બુધવાર, 15 જુલાઈ, 2026

પુરાણશાસ્ત્રવિદ્યા અને સંગીત: ગોપિકાની કથા - દેવદત્ત પટ્ટનાઈક

 અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક સાથે -  ગોપિકાની કથા  

અનિલ શ્રીનિવાસન, દેવદત્ત પટ્ટનાઈક, બી એસ પુરુષોત્તમન - કલાક્ષેત્રમાં સંગીતના લાઈવ કાર્યક્રમમાં 

કથાનકમાં ડૉ. દેવદત્ત પટ્ટનાઈક ગોપિકાની કથા વિશે વાત કરે છે.

વેતાલ વિક્રમાદિત્યને ગોપીકાની કથા કહેવાનું શરૂ કરે છે.

ગોપિકાને ત્રણ સંતાનો હતાં. એક બુદ્ધિશાળી હતું, બીજું બીમાર રહેતું હતું અને ત્રીજું સામાન્ય હતું.ગોપીકાની સમસ્યા એ હતી કે ત્રણેયને સરખે ભાગે ખાવાનું આવે એવી કઈ રીતે વહેંચણી કરે !

તેની પાસે અમર્યાદિત સાધનો તો હતાં નહીં. બુદ્ધિશાળી સંતાનને કંઈક વધારે આપે, બિમારને તો વધારે આપવું જ જોઈએ. પણ એમ કરવા જતાં સામાન્યને ભાગે તો બહુ ઓછું આવે. 

વેતાલ વિક્રમાદિત્યને આ કોયડો ઉકેલવા કહે છે, અને વિક્રમાદિત્ય તેમ કરી શકે તો વેતાલ પાછો સ્મશાનમાં વડ પર જતો રહેશે.

આ સંસારમાં આવા કોયડાઓનો સાચો જવાબ શું એ નક્કી કરવું બહુ મુશ્કેલ બની જતું હોય છે.  

અહં એક નક્કી કરે છે, ત્વમ બીજું જ નક્કી કરે છે. વળી પાછાં એવાં ત્વમ તો અસંખ્ય છે, પણ મારી જાત તો એક જ છે. મારે કુટુંબનાં દરેક સાથે વહેવાર કરવાના છે અને એ દરેકને ખુશ પણ રાખવાનાં છે. પિતાને ખુશ રાખવાના છે, સસરાને ખુશ રાખવાના છે. પતિને ખુશ રાખવાનો છે. દેરાણી જેઠાણી, ડેર જેઠ, બેન અને નણંદ, મા અને સાસુ, ભાઈ, દીકરી એ બધાંને પણ ખુશ રાખવાનાં છે. હે, એન એજે નીચે

આ બધાં વચ્ચે કોઈ વાર મને જાતનો જ વિચાર કરવાનું મન થાય છે.

પરંતુ, હે કૃષ્ણ, જેવું હું તેમ કરું છું બધું તૂટવા લાગે છે. કુરુક્ષેત્ર ઊભું થઈ જાય છે. ધર્મક્ષેત્રનો અંત આવી જાય છે. આ માંરૂ છે, આ તમારું નથી.

ત્યારે ગોપીઓને સમજાય છે કે એમણે ગામ ભલે છોડ્યું હોય પણ ગામે એમને છોડ્યાં નથી. રાસનો એ જ તો અદ્ભૂત સંવાદ છે.    

રાસ એ માત્ર એક સમૂહ નૃત્ય જ નથી. એ સંસારનું સંગીતમય ચક્ર છે. એ સંસારનીં એક બહુ જ સામાન્ય, રોજબરોજની ઘટના સમજાવે છે – જે ઉપર જાય છે તે નીચે આવે છે , જે નીચે છે તે ઉપર આવશે.


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ  ૧૫ જુલાઇ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો