રાજકીય ઋષિ
પરંતુ શંકરાચાર્યનું પદ્ય (સ્તોત્ર) પુરાણોમાં દેખાતા દૈવી (સગુણ બ્રહ્મ) ના અનેક મૂર્ત સ્વરૂપોનાં પણ ગુણગાન કરે છે. તેમણે પૌરાણિક દેવતાઓ: શિવ (દક્ષિણામૂર્તિ-સ્તોત્ર), વિષ્ણુ (ગોવિંદ-અષ્ટક) અને શક્તિ (સૌંદર્ય-લહરી) માટેને મહાન સ્વસ્તીવચનો કહ્યાં છે. ભ આનાથી તેઓ વ્યાસ પછી પ્રથમ વૈદિક વિદ્વાન બને છે જેમણે વૈદિક હિન્દુ ધર્મને પૌરાણિક હિન્દુ ધર્મ સાથે સ્પષ્ટ રીતે જોડ્યો, આ વિચારને થોડી સદીઓ પછી વેદાંતના અન્ય ગુરુઓ રામાનુજ, માધવ અને વલ્લભ દ્વારા વધુ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. શંકરાએ તંત્ર પર પણ લખ્યું, જે તે સમયની આસપાસ તંત્રની હાજરીને સ્પષ્ટપણે ઈંગિત કરે છે.
નિરાકારતા, શૂન્યતા અને વિશ્વ એક ભ્રમ હોવા અંગેની તેમની બધી ચર્ચાઓ પુઅરાંત શંકરાચાર્યએ ભારતના ૧૨ જ્યોતિર્લિંગ, ૧૮ શક્તિ-પીઠો અને ૪ર વિષ્ણુ-ધામ જેવા પવિત્ર સ્થળોને જોડવાનું કામ કર્યું જેથી ભારતને એક જ દેશ તરીકે સ્પષ્ટ કરતાં યાત્રાધામો દ્વારા સાંકળી શકાય. તેમના લખાણોમાં કોતરાયું ચે તે મુજબ તેમણે કેરળથી કાશ્મીર, હાલના ઓડિશામાં પુરીથી ગુજરાતના દ્વારકા, હાલના કર્ણાટકમાં શ્રૃંગેરીથી ઉત્તરાખંડમાં બદરી, હાલના તમિલનાડુમાં કાંચીથી ઉત્તર પ્રદેશમાં કાશી સુધી, હિમાલયના ઢોળાવ, નર્મદા અને ગંગા નદીઓના કિનારા અને પૂર્વ અને પશ્ચિમ કિનારાઓ સુધી પ્રવાસ કર્યો.
શંકરાચાર્ય એકલદંડા મહેલના ફિલોસુફ નથી; તેઓ એક રાજકીય ઋષિ છે, જે તેમના સમયના ઐતિહાસિક સંદર્ભમાં સંકળાયેલા છે અને તેના વિશે પ્રતિભાવ આપે છે. ફિલસૂફી, પદ્ય અને યાત્રા દ્વારા, તેમણે ભારતના ઉપખંડને એકસૂત્રમાં જોડવાનો પ્રયાસ કર્યો જેનો ઉલ્લેખ હિન્દુ, બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં તેમજ સંકલ્પના વૈદિક વિધિમાં જાંબુલ વૃક્ષના ખંડ, જંબુ-દ્વિપ, અને ભરત રાજાઓની ભૂમિ, ભારત-વર્ષ તરીકે સતત કરવામાં આવતો જોવા મળે છે.
ઐતિહાસિક સંદર્ભ
મોટાભાગના ઇતિહાસકારો સંમત થાય છે કે આદિ શંકરાચાર્ય ૮મી સદીમાં, અથવા ૧,૨૦૦ વર્ષ પહેલાં, બુદ્ધના ૧,૩૦૦ વર્ષ પછી થઈ ગયા છે.
આ સમયગાળો ભારતીય ઇતિહાસમાં ૧,૫૦૦ વર્ષ પહેલાં ગુપ્ત સામ્રાજ્યના પતન અને ૧,૦૦૦ વર્ષ પહેલાં દક્ષિણ એશિયા પર મુસ્લિમ વિજય વચ્ચેના એક મુખ્ય તબક્કાનો હતો. કન્નૌજનો હર્ષવર્ધન મૃત્યુ પામ્યો હતો, રાષ્ટ્રકૂટો નર્મદા નદીના બંને કાંઠે પ્રભુત્વ ધરાવતા હતા, ઉત્તરના પ્રતિહારો, પૂર્વના પાલ અને દક્ષિણના ચાલુક્યો સાથે સતત યુદ્ધમાં હતા. અત્યારે ખૂબ જ પરિચિત છે એવી પ્રાદેશિક ભાષાઓ અને લિપિઓ હજુ સુધી ઉભરી આવી ન હતી. દક્ષિણ ભારતીય મંદિરોમાં તેમના લાક્ષણિક ગોપુરમ પ્રવેશદ્વાર નહોતા, રામાયણનો તમિલમાં અનુવાદ હજુ થયો ન હતો, જયદેવે વિશ્વને રાધાનો પરિચય કરાવતું ગીત-ગોવિંદ લખ્યું ન હતું.
આદિ શંકરાચાર્ય, જેમણે દેશવ્યાપી પ્રવાસ કર્યો હતો, તેમણે દેશના બૌદ્ધિક વર્ગને જોડતી એક જ ભાષા, સંસ્કૃત, દ્વારા વિચારવિનિમય કર્યો હતો.
આ સમયની ભાવનાની કદર કરવા માટે, આપણે ભારતીય સમાજના વ્યાવહારિક વિશ્વનીપુષ્ટિ કરનારા, ધાર્મિક વિધિઓથીબંધાયેલા ગૃહસ્થ અને વિશ્વનો ત્યાગ કરનારા, ધાર્મિક વિધિઓનો અસ્વીકાર કરનારા સંન્યાસી વચ્ચેના મૂળભૂત તણાવને સમજવો જોઈએ.
ગૃહસ્થ વિરુદ્ધ સંન્યાસી
શંકરાચાર્યના સમયમાં, વૈદિક વિશ્વ દૃષ્ટિકોણ ગૃહસ્થની તરફેણ કરતો મીમાંસક વિશ્વ દૃષ્ટિકોણ અને વેદાંતિક વિશ્વ દૃષ્ટિકોણમાં વિભાજિત હતો જે સંન્યાસીની તરફેણ કરતો હતો.
કેટલાક લોકો દલીલ કરે છે કે આમ થવું એ વેદ ધર્મ પર બૌદ્ધ ધર્મનો પ્રભાવ દર્શાવે છે, જેના કારણે હિન્દુ સર્વોપરીવાદીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઘણીવાર જે બાબતને અવગણવામાં આવે છે તે છે બૌદ્ધ ધર્મ પર વેદ ધર્મનો પ્રભાવ, કારણ કે શંકરાચાર્યના સમયમાં, બૌદ્ધિક સંન્યાસી બુદ્ધનું સ્થાન વધુ સાંસારિક બોધિસત્વ અને તેમના સ્ત્રી સ્વરૂપ, તારા દ્વારા લેવામાં આવ્યું હતું, જે જ્ઞાન (પ્રજ્ઞા) કરતાં કરુણાને મહત્વ આપતા હતા.
અને જ્યારે બ્રાહ્મણવાદી ભદ્ર વર્ગ મીમાંસિકોના ધાર્મિક માર્ગો (કર્મ માર્ગ) અને વેદાંતીના બૌદ્ધિક માર્ગો (જ્ઞાન માર્ગ) પર દલીલ કરી રહ્યો હતો, ત્યારે વ્યાસથી વાલ્મીકિ સુધીના ભારતના કથાકારો સંન્યાસી શિવને દેવી શક્તિ સાથે લગ્ન કરવા માટે ફરજ પાડવામાં આવી રહી હતી, અને વિષ્ણુ લક્ષ્મી અને સરસ્વતીની સંભાળ રાખવા માટે બંધાયેલા હતા એવાં (સુત) પુરાણોની રચના સાથે હિન્દુ ધર્મને નાટકીય રીતે ફરીથી આકાર આપી રહ્યા હતા.
જીવનચરિત્ર
મધ્ય ભારતમાંથી, શંકરાચાર્ય કાશી ગયા જ્યાં તેમનો સામનો સ્મશાનગૃહના રક્ષક એક ચાંડાલ સાથે થયો. એ ચાંડાલનો ધર્મ હિન્દુ જાતિના પદાનુક્રમમાં સૌથી પ્રદૂષિત વ્યવસાય હતો. જ્યારે શંકરએ તેમને એક બાજુ ક્સી જવાનું કહ્યું, ત્યારે ચાંડાલે તેમને ઠપકો આપ્યો, "મારું શરીર, કે મારો આત્મા, રૂપ, કે નિરાકાર, મર્યાદિત કે અમર્યાદ?" આ ઘટનાનો શંકરાચાર્ય પર ઊંડો પ્રભાવ પડ્યો, કારણ કે તેનાથી તેઓ સંન્યાસી પરંપરા દ્વારા પ્રસ્તાવિત દેહની અમાન્યતા પર પ્રશ્ન ઉઠાવતા થયા. શંકરાચાર્ય પરંપરાગત વર્ણ-આશ્રમ-ધર્મમાં ખુંપેલા હતા, જ્યાં જાતિની શુદ્ધતા અને પ્રદૂષણ મહત્વપૂર્ણ હતાં. તેથી તેમના ગુરુ તરીકે ચાંડાલનો સ્વીકાર વિશેષ મહત્વ ધરાવે છે. આ ઘટના તેમને મનીષા-પંચકમ રચવા તરફ દોરી ગઈ, જ્યાં તેઓ દ્વૈત (આત્મા અને શરીર અલગ) બનાવતા વિભાજનથી આગળ જુએ છે અને અદ્વૈતની પુષ્ટિ કરે છે. અહીં જ્ઞાનને જાતિથી આગળ વધવાના સાધન તરીકે જોવામાં આવે છે.
ત્યારબાદ શંકરાચાર્ય બિહારના મહિષ્મતીમાં મહાન મીમાંસક વિદ્વાન મંદન મિશ્રાને મળ્યા મંદન મિશ્રને તેમણને કર્મકાંડ (કર્મ) કરતાં જ્ઞાનની શ્રેષ્ઠતા અંગે વિશ્વસ્ત કર્યા. પરંતુ પછી, મંદનનાં પત્ની, ઉભય ભારતીએ, રમતિયાળ રીતે શંકરને કામોત્તેજના (કામ-શાસ્ત્ર) ના જ્ઞાન માટે પડકાર ફેંક્યો. બ્રહ્મચારી શંકરાએ એ વિશે અજ્ઞાનતા પ્રદર્શિત કરી. ત્યારે મહિલાએ તેમને પૂછ્યું કે તેઓ ઇન્દ્રિય આનંદ અને ભાવનાત્મક આત્મીયતાનો અનુભવ કર્યા વિના વિશ્વને કેવી રીતે સમજી શકે છે. ત્યારબાદ જે બન્યું તે રહસ્યમાં ઢંકાયેલું છે, અને પછીના સમયના શુદ્ધિકરણ દ્વારા સંપાદિત કરવામાં આવ્યું છે.
શંકરએ તેમની યોગિક શક્તિઓનો ઉપયોગ કાશ્મીરના રાજા અમરુના શરીરમાં પ્રવેશ કરવા અને તેને તમામ પ્રકારના દેહના આનંદને માણવા માટે લાંબા સમય સુધી જીવંત રાખવા માટે કર્યો. દંતકથા છે કે તેના કારણે શંકરાચાર્ય અમરુ-શટક તરીકે ઓળખાતી શૃંગારિક પ્રેમ કવિતા લખી શક્યા. ત્યારબાદ કાશ્મીરમાં, અને પછીથી શ્રૃંગેરીમાં (હાલના કર્ણાટકમાં), શંકરએ તેમના વ્યક્તિગત દેવતા, શારદાના મંદિરો સ્થાપ્યાં. શારદાને આપણે સામાન્ય રીતે સરસ્વતી તરીકે ઓળખીએ છીએ. તેમના એક હાથમાં એક ગ્રંથ છે. જોકે, તેમની પાસે એક વાસણ અને પોપટ પણ છે, જે ગૃહસ્થ જીવન અને ઇન્દ્રિય જીવનનાં પ્રતીકો છે, અને જે શંકર દ્વારા ઇન્દ્રિયો, દેહ, પદાર્થની સ્વીકૃતિ દર્શાવે છે: બીજા શબ્દોમાં કહીએ તો, તંત્ર. દૈવી સ્ત્રીત્વ, શ્રી-યંત્રના તાંત્રિક ભૌમિતિક પ્રતીક સાથે શંકરનો સંબંધ આ વાતને મજબૂત બનાવે છે. શું શારદાદેવીનું સ્વરૂપ ઉભય ભારતીથી પ્રેરિત હતું, કે પછી ગૃહસ્થ ધ્રમનું જ્ઞાન રજૂ કરતાં રહેતાં તેમની માતાનું હતું? આપણે ફક્ત અનુમાન કરી શકીએ છીએ.
તેમની માતાના મૃત્યુની જાણ થતાં શંકરાચાર્ય માતાના અંતિમ સંસ્કાર કરવા માટે કેરળ પાછા ફર્યા. મગરના હુમલામાં બચી ગયા પછી, જ્યારે માતાએ આખરે તેમને સંન્યાસી બનવાની પરવાનગી આપી હતી ત્યારે શંકરે પોતાની માતાને આ વચન આપ્યું હતું.
જોકે, વૈદિક પરંપરામાં, ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યા પછી, સંન્યાસી અંતિમ સંસ્કાર જેવી ગૃહસ્થ વિધિઓ કરી શકતો નથી. સંન્યાસી તરીકે, શંકરએ પુત્ર તરીકેની ભૂમિકા છોડી દીધી હતી, અને તેથી તેમની માતા પ્રત્યે કોઈ જવાબદારી નહોતી. પરંતુ શંકરએ અહીં એક સતાની અવજ્ઞા કરતા ક્રાંતિકારીની ભાવના દર્શાવી. જ્યારે તેમને સ્મશાનમાં માતાના સંસ્કાર કરવાથી રોકવામાં આવ્યા, ત્યારે તેઓ તેમની માતાના શરીરને તેમના ઘરના પાછળના આંગણામાં લઈ ગયા અને ત્યાં ધાર્મિક વિધિઓ કરી.
ત્યારબાદ તેઓ ભારતભરમાં પ્રવાસ કરવા લાગ્યા, ભારતના ચારે ખૂણામાં પોતાની સંસ્થા (મઠ) સ્થાપ્યા. તેમના પ્રવાસો દરમિયાન તેઓ યાત્રાળુઓના માર્ગોની મુલાકાત લેતા અને તેના નકશા બનાવતા રહ્યા. કહેવાય છે કે તેમણે સંન્યાસીઓના વિવિધ અખાડાઓની સ્થાપના કરી હતીઽ. અખાડાઓમાંના સંન્યાસીઓએને તેમણે હિન્દુ ધર્મના રક્ષણ માટે તેમના જ્ઞાન, શારીરિક અને યોગિક શક્તિઓનો ઉપયોગ કરવાનું જણાવ્યું. કુંભ મેળા દરમિયાન તીર્થ સ્થળોએ આ અખાડાઓને લઈ જવાનું અને તેમની સભાઓનું પણ શંકરાચાર્યએ આયોજન કર્યું.
શંકરાચાર્યનું મૃત્યુ બત્રીસ જ વર્ષની નાની ઉંમરે હિમાલય ક્ષેત્રમાં થયું હતું. કથા એવી છે કે તેમના પિતાએ જ્યારે દેવતાઓ પાસેથી વરદાન મગ્યું હતું ત્યારે લાંબાં આયુષ્યવાળા સામાન્ય પુત્ર કરતાં, ટૂંકા આયુષ્યવાળા મહાન પુત્રની તેમણે ઇચ્છા રાખી હતી. દંતકથા અનુસાર, એક અકાલપરિપક્વ પ્રતિભાસંપન્ન બાળક તરીકે આઠ વર્ષની ઉંમરે મૃત્યુ થવાનું હતું, પરંતુ તેમને આઠ વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો જેથી તેઓ વેદોના સત્યને ખોદી શકે. તેમના ભાષ્યો અને એક વિષય પરના ગ્રંથો એટલા તેજસ્વી હતા કે વેદોના પૌરાણિક આયોજક વ્યાસે પોતે તેમના વિચારોને વિશ્વમાં ફેલાવવા માટે તેમનું આયુષ્ય બીજા ૧૬ વર્ષ લંબાવી આપ્યું હતું.
શંકરાચાર્યના જીવનનૂ અર્થઘટન
વિદ્વાનોને આશ્ચર્ય થાય છે કે શું જ્ઞાનને મહત્વ આપનાર દાર્શનિક શંકર અને ભક્તિ કવિતા રચનાર શંકર એક જ હતા. શું તીર્થસ્થાનોની સ્થાપના કરનાર શંકર એ જ હતા જેમણે ભજ ગોવિંદમમાં આટલી સુંદર રીતે વ્યક્ત કરાયેલ નિરર્થક વિધિઓની વાત પણ કરી હતી? શું તેઓ વૈદિક હતા કે તાંત્રિક હતા? તેઓ શૈવ હતા કે વૈષ્ણવ, કે શાક્ત હતા? શું તે આ કે તે, કે પછી બંને, કે બેમાંથી કોઈ નહીં? શું તેઓ બૌદ્ધ વિરોધી હતો કે બૌદ્ધ તરફી વિધ્વંસક હતા? તેમના જીવન દર્પણના વિવિધ કકડાઓ શંકરાચાર્યના સમયમાં ભારતને આકાર આપનારા વિવિધ વિભાજિત વૈશ્વિક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, અને આજે પણ એ દૃષ્ટિકોણ વિભાજિત દરશન જ રજૂ કરે છે.
મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકાની તુલનામાં ભારતની વિવિધતા નિર્વિવાદ છે. તે વિશ્વને મૂંઝવણમાં મૂકે છે. બહારના લોકો માટે, એ વૈવિધ્યમાં અસ્તવ્યસ્તતા છે, અને એવો સમાજ પતન અને વિભાજનને આરે છે. અંદરના લોકો માટે, તેમાં ઉન્મત પાગલપનનો અર્થ રહેલો છે. તેથી ભારત વિશેનો બાહ્ય અને આંતરિક દૃષ્ટિકોણ અલગ છે.
બહારના લોકો ભારતની વિવિધતાને વિભાજનકારી દ્રષ્ટિકોણથી જોવાનું વલણ ધરાવે છે: તે કાં તો ઊંચનીચ (જાતિવાદ, મનુસ્મૃતિ દ્વારા લાદવામાં આવેલ બ્રાહ્મણવાદ) નું પરિણામ છે, અથવા બૌદ્ધોના, સાતત્યક્રમને નકારતા, શૂન્યવાદને પ્રતિબિંબિત કરતી જટિલ અનુઆધુનિક દલીલો પ્રમાણે, ભારત અસ્તિત્વમાં ન હોવાનું કહેવા માટે થાય છે. તેનાથી વિપરીત, એક અંદરની વ્યક્તિ તરીકે, શંકરાચાર્યએ ખંડિત અને સીમિત વૈશ્વિક દૃષ્ટિકોણનાં લોકશાહીકરણ કરવા માટે ભ્રમના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો: આ જગત અંગેનાંં બધા મંતવ્યો, બધી ધારણાઓ, શબ્દોની બધી સમજણો અપૂર્ણ અને અધુરી છે, પરંતુ એ બધાં આપણને એવું ધારવામાં ભ્રમિત કરે છે કે તેઓ પૂર્ણ અને પુરાં છે.
શંકરાચાર્યને સમજવા માટે, આજની રાજકીય અને વૈજ્ઞાનિક વિચારધારાને પણ પ્રભાવિત કરતી એક જ સાચા ભગવાન અને અન્ય દેવો ખોટા એવા દૃઢ અબ્રાહમિક દ્વિસંગી અભિગમથીઆપણે મુક્ત થવાની જરૂર છે. આપણે હિન્દુત્વના, એકદમ પ્રવાહી, દ્વિસંગી દૃષ્ટિકોણ તરફ આગળ વધવું પડશે જ્યાં દૈવત્વ (દેવ , મૂડીકરણ વિના) મર્યાદિત અને (ઈશ્વર, મૂડીકરણ સાથે) અમર્યાદિત હોઈ શકે છે; જ્યાં સ્વરૂપ અને નિરાકાર દૈવીનો સંબંધ ધ્વનિ અને અર્થ વચ્ચેના સંબંધ જેવો છે જેના વિના કોઈ શબ્દનું અસ્તિત્વમાં શક્ય નથી.
શંકરાચાર્ય પોતાની આસપાસની દુનિયાને બૌદ્ધોની જેમ ખંડિત ક્ષણિક મર્યાદિત સત્યોથી ભરેલી જુએ છે. જોકે, બૌદ્ધોથી વિપરીત, તેઓ ચોક્કસપણે માને છે કે તેઓ એક અખંડ શાશ્વત અમર્યાદિત સત્યના મંચ પર અસ્તિત્વ ધરાવે છે જે અર્થ અને મૂલ્યને અસ્તિત્વમાં રાખે છે. પહેલું સુલભ છે; બીજું દિવ્ય અને માયાવી છે. જીવનના અનુભવો મર્યાદિત અને ક્ષણિક આનંદ અને દુ:ખથી ભરેલા છે. દિવ્ય આધાર વિના, જીવન અર્થહીન, મૂલ્યહીન બની જાય છે.
આપણા બધાની અંદર અને બહાર કંઈક કાયમી અને એકરૂપ છે એવાં બ્રહ્મનો અસ્વીકાર શૂન્યવાદમાં પરિણમે છે, અને સ્વ (નિર્વાણ) ની વિસ્મૃતિ સાથે મઠના હઠાગ્રહ તરફ દોરી જાય છે, જ્યારે બ્રહ્મનો સ્વીકાર વ્યક્તિને જીવનની સુંદરતા, તેના રંગ, તેના રસ, તેની લાગણીઓ (ભાવ), તેના અનુભવો, નશ્વરતા દ્વારા વધુ સુંદર બનતી દિવ્યતાની વિવિધ અભિવ્યક્તિઓ તરીકે માણવા સક્ષમ બનાવે છે. તેથી, શંકરાચાર્ય દ્વારા, પુરાણોમાં વૈદિક સત્યોને ઉજાગર કરતાં હિન્દુ પૌરાણિક કથાઓના ઉત્તેજક પાત્રોને આપવામાં આવેલું મહત્વ તેમને સમગ્ર ભારતમાં, પર્વતોની ટોચ પર, ગુફાઓમાં અને નદીઓના સંગમ પર આવેલાં તીર્થ સ્થળોએ સ્થાયી કરે છે,. જોકે આ એક એવો વિચાર જે પરંપરાગત વૈદિક ધાર્મિક કર્મકાડીઓઓને ભયભીત કરશે.
ભારતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ ન થયો તેનું એક કારણ કલાવ્યાસંગને ક્ષણિક ભોગવિલાસ તરીકે જોવું એવું કલાઓથી તેનું સ્પષ્ટ અંતર છે. તેનાથી વિપરિત , પૌરાણિક હિન્દુ ધર્મમાં દેવતાઓ વિવેક દૃષ્ટિની સમજણ વ્યકત કરવા માટે નૃત્ય અને ગાયન કરતા. બૌદ્ધ ઉચ્ચ વર્ગના લોકો બૌદ્ધ મંદિરોમાં, જનતામાં લોકપ્રિય એવી, ધાર્મિક વિધિઓથી દૂર રહ્યા. તેનાથી વિપરીત, શંકરાચાર્યને સમજાયું કે કથાઓ અને ગીતો લોકો સાથે કેવી રીતે સંકળાય છે અને જીવનના વિસ્તૃત દૃષ્ટિકોણનો માર્ગ કેવી રીતે બનાવે છે. તેથી તેમણે પૌરાણિક મંદિરો અને તેમની ધાર્મિક વિધિઓને એવી રીતે અપનાવી, જે પ્રમાણમાં વધુ સમાવિષ્ટ (જાતિવાદના નિયમો હજુ પણ પ્રચલિત હતા), અને વધુ કઠોર વિશિષ્ટ વૈદિક ધાર્મિક વિધિઓ કરતાં વધુ કલાત્મક અને જાહેર હતી. આમ થવાથી હિન્દુ ધર્મના તારણહાર તરીકે શંકરાચાર્યનીની લોકપ્રિયતા સ્થાપિત થઈઅ.
કયું ભાષ્ય, કવિતા, તીર્થયાત્રા, વિશ્વ દૃષ્ટિકોણ, કે ઈશ્વર વધારે શ્રેષ્ઠ કે વધારે વ્યાપક ભાગ છે તે અંગે દલીલ કરવાને બદલે, શંકરાચાર્ય ભારપૂર્વક કહે છે કે એકમાત્ર સત્ય જે મહત્વનું છે તે બ્રહ્મ છે, જે તર્ક અને દલીલ દ્વારા અપ્રાપ્ય છે, અને ફક્ત શ્રદ્ધા દ્વારા, વેદના માર્ગે જ પહોંચી શકાય છે.
શું આ વાસ્તવિકતા છે, કે વ્યૂહાત્મકતા છે? આપણે ખાતરીપૂર્વક કહી શકીએ તેમ નથી. પણ, આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે શ્રેષ્ઠ કંઈ નથી, અને બધું ભ્રામક ન હોય, તો પરસ્પર આદર, એકબીજાની અપૂર્ણતાઓ પ્રત્યે જાગૃતિ, અને પરસ્પર પૂરક અથવા પૂરક બનવાની સહાનુભૂતિ, વિકલ્પ તરીકે હોઈ શકે છે.
જ્યાં સુધી આપણે જ્ઞાનથી દૂર રહીએ છીએ ત્યાં સુધી શાંતિ આપણાથી દૂર રહે છે. જ્યારે આપણે આપણી યાત્રાને અન્ય દૃષ્ટિકોણથી કરીએ છીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે - જેમ કે શંકરાચાર્ય તેમના ગુરુ, ચાંડાલ, ઉભય ભારતી અને અંતે તેમની માતા સાથે જોડાયા - અને એક વિશાળ દિવ્ય મનથી સ્વતંત્ર વાસ્તવિકતા, બ્રહ્મમાં વિશ્વાસ ધરાવતા થયા.
વાદવિવાદ
ઘણા લોકો માને છે કે શંકરાચાર્યનું દર્શન બૌદ્ધિક વર્ગ માટે છે, અને તેમની કવિતા અને તીર્થયાત્રાઓ ઓછા બૌદ્ધિક લોકો માટે છે. આ નમ્ર સૂચન ઘણીવાર એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને બૌદ્ધિક માનતા હોય છે કારણ કે તેઓ શંકરાના વિવિધ કાર્યને એકીકૃત સમગ્ર તરીકે જોવામાં નિષ્ફળ જાય છે.
ઘણા લોકો માને છે કે શંકરાચાર્યનું દર્શન બૌદ્ધિક વર્ગ માટે છે, અને તેમનું પદ્ય અને તીર્થયાત્રાઓ ઓછા બૌદ્ધિક લોકો માટે છે. આ નમ્ર સૂચન ઘણીવાર એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પોતાને બૌદ્ધિક માનતા હોય છે કારણ કે તેઓ શંકરાચાર્યના વિવિધ કાર્યને એકીકૃત સમગ્ર તરીકે જોવામાં નિષ્ફળ જાય છે.
ભારતીય ઇતિહાસના કોઈપણ પ્રાચીન અથવા મધ્યયુગીન વ્યક્તિની જેમ, શંકરાચાર્યના જીવન વિશેની કાલ્પનિક કૃતિઓથી હકીકતને અલગ કરવી મુશ્કેલ છે. વિદ્વાનોને ચોક્કસપણે કહી શકે તેમ નથી કે તેમની કઈ સાહિત્યિક કૃતિઓ પ્રમાણિત રૂપેતે તેમની છે, અને કઈ કૃતિઓ કાયદેસરતા અથવા લોકપ્રિયતા મેળવવા માટે તેમને આભારી છે. કોઈ શું પસંદ કરે છે તેના આધારે, શંકરાચાર્યને શિવના અવતારમાં ફેરવી શકાય છે, હિન્દુ ધર્મના આર્ષપ્રણેતા જેણે બૌદ્ધોને હાંકી કાઢ્યા, એક અદ્ભુત અને ફળદાયી તર્કશાસ્ત્રી અને કવિ, એક સવર્ણ જાતિવાદી હિન્દુ, કે વિરોધાભાસનો સમાધાન કરનાર તરીકે મુકી શકાય છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે તેમના જન્મ પછી સદીઓ પછી લખાયેલી તેમની (અતિશયોક્તિપૂર્ણ) જીવનકથાઓ ને ઘણીવાર દિગ્-વિજય તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મંદન મિશ્રા જેવા ફિલસૂફ સાથેના તેમના મુકાબલાઓનું વર્ણન લડાયક અને વિજયી શબ્દોમાં કરવામાં આવ્યું છે.
વાદવિવાદમાં બૌદ્ધિકોને હરાવવાના આ જુસ્સાનો સંબંધ જ્ઞાનનો વિસ્તાર કરવા કરતાં અહંકારને પ્રેરિત કરવાનો વધારે જણાય છે. ખરો વૈદિક ફિલસૂફ આવી પ્રવૃત્તિમાં જોડાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે વેદ અહંકાર (અહમ) ને ગ્રહણ તરીકે જુએ છે જે, દરેકની અંદર આત્મા તરીકે રહેતા, બ્રહ્મ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને અવરોધે છે..
અહંકાર હિંસા અને ઉલ્લંઘન પર ખીલે છે અને તેથી ચર્ચા (સમ-વાદ) કરતાં દલીલ (વિ-વાદ) પસંદ કરે છે. વિ-વાદચર્ચાને, આપણે સમજવા માટે નહીં પણ જવાબ આપવા માટે સાંભળીએ છીએ, આમ અજ્ઞાન (અવિદ્યા) માં ફસાયેલા રહીએ છીએ. સમ-વાદ ચર્ચાને, આપણે આપણા વિચારોને સુધારવા, જ્ઞાન (વિદ્યા) મેળવવા માટે સાંભળીએ છીએ. કદાચ શંકરાચાર્ય વિશેની આપણી સમજ તેમના, પ્રભુત્વના વિચારને પસંદ કરતા, બિન-બૌદ્ધિક ચાહકો અને અનુયાયીઓની મહત્વાકાંક્ષાઓથી ખડાયેલી છે. આ વાત પરિચિત લાગે છે ને?
પરંતુ આપણે ખરાબ વિચારમાં રહીને જેટલો વધુ દલીલ કરીએ છીએ, તેટલા જ આપણે તેમાં ફસાઈએ છીએ. આપણે વફાદાર વિરોધમાં પરિણમીએ છીએ. આ અભિગમનેને છોડી દેવો અને વૈકલ્પિક વિચારો શોધવા એ વધુ મહત્વનું છે. આ નિબંધ આ વૈકલ્પિક વિચારને રજૂ કરવાનો પ્રયાસ છે: જગતને મિથ્યા, બ્રહ્મને સત્યમ (શ્લોક ૨૦, બ્રહ્મજ્ઞાનાવલિમાળા) તરકે જોઈએ; અનુભવને ભુંસી કાઢવા કે હિન્દુ સર્વોપરિતા સ્થાપિત કરવા માટેના નિવેદન તરીકે નહીં, પરંતુ અનેક વિચારોને સ્વીકૃતિ આપવા, સ્વીકારવા અને આત્મસાત કરવા, ભારતમાં અને વૈશ્વિક ગ્રામમાં, વિવિધતામાં એકતા શોધવા માટેનાં એક સરળ માળખા તરીકે જોઈએ.
- Scroll.in માં ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રકાશિત થયેલ
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, How Adi Shankaracharya united a fragmented land નો અનુવાદ | હિંદુ પુરાણશાસ્ત્રવિદ્યા, વિશ્વ પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો