શુક્રવાર, 10 જુલાઈ, 2026

માનસિક સલામતીનાં ઘડતર માટે માત્ર સંકલ્પ જ નહી પણ સાતત્યપૂર્ણ વર્તન પણ આવશ્યક છે

તન્મય વોરા

માનસિક સલામતી ફક્ત ઇરાદાથી નહીં, પણ સુસંગત વર્તનથી બને છે.

અપલિફ્ટિંગ આઇડિયાઝ પોડકાસ્ટ પર "ધ સાયકોલોજિકલ સેફ્ટી પ્લેબુક ફોર ચેન્જમેકર્સ" ના લેખકો, મિનેટ નોર્મન અને કેરોલિન હેલ્બિગ સાથે મારે બહુ અર્થપૂર્ણ વાતચીત થઈ.

મારા માટે જે એક ખાસ સમજ નીપજી તે એ કે:

"તમે કહી શકો છો કે 'અહીં બોલવું સલામત છે', પરંતુ જે ક્ષણે કોઈ પણ અગ્રણી મુશ્કેલ પ્રશ્નનો રક્ષણાત્મક રીતે જવાબ આપે છે, તે ક્ષણે વિશ્વાસ જતો રહે છે. માત્ર સુસંગત વર્તન જ માનસિક સલામતી બનાવે છે."

મેં  જે વાતચીત આગળ ધપાવી hatI તેમાંથી વિચારણીય ત્રણ મુદ્દાઓ :

૧. આપણામાંની  દરેક વ્યક્તિ પરિવર્તન લાવી શકનાર છે. એ માટે કોઈ પદવીની જરૂર નથી. સંસ્કૃતિ એવી વસ્તુ નથી જે "ત્યાં" અસ્તિત્વમાં છે પરંતુ એવી વસ્તુ છે જે સંસ્થામાં દરેક વ્યક્તિ શું કરે છે તેનો સરવાળો છે. પ્રભાવ તે ક્ષણથી શરૂ થાય છે જ્યારે તમે અલગ રીતે કાર્ય કરવાનું પસંદ કરો છો.

૨. પ્રતિકાર ખેલનો એક ભાગ છે, અવરોધ નહીં. વાસ્તવિક પરિવર્તન એ છે કે તમારા વિષે શંકાશીલ રહેતા લોકો વિશે ખરેખર ઉત્સુક બનવું, તેમને નકારી કાઢવાને બદલે ખુલ્લાં મનથી પ્રશ્નો પૂછવા. જ્યારે વિરોધીઓને એમ લાગે છે કે તેમણે જોવામાં અને સાંભળવામાં આવે છે, ત્યારે ગતિશીલતા સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

૩. છટણી, મર્જર, AI વિક્ષેપો જેવા સમયમાં, ધરમૂળથી પારદર્શક બનો... આ વિક્ષેપો આપમેળે માનસિક સલામતીનો નાશ કરતા નથી. અગ્રણીઓ તે પછી શું કરે છે તે મહત્વનું છે. વિક્ષેપોને નજરાદાંજ કર્યા વિના કે તેને બિનમહત્વના ગણ્યા વિના મુશ્કેલીઓને સ્વીકારો. પ્રામાણિકતા બીજા કંઈથી પણ ન ઘડાય  તેવો ભરોસો પ્રમાણિકતા રચી શકે છે.

એક પ્રાચીન ભારતીય દૃષ્ટિકોણ આ રીતે પડઘાય  છે: જ્યારે મન (વિચારો) + વચન (શબ્દો) + કર્મ (કાર્યો/ક્રિયાઓ) એક સાથે સંકળાય એ નેતૃત્વની પ્રામાણિકતા છે. તે એવું રેખીય જોડાણ છે જે વાણી અને વર્તનને એક સ્તરે લાવી મૂકે છે.

મિનેટ અને કેરોલિન દ્વારા રચાયેલ તેમનું પુસ્તક કાર્યસ્થળ પર માનસિક સલામતી (અને પરિવર્તન કાર્યક્રમોમાં) વૈભવ નથી, પરંતુ એ વિષયની મૂળભૂત બાબતો પર પર પ્રકાશ પાડતું રહે છે.

સંપૂર્ણ વાતચીત અહીં છે: https://open.spotify.com/episode/2sfhBcsIOxFmSnS5Bl4TTW

સ્રોત સંદર્ભ::  Psychological safety is built through consistent behavior, not just intention.

- - - . . . - - - . . . - - -

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો