જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IVના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૪ - જ્યોર્જ ઑર્વેલ [૬] થી આગળ
ટ્રિબ્યુન
૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૭
(ટ્રિબ્યુન માટે માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ,
૨૮ ફેબ્રુઆરી ૧૯૪૭)[1]
આજકાલ જ્યારે ટાઇપરાઇટર ખૂબ જ દુર્લભ બની ગયાં છે ત્યારે એક વાત ધ્યાનમાં આવે છે કે લગભગ દરેક વ્યક્તિના હસ્તાક્ષર નવાઈ લાગે તેટલા ખરાબ હોય છે. જે જોવામાં સુખદ અને વાંચવામાં સરળ, એમ બંને હોય તેવા હસ્તાક્ષર તો હવે ખૂબ જ દુર્લભ છે. સુધારો લાવવા માટે આપણે જે હવે ગુમાવી બેઠાં છીએ, જે કદાચ ભૂતકાળમાં આપણા માટે જે સામાન્ય રીતે સ્વીકૃત 'શૈલી' હતી, તે વિકસાવવી પડશે.
મધ્ય યુગમાં ઘણી સદીઓ[2] સુધી વ્યાવસાયિક લેખકોએ એક ઉત્કૃષ્ટ લિપિ (કે લિપિઓની શ્રેણી) લખી, જેની બરાબરી હવે કોઈ કરી શકતું નથી. પછી હસ્તાક્ષરમાં લખવાનું ઘટતું ગયું. અને સ્ટીલ પેનની શોધ પછી
સુઘડ હસ્તાક્ષર અને સાહિત્યિક ક્ષમતા વચ્ચે કોઈ જોડાણ છે કે
કેમ તે જાણવું રસપ્રદ રહેશે. મારે કહેવું જ જોઇએ કે જે આધુનિક ઉદાહરણો વિશે હું
વિચારી શકું છું તે બહુ સાબિત કરતાં નથી. મિસ રેબેકા વેસ્ટના ઉત્કૃષ્ટ હસ્તાક્ષર છે, અને શ્રી મિડલટન મરીના પણ
છે. સર ઓસ્બર્ટ સિટવેલ, શ્રી સ્ટીફન સ્પેન્ડર અને શ્રી એવલિન
વો બધાના હસ્તાક્ષર જે, શક્ય તેટલું નમ્રતાથી કહીએ તો પણ,
સારા નથી. પ્રોફેસર લાસ્કીના હસ્તાક્ષર જોવામાં આકર્ષક છે પણ
વાંચવામાં મુશ્કેલ છે. આર્નોલ્ડ બેનેટ સુંદર નાના અક્ષરોમાં લખે છે જેના માટે
તેમને બહુ શ્રમ કરવો પડે છે. એચ. જી. વેલ્સ પાસે આકર્ષક પણ અસ્વચ્છ લેખન હતું.
કાર્લાઇલનું લેખન એટલું ખરાબ હતું કે એક કમ્પોઝિટર તેને કંપોઝ કરવાના કામથી દૂર
જવા માટે એડિનબર્ગ છોડીને ગયો હોવાનું કહેવાય છે. શ્રી બર્નાર્ડ શો નાનું, સ્પષ્ટ પણ ખૂબ જ ભવ્ય હસ્તલેખન લખે છે. અને
સૌથી પ્રખ્યાત અને આદરણીય જીવંત અંગ્રેજી નવલકથાકારોની વાત કરીએ તો, તેમનું લેખન એવું છે કે જ્યારે હું બી.બી.સી.માં હતો અને મહિનામાં એક વાર
તેમનાં લેખનને પ્રસારણમાં મુકવાનું સન્માન મેળવતો હતો, ત્યારે
આખા વિભાગમાં ફક્ત એક જ મદદનીશ હતો જે તેમની હસ્તપ્રતોને ઉકેલી શકતો હતો.[3]
+ + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45)
: Part
IVનો આંશિક અનુવાદ
[1] માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝમાં ઓરવેલના કોલમના પ્રકાશન માટે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૪૭ ના રોજ 'એઝ આઇ પ્લીઝ' ની હેડનોટ જુઓ. બીજો વિભાગ,
જેનો નંબર 75A છે, તે ડેઇલી હેરાલ્ડમાં આગલા દિવસે પ્રકાશિત થયો હતો. કટોકટી દરમિયાન માન્ચેસ્ટર ઇવનિંગ ન્યૂઝે જે ટ્રેડ પેપર્સને આતિથ્ય આપ્યું હતું તેમાંથી એક ધ શૂ એન્ડ લેધર રેકોર્ડ હતું. ઓરવેલના કોલમની નીચે છપાયેલા તે જર્નલના અહેવાલમાં એક નિવેદન હતું કે બળતણની કટોકટીને કારણે ૧૦,૦૦૦,૦૦૦ જૂતાના ઉત્પાદનમાં નુકસાન થયું હતું, જે ઓરવેલને ફૂટવેર શોધવામાં મુશ્કેલી પડી હતી તે બાબતમાં વધારાનો મુદ્દો આપે છે.
[2] (Centuries) પરંતુ છપાયું countries
તરીકે હતું
[3] સંદર્ભ ઇ. એમ. ફોર્સ્ટરના હસ્તલેખનનો છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો