાં હમેશા ચર્ચા રહી છે .

તમે વેદનું પ્રાથમિક દૃશ્ય જુઓ તો તે યજ્ઞ છે. યજ્ઞ એક વિશે નથી, તે બે વિશે છે. યજ્ઞમાં યજમાન છે જે તેનું સંચાલન કરે છે અને બીજા દેવતા છે જેમને આહ્વાન કરવામાં આવે છે. યજમાન દેવતાને સ્વાહા કહે છે અને દેવતા યજમાનને તથાત્સુ કહે છે.  સ્વાહા દાન છે અને તથાત્સુ મેળવવું છે. આમ આ એવો  સંબંધ બને છે જે એકસાથે એક બનાવે છે અને સંવાદ ભૂલી જાય છે. જ્યારે આપણે સ્વ-સાક્ષાત્કાર આત્મ-સાક્ષાત્કાર સ્વ-સ્વ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બીજા પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. દેવતા યજમાન તરફ જોઈ રહ્યો નથી.  આપણે સંસ્કૃતમાં આ બે અદભૂત શબ્દો ભૂલી જઈએ છીએ એક છે આરાધ્યઈષ્ટ, દેવતા અને નિમિત્ત - સાધન. હવે એ સંબંધમાં પોતાને પૂછો કે તમે  આરાધ્ય છો તમે નીમિત્ત છો ? પ્રદર્શનમાં એક મંચ હોય છે જ્યાં કલાકારો ઉભા હોય છે અને પછી પ્રેક્ષકો હોય છે. આરાધ્ય કોણ છે તમે કે દેવતા ? નીમિત્ત કોણ છે – તમે કે દેવતા? સ્વ કોણ છે? અન્ય કોણ છે? જ્યાં સુધી વિભાજન છે, ત્યાં સુધી જાદુ થશે નહીં. બન્ને એક બીજામાં ફાળો આપે છે. તમારા પ્રતિભાવ, તમારું ધ્યાન પ્રદર્શનને પ્રભાવિત કરે છે અને તે જ રીતે ગતિ થાય છે. પણ તે મુશ્કેલ છે, ખરું ને?
શિવ પુરાણ જૂઓ. તમને એક દેવીની ઝંખના દેખાશે જે તેના ભૂતકાળ અને ભવિષ્યને એક કરવાનો પ્રયાસ કરી રહી છે. સતીના પિતા દક્ષ પ્રજાપતિ છે, તે યજ્ઞના મહાન આશ્રયદાતા છે, તે સૈદ્ધાંતિક રીતે યજ્ઞને સમજે છે પણ ભૂલી જાય છે કે યજ્ઞ કોના વિશે છે, અહમ કે ત્વમ, પોતાના વિશે છે કે પુત્રી વિશે છે. તેઓ આગ્રહ રાખે છે કે દરેક વ્યક્તિએ તેણે કહેલા માર્ગે ચાલવું જોઈએ, બીજા કોઈ માર્ગે નહીં અને તેથી તે પોતે જ આંધળો છે, બીજાને જોઈ શકતો નથી. પર્વતની ટોચ પર બેઠેલા ભવ્ય એકાંતમાં રહેલા સંન્યાસી શિવ યજ્ઞમાં ભાગ લેતા નથી. તેમને યજ્ઞમાં રસ નથી. દેવી તેમના પ્રેમમાં પડી જાય છે કારણ કે તે શિવની સુંદરતા જુએ છે. દેવીને પિતા કહે છે કે શિવ  સુંદર નથી, તે કદરૂપા છેમ દેવી સહમત નથી થતાં અને કહે છે પણ મને લાગે છે કે તે સુંદર છે, તે મારું સત્ય છે અને હું તેમને અનુસરૂં છું. દક્ષ  ગુસ્સે થાય છે અને ક હે છે કે ના, મારા ક્ષેત્રમાં, મારા પ્રદેશમાં એ આવકાર્ય સ્વાગત નથી, એમનું સ્વાગત નથી. દેવી પણ ગુસ્સે થઈને તેના પતિ પાસે જાય છે અને કહે છે, "મારા પિતાને માફ કરો." શિવ  કહે છે, " એમાં શું છે? ના જાઓ." અને દેવી શિવથી અલગતા અનુભવે છે કારણ કે તે ઇચ્છે છે કે તેના પિતા અને તેના પતિ એક સાથે રહે. એક યજ્ઞમાં જતા  નથી અને બીજા તેને યજ્ઞમાં પ્રવેશવાની ના પાડે છે. દેવી તેના પિતા અને પતિ વચ્ચે વિભાજિત થઈ ગયેલ છે. પતિ પરવા કરતો નથી અને પિતા પોતાનું જ ધાર્યું કરવા માંગે છે. આખરે ક્રોધમાં આવીને સતી યજ્ઞકુંડમાં કૂદી પડે છે ત્યારે તેના ક્રોધ વચ્ચે એ બધા અનુભવો, યાદ અપાવે છે કે જીવનનો હેતુ યજમાન અને દેવતા વચ્ચેનું - આરાધ્ય અને નિમિત્ત વચ્ચેનું, યહાં અને ત્વમ વચ્ચેનું, ગઈ કાળ અને આવતી કાળ વચ્ચેનું - જોડાણ છે.  એક થવાની સતીની ઝંખના પુરી થઈ રહી નથી,  એ નિરાશાને કારણે સતીનો પ્રકોપ આ ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થાય છે.

આપણે બધા ક્રોધ અનુભવીએ છીએ જ્યારે આપણને લાગે છે કે કોઈ આપણી તરફ જોઈ રહ્યું નથી, કોઈ આપણને સાંભળતું નથી, જ્ઞાની ઋષિ સાંભળતા નથી, ઉમદા પૂજારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી, તમે ક્રોધમાં પોતાને બાળી નાખો છો. સતીનો ક્રોધ પણ એ જ છે.

 


  • ૧૬  સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Mythology & Music: The Rage of Sati નો અનુવાદ | વિડીયો

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૧ જુલાઇ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો