હવે પછીનું જીવન કેવું
રહેશે?
આપણામાંથી ઘણા લોકો માટે, ૫૦ અને ૬૦ ના દાયકામાં, આ પ્રશ્ન હવે કાલ્પનિક નથી રહ્યો - તે વ્યક્તિગત છે. આપણે
સ્વસ્થ છીએ, લાંબું જીવીએ છીએ અને
જીવનના હજુ બીજા ૩૦-૪૦ સક્રિય વર્ષોના ઉંબરે ઉભા છીએ. પરંતુ જ્યારે આયુષ્ય વધ્યું
છે, ત્યારે તે સમય સાથે શું
કરવું તે અંગે સ્પષ્ટતા સમય સાથે તાલ મેળવી શકી નથી.
વિચાર કરી મૂકતી આ શ્રેણી, “Live to 100”. માં સંજય મેહતા આપણને થોભીને, વધતી ઉમર વિશે નહીં પણ જીવનને વધારે ઉંડાણથી જીવવા વિશે, વિચાર કરવાનું કહે છે.
સંજય મેહતા
લાંબું આયુષ્ય એટલે ઘણું જીવવું એમ નહી પણ લાંબા સમય સુધી આર્થિક સ્વાતંત્ર્ય સાથે જીવવું - તસવીર સ્ત્રોતઃ કેન્વા
મોટાભાગના લોકો જીવનના પાંચમા દાયકાં પ્રવેશ કરે છે ત્યારે
તેમનામાં પોતાની નાણકીય સ્થિતિના આત્મવિશ્વાસમાં એક પરિચિત ભાવના અનુભવાતી જણાતી
હોય છે. કંઈ કેટલીય જવાબદારીઓ સારી રીતે સંભાળી ચુકેલા હોય. બજારોને સારી પેઠે
જાણતા હોય. પોતા પાસે એક ભંડોળ પણ હોય. કંઈ કેટલીય ઉતહલપાથલો જોઈ ચુક્યા હોય.
એમ કહી જ શકાય કે અનુભવોનું ભાથું સમૃદ્ધ છે. અને તેમ છતાં, જીવનનો
આ જ એવો દાયકા છે જ્યાં સૌથી મહત્વપૂર્ણ નાણાકીય ભૂલો થાય છે.
જ્ઞાનમાં કે અનુભવમાં કંઈ ખૂટતું હતું, એ
કારણે નહીં, પરંતુ એટલે કે હવે ખેલના નિયમો ચુપચાપ બદલાતા
રહે છે.
તેથી ૫૦ થી વધુ વયના દરેક વ્યક્તિએ પાંચ મહત્વના ફેરફારો
કરવાની જરૂર છે - વધુ સારૂં વળતર મળે એ માટે નહીં, પરંતુ મનની વધુ શાંતિ
માટે.
૧. હવે નાણાકીય આયોજન નિવૃતિ માટે નહીં પણ દીર્ઘાયુષ્યને
ધ્યાનમાં લઈને કરવાનું આવશ્યક બનવા લાગ્યું છે.
નાણાકીય આયોજનનાં જૂના મોડેલમાં નિવૃત્તિ પછી ૧૦-૧૫ વર્ષનું
આયુષ્ય ગણતરીમાં લેવાતું. આજે હવે એ સમય ગાળો સહેજે ૨૦ વર્ષ થી લઈને ૩૦-૪૦ વર્ષ
સુધીનો પણ જોવા મળે છે. તેનો અર્થ એ કે પોતાની પાસેનું બચતનું ભંડોળ તમારી અપેક્ષા
કરતાં ઘણું લાંબું ચાલે તે મુજબ વિચારવું જોઈશે.લવું પડશે. જો આ ગણતરી યોગ્ય રીતે
ન ગોઠવાઈ તો જે બચત અને તેમાથી થતી આવક ૫૮ની વયે આરામદાયક લાગતી હતી તે ૭૦ પછી
અપૂરતી લાગી શકે છે.
દીર્ધાયુષ્યનો આજના સમયનો અર્થ હવે માત્ર લાંબું જીવવું એ
નથી રહ્યો. આજે જરૂરી બની ગયું છે લાંબા સમય સુધી જીવીએ તો પણ આર્થિક રીતે લાંબાં
આયુષ્યની જરૂરિયાતો પુરી કરવામાં સંકડામણ ન અનુભવાય.
તેનો અર્થ એ પણ થાય છે કે આરોગ્યસંભાળનો ખર્ચ, જીવનશૈલીમાં
થનારા ફેરફારો, એક જીવનસાથી બીજા જીવનસાથી કરતાં એક દાયકા કે
તેથી વધુ સમય સુધી જીવે એવી દીર્ઘાયુષ્ય સાથે સંકળાયેલી હર એક શક્યતાઓને ફુગાવાના
સરકારી આંક્ડાઓ પર નહીં પણ વ્યવહારિક સ્તરની બધી જ સંભવિત અસરો પર પણ ધ્યાન
કેન્દ્રિત કરવું.
૨. હવે માત્ર વળતર પર જ નહીં, પણ વૈશ્વિક અને
નાણાકીય બજારો અને વ્યવસ્થાઓમાં થતી ઝડપી ઉથલપાથલો પર પણ ધ્યાન આપવું જોઇશે.
એવું માનવામાં આવે છે કે
૫૦ પછીની ઉમરે ફુગાવા કરતાં ઓછું વળતર મળે એવી વ્યવસ્થા એ સૌથી મોટું જોખમ છે. આજે
હવે, હકીકતે, એવું
નથી. આજનું સૌથી મોટું જોખમ અણધારી ઘટનાઓ અને તેમાંથી પેદા થતી અનિશ્ચિતતાઓ છે.
નિવૃત્તિ પછીના વર્ષોમાં
બજારમાં કોઈ એક તીવ્ર ઘટાડો પણ તમારા પોર્ટફોલિયોની પહેલાંના વર્ષોની કદાચ સરેરાશ
કરતાં સારી વૃદ્ધિને ખાઈ જઈ શકે છે.
એટલે એમ કહી શકાય કે આજે
મહત્તમ વળતરને લઘુત્તમ પસ્તાવા સાથે સંતુલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક
બની ગયું છે. આર્થિક સલામતી અને નાણા ભંડોળમાં વૃદ્ધિ એક બીજાથી વિરુદ્ધ દિશાનાં
ઘટકો નથી રહ્યાં. આર્થિક સલામતી તો હવે નાણા ભંડૉળની વૃદ્ધિનો પાયો બની રહેલ છે.
૩. આપણી ગણતરીઓમાં નાણાની
તરલતા વિશેની ધારણાઓ બાબતે જરા પણ કચાશ ન રાખીએ
આ તબક્કે, આકર્ષક વળતર કરતાં આકસ્મિક જરૂરિયાતને સમયે
સહેલાઈથી નાણા ઊભાં થઈ શકે એ વધુ મહત્વપૂર્ણ છે. તબીબી નિર્ણયો, કટોકટી માટે મુસાફરી, અથવા તો બાળકોને મદદ કરવી એવી
બધી બાબતો બચતનાં સાધનો પાકવાની મુદ્દતનાં ચક્રની રાહ જોઈ શકતા નથી.
૫૦ પછી નાણાની તરલતા એ
નાણાકીય આયોજનમાંનો વૈકલ્પિક ઘટક નથી. તે તો પ્રાણવાયુ છે.
તેને મનની ભંડોળની
દૃષ્ટિએ તરીકે જોઈએ -
જ્યારે તેની જરૂર હોય ત્યારે હાજર , જરૂર ન હોય ત્યારે
અદૃશ્ય સલામતી કવચ.
૪. નાણાકીય જીવન
વ્યવસ્થાને સરળ બનાવીએ
તમારો રોકાણોનો
પોર્ટફોલિયો જેટલો જટિલ, તેટલી
વધુ માનસિક અવ્યવસ્થા તમારામાં ઘર કરીને રહેશે. જેટલું બને એટલું ફેલાયેલું રોકાણ
એકીકૃત કરો. નાણકીય સાધનોની સંખ્યા ઓછી કરો. સ્પષ્ટતા દેખાય તેમ બધું ગોઠવો.
જટિલતા એ યુવાન વ્યક્તિ માટનો ખેલ છે; સરળતા એ
હવે સિનિયર સિટિઝનનો એક વિશેષાધિકાર છે જેનો તમારે અંકે કરવો જ જોઇએ. નાણાકીય
પરિપક્વતાની બક્ષિસ વધુ પડતાં વૈવિધ્યકરણમાં નથી - પરંતુ તે જાણવામાં છે કે શું
છોડી દેવું.
૫. નાણાકીય વ્યવસ્થાને
હેતુ સાથે સાંકળીએ
આ સૌથી મહત્વપૂર્ણ
પરિવર્તન છે. જો હેતુ(ઓ) સ્પષ્ટ ન હોય નાણા ચિંતા પેદા કરે છે. પરંતુ હેતુ સાથે
સંકળાયેલાં નાણાં મોકળાશનો અનુભવ કરાવે છે.
તમારી જાતને પૂછો:
"હું આગામી ૨૦ વર્ષ કેવી રીતે જીવવા માંગુ છું?"
નહી કે - "હું વળતર કેવી રીતે મહત્તમ કરી શકું?".
જ્યારે હેતુ મુખ્ય ધરી બની જાય છે, ત્યારે રોકાણ વ્યૂહરચના આશ્ચર્યજનક રીતે સીધી અને સરળ બની જાય છે.
v ફાયનાન્સિયલ એક્ષપ્રેસમાં પ્રકાશિત થતી સંજય મેહતાની શ્રેણી “Live
to 100” ના લેખ The 5 shifts your money needs after 50 પરથી તૈયાર કરેલ સંકલિત ભાવાનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ‖ ૧૯ ઓગસ્ટ ૨૦૨૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો