તન્મય વોરા
તેમના ભાઈની અવસાનનોંધને બદલે ભુલથી પોતાનાં જ મૃત્યુની છપાયેલી એક અવસાનાંજલિ આલ્ફ્રેડ નોબૅલને વાંચવા મળી જેમાં તેમને 'મોતના વેપારી' તરીકે વર્ણવાયા હતા. 'ડાયાનામાઈટ'ની શોધને કારણે અનેક નિર્દોષ લોકોનાં અપમૃત્યો થતાં હોવાથી તેમને એ રીતે વર્ણાવાયા હતા.
નોબેલને આ બાબતે વિચાર કરતા કરી મુક્યા કે તેમનાં મૃત્યુ પછી તેઓ આ
રીતે યાદ રહેવા માગે છે? તેમની યાદની છબિને હંમેશ માટે યાદગાર બનાવી
રાખવા માટે પોતાની સંપત્તિનો ૯૪% હિસ્સો
માનવજાત માટે મહાનતમ યોગદાન કરનાર વ્યક્તિઓને પુરસ્કૃત કરવા માટે વસિયત કરી
નાખી.
સારી વાત એ છે કે આપણા પછી આપણે
કેમ યાદ કરાતા રહેવું ગમશે તે વિચારવા માટે આપણને બધાંને આવી આકસ્મિક
સ્મૃતિસુચનાઓની જરૂર નથી.
- તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : What You Leave Behind નો અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
– – – – –
તન્મય વોરાની '૧૦૦ શબ્દોની વાત'ના પ્રકાશિત થયેલા ૫૭ મણકા એક સાથે વાંચવા માટે '૧૦૦ શબ્દોની વાત /In 100
Words'પર ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો